Gold Rate Today: નવા વર્ષે સોનું કમૂરતામાં પણ કૂદાકૂદ કરવા લાગ્યું, ચાંદી પણ જોરદાર ઉછળી, જાણો લેટેસ્ટ રેટ
આંતરરાષ્ટ્રીય બાજરમાં ડોલર ઈન્ડેક્સના 108ને પાર જવા વચ્ચે ઘરેલુ વાયદા બજારમાં સોના અને ચાંદી ઉછાળામાં જોવા મળ્યા. જ્યારે શરાફા બજારમાં પણ સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે. સોના અને ચાંદીના લેટેસ્ટ રેટ ખાસ જાણો.
Trending Photos
શરાફા બજાર હોય કે પછી વાયદા બજાર...નવા વર્ષે ચારેબાજુ સોના ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બાજરમાં ડોલર ઈન્ડેક્સના 108ને પાર જવા વચ્ચે ઘરેલુ વાયદા બજારમાં સોના અને ચાંદી ઉછાળામાં જોવા મળ્યા. જ્યારે શરાફા બજારમાં પણ સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે. જો તમે પણ ખરીદવાનું પ્લાનિંગ કરતા હોવ તો લેટેસ્ટ રેટ ખાસ જાણો.
વાયદા બજારમાં ભાવ
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનું આજે 122 રૂપિયાની તેજી સાથે 77,015 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર જોવા મળ્યું. જ્યારે કાલે તે 76,893 રૂપિયા પર ક્લોઝ થયું હતું. આ દરમિયાન ચાંદી 864 રૂપિયાની તેજી સાથે 88,442 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ હતી. જે કાલે 87,578 પર ક્લોઝ થઈ હતી.
શરાફા બજારમાં ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com ના રેટ્સ જોઈએ તો 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું 186 રૂપિયાની તેજી સાથે 76,769 રૂપિયાની સપાટીએ પહોંચી ગયું જે કાલે 76,583 રૂપિયા પર ક્લોઝ થયું હતું. જ્યારે ચાંદી 852 રૂપિયા ઉછળીને 86,907 રૂપિયા પ્રતિ કિલોગ્રામની સપાટીએ પહોંચી ગઈ જે કાલે 86,055 રૂપિયા પ્રતિ કિલોગ્રામની સપાટીએ ક્લોઝ થઈ હતી.
For more details contact: Saurabh +91 9004120120 / 022-23426971 / 022-23427459
Follow us on Twitter : https://t.co/lXovVzbVEI
Follow us on Instagram : https://t.co/ZOr2uGjPPE
Follow us on Facebook : https://t.co/9tJn571sBM… pic.twitter.com/0m1B5L9OXW
— IBJA (@IBJA1919) January 2, 2025
રિટેલ ભાવ પર ફેરવો નજર
#indicative #Retail selling #Rates for #Jewellery
To get these rates on your phone give a missed call on - 8955664433
For more details contact: Saurabh +91 9004120120 / 022-23426971 / 022-23427459
Follow us on Twitter : https://t.co/lXovVzbVEI
Follow us on Instagram :… pic.twitter.com/rSipUUrS0J
— IBJA (@IBJA1919) January 2, 2025
ખાસ નોંધ
અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી. (શનિવાર, રવિવાર અને જાહેર રજાઓ)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે