Gujarat citizens News

ગુજરાતમાં એકસાથે 31 ડાયાલિસિસ સેન્ટરોનું લોકાર્પણ, નાગરિકોની સમસ્યા નિવારવા સરકાર કટ
ગુજરાત ડાયાલિસીસ પ્રોગ્રામ અંતર્ગત રાજ્યના ૩૧ જેટલા “આધુનિક ડાયાલીસીસ સેન્ટરનું” વર્ચ્યુઅલી  ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ભારત સરકાર દ્વારા નર્મદા જિલ્લાને આકાંક્ષી જિલ્લા તરીકે જાહેર કરાયો છે, ત્યારે જિલ્લાના પ્રજાજનોને ઘર આંગણે જ શ્રેષ્ઠતમ સુવિધાઓ મળી રહે તે હેતુસર  મંત્રી ઋષિકેશ પટેલ તથા  રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રી નિમિષાબેન સુથારની ઉપસ્થિતિમાં દાહોદના દેવગઢ બારીયા ખાતેથી ગુજરાત ડાયાલિસીસ પ્રોગ્રામ અંતર્ગત રાજ્યના ૩૧ જેટલા “આધુનિક ડાયાલીસીસ સેન્ટરનું” વર્ચ્યુઅલી  ઇ-લોકાર્પણ  તેમજ રાજપીપલાની જનરલ હોસ્પિટલના હિમો ડાયાલીસીસ વિભાગની તકતીનું લોકાર્પણ કર્યું હતું. આ વેળાએ સિવીલ સર્જન ડૉ. જ્યોતિબેન ગુપ્તા, તબીબી સ્ટાફ, આરોગ્યકર્મીઓ વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.
Mar 1,2022, 17:07 PM IST

Trending news