gujarat congress

પેટ્રોલ-ડીઝલના ભાવવધારા સામે ગુજરાત કોંગ્રેસ આવતીકાલે કરશે વિરોધ પ્રદર્શન

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાજ્યમાં કોરોના દર્દીઓની વધી રહેલી સંખ્યાની ચિંતા નથી, પણ રાજ્યની તિજોરી પર થયેલી અસરની ચિંતા વધારે છે. આ આક્ષેપ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કર્યો છે. અમિત ચાવાડાએ ગુજરાત સરકાર સામે શાબ્દિક પ્રહાર કરતા કહ્યું કે, નીતિન પટેલ lockdown ના કારણે રાજ્યની તિજોરી પર ભારે આર્થિક નુકસાન થયાનો દાવો કરે છે. તો સવાલ એ છે કે શું lockdown માં ગુજરાતના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારને નુકસાન થયું નથી? તેમનું બજેટ ખોરવાયું નથી? તેમનું આર્થિક ભારણ વધ્યું નથી? સરકારે ગરીબ અને મધ્યમ વર્ગને જે આર્થીક નુકસાન થયું તેનો અભ્યાસ કર્યો નથી? લોકડાઉનના કારણે અનેક લોકોની નોકરી ઓ છુટી ગઇ ધંધા રોજગાર ઠપ્પ થયા પણ એની ચિંતા સરકારે કરી નથી?

Jun 16, 2020, 01:50 PM IST

‘પક્ષપલટુએ ગામમાં આવવું નહિ...’ મોરબીના વધુ એક ગામમાં બ્રિજેશ મેરજાના વિરોધમાં બેનર લાગ્યા

મોરબી માળીયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ રાજ્યસભાની ચૂંટણી (Rajyasabha Election 2020) પહેલા રાજીનામું આપ્યું છે. જેથી કરીને આગામી દિવસોમાં મોરબી-માળિયા વિધાનસભાની બેઠકો પર પેટાચૂંટણી યોજાશે તે નક્કી છે. પરંતુ ભાજપમાંથી કોને ટિકિટ મળશે, કોંગ્રેસમાંથી કોને ટિકિટ મળશે તે હજુ નક્કી નથી. ત્યાં મોરબી અને માળિયા તાલુકા વિસ્તારની અંદર જુદા જુદા ગામના લોકો દ્વારા હાલમાં બ્રિજેશ મેરજા (Brijesh Merja) નો વિરોધ કરાઈ રહ્યો છે. બ્રિજેશ મેરજાના વિરોધમાં બેનર લગાવવામાં આવી રહ્યા છે. 

Jun 11, 2020, 09:49 AM IST

BTPના છોટુ વસાવાનું નિવેદન, મતની જરૂર પડે ત્યારે જ મતલબી લોકો વાત કરે છે

રાજ્યસભાની ચૂંટણી (Rajyasabha Election) માં જ્યાં તોડજોડનું રાજકારણ ચાલી રહ્યું છે, ત્યારે બીટીપી હુકમનો એક્કો સાબિત થાય તેવી સ્થિતિ ઉભી થઈ છે. બે મહિના પહેલા પણ બીટીપી કયા પક્ષે વોટિંગ કરશે તે મુદ્દો ચર્ચાયો હતો. બંને પક્ષ બીટીપીને પોતાના તરફ વોટિંગ કરાવવા માટે ત્યારે રાજ્યસભાની ચૂંટણી મુદ્દે BTP ના છોટુ વસાવાનું નિવેદન સામે આવ્યું છે. ઝી 24 કલાક સાથેની વાતચીતમાં તેઓએ કેટલીક સ્પષ્ટતા કરી છે.

Jun 10, 2020, 01:24 PM IST

કોંગ્રેસ બેડામાં મોટી હલચલ, રાજકોટ બાદ હવે ગઢડામાં ભેગા થશે સૌરાષ્ટ્રના ધારાસભ્યો

પોતાના ધારાસભ્યોને બચાવવા માટે કોંગ્રેસે ઝોનવાઈઝ મીટિંગો શરૂ કરી છે. જેમાં સૌરાષ્ટ્રના ધારાસભ્યો રાજકોટની નીલસિટી રિસોર્ટ ખાતે એકઠા કરાયા હતા. ત્યારે હવે કોંગ્રેસ બેડામાં મોટી હલચલ થઈ છે. સૌરાષ્ટ્રના ધારાસભ્યોને આજે ગઢડા લઈ જવામાં આવ્યા છે. ત્યારે આ ગ્રૂપમાં કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ પણ સામેલ છે. ત્યારે કોંગ્રેસના ધારાસભ્યો ગઢડા પહોંચે તે પહેલાં જ ગઢડા પોલીસનો કાફલો ગઢડાના ફાર્મ હાઉસ પર પહોંચ્યો છે. ગઢડા પોલીસ, એલ.સી.બી તેમજ એસ.ઓ.જી. સહિતનો કાફલો ગઢડાના ફાર્મ હાઉસ પર પહોંચ્યો છે. 

Jun 10, 2020, 12:58 PM IST

વિપક્ષનો આરોપ, ગુજરાત સરકારે લોકોને ભગવાન ભરોસે છોડ્યા

ગુજરાતમાં દિવસેને દિવસે કોરોનાને લઈને સ્થિતિ બગડી રહી છે. જ્યાં રિકવર રેટ વધુ છે, ત્યાં કોરોનાના આંકડા પણ સતત વધી રહ્યાં છે. ગુજરાતમાં કોરોનાના કેસ પર અંકુશ નથી. આવામાં વિપક્ષે ગુજરાત સરકારને આડે હાથ લીધી છે. કોંગ્રેસે ગુજરાત સરકાર પર આરોપ મૂકતા કહ્યું કે, દેશ અને વિશ્વમાં કોરોનાને કારણે લોકો મૃત્યુ પામી રહ્યા છે. કોરોના મહામારી ગુજરાતમાં બેકાબૂ બની છે. તો સરકારે હાથ ખંખેરી લીધા છે. ગુજરાતમાં 20 હજાર કરતાં વધારે કેસ અને ૧૨૦૦ કરતાં વધારે મોત ચિંતાનો વિષય છે. અમદાવાદમાં ૧૦૦૦ કરતાં વધારે એટલે કે ૮૫ ટકા મોત છે. WHO એ જાન્યુઆરી માસમાં સરકારને ચેતવી હતી. કેન્દ્ર સરકારે રાજ્યસરકારને પણ ચેતવી હતી. જાન્યુઆરીથી જુન સુધી સરકારે શુ તૈયારી કરી એ જનતા જાણવા માંગે છે. અમદાવાદમાં ટેસ્ટ ઓછા હતા અને વિજય નહેરાએ ટેસ્ટ વધાર્યા. જોકે તેમને પણ સરકારના દબાણ હેઠળ ટેસ્ટ ઓછા કરાયા છે. ટ્રમ્પ પણ કહે છે કે જો ભારતમાં પણ ટેસ્ટ વધારવામાં આવે તો આંકડો અમેરિકાથી આગળ નીકળી જાય. સૌથી વધારે મૃત્યુ દર 6.26 ટકા ગુજરાતમાં છે અને કેમ ગુજરાતમાં મૃત્યુદર વધારે છે તે સવાલ ગુજરાતની જનતા પૂછે છે. ગુજરાત સરકારે પ્રજાની ચિંતા ન કરી, પણ હાઇકોર્ટ દરકાર કરી સરકારને આડે હાથ લીધી. કોરોના મુદ્દે સરકાર શુ છુપાવે છે તે તાત્કાલિક જાહેર કરે. ગુજરાતની જનતાને મરવા માટે ભગવાન ભરોસે છોડી દીધી છે તો આટલા મોટા લોકડાઉનની શુ જરૂર હતી.

Jun 9, 2020, 12:31 PM IST

2017ની વિધાનસભાની ચૂંટણી બાદ કોંગ્રેસ સંકેલાતું ગયું, લિસ્ટ માંડીએ તો લાંબુલચક છે

રાજ્યસભાની ચૂંટણી (Rajyasabha Election 2020) પહેલા જ કોંગ્રેસ તૂટી છે. સડસડાટ આઠ ધારાસભ્યોના રાજીનામા બાદ હવે કોંગ્રેસ (Gujarat congress) ના ધારાસભ્યો એકબીજાને શંકાની નજરેથી જોવા લાગ્યા છે. હવે કોણ ફૂટશે તેવી અંદરખાને કાનાફૂસી થઈ ગઈ છે. કોંગ્રેસ તૂટવાની વાત કરીએ તો, ગુજરાતમાં 2017ની ચૂંટણી બાદ અનેક નેતાઓ કોંગ્રેસનો સાથ છોડી ચૂક્યા છે. લિસ્ટ ગણીએ તો લાંબુલચક છે, જે બતાવે છે કે કોંગ્રેસનું મોવડી મંડળ પોતાના ધારાસભ્યોને સાચવવામાં અસફળ રહ્યું છે. જેનો લાભ ભાજપ લઈ જાય છે. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 99 અને કોંગ્રેસને 77 બેઠકો મળી હતી. આંતરિક વિખવાદને કારણે જ 2017ની વિધાનસભા ચૂંટણી બાદ કોંગ્રેસ સંકેલાતુ ગયું અને 65ના સંખ્યાબળ પર આવીને ઉભું રહી ગયું છે.  

Jun 7, 2020, 08:37 AM IST

ઊમેટાના ફાર્મમાં એકઠા થયેલા કોંગ્રેસના ધારાસભ્યો પર નજર રાખવા IBના જવાનો મૂકાયા

રાજ્યસભા ચૂંટણી (Rajyasabha Election) ને લઈ કોંગ્રેસ ચિંતિત બની છે. તેથી મધ્ય ઝોનના પોતાના ધારાસભ્યોને કોંગ્રેસે ઉમેટાના રિસોર્ટમાં ભેગા કર્યાં છે. ઉમેટાના એરિસ ફાર્મમાં કોંગ્રેસના ધારાસભ્યોને ભેગા કરવામાં આવ્યા છે. 8 ધારાસભ્યો ગુમાવ્યા બાદ હવે કોંગ્રેસ પોતાના ધારાસભ્યો હવે તૂટે ના તેનું ધ્યાન રાખી રહી છે. કોંગ્રેસના ધારાસભ્યો એરિસ રિસોર્ટના 35 નંબરના બંગલામાં રોકાયા છે. દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીએ તમામ ધારાસભ્યોને સલામત સ્થળે રોક્યા છે. ભરતસિંહ સોલંકીને તમામ ધારાસભ્યોની જવાબદારી સોંપાઈ છે. અહીં રાજ્યસભાની ચૂંટણી પહેલા ધારાસભ્યોને તૂટતાં બચાવવા કોંગ્રેસ રણનીતિ કરી રહી છે. 

Jun 6, 2020, 02:13 PM IST

કોરોના સંકટમાં કોંગ્રેસ આવી મદદે, નાગરિકો માટે લોન્ચ કરી મોબાઈલ એપ

કોરોના માટે લોકોની મદદ કરવા માટે ગુજરાત કોંગ્રેસ (gujarat congress) દ્વારા એક મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. આ અંગે માહિતી આપતા કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું કે, કોંગ્રેસે ઈ જનમિત્ર મોબાઇલ એપ્લિકેશન બનાવી છે. આ એપ્લિકેશન કોવિડ હેલ્પલાઇન તરીકે કાર્ય કરશે. આ વર્ચ્યુઅલ ચેટબોટ ગ્રાહક સાથે સીધી વાત કરશે.  જેમા નાગરિકોની કોવિડ 19 અંગેની સમસ્યાઓનું સમાધાન કરશે. 

May 14, 2020, 12:58 PM IST
Big News On Rajya Sabha Election Meeting Over PT22M33S

જયપુરમાં કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક પુર્ણ, એક લાઇનનો ઠરાવ પાસ

26 માર્ચના રોજ યોજાનારી ગુજરાતની રાજ્યસભાની ચાર બેઠકોની ચુંટણી રસાકસી ભરી બની. રાજ્યસભાની બે બેઠકો જીતવા માટે કોંગ્રેસ પાસે પુરતા મત હતા જોકે કોંગ્રેસના પાંચ ધારાસભ્યોએ રાજીનામા આપી દેતાં કોંગ્રેસે બીજી બેઠક જીતવા માટે ના છુટકે અપક્ષનો સહારો લેવો પડશે અથવા એક ઉમેદવારને ફોર્મ પાછુ લેવુ પડશે.

Mar 17, 2020, 05:35 PM IST
Gujarat Rajya Sabha Latest Update News PT4M23S

ફોર્મ પાછું ખેંચવું કે કેમ તે અંગે નિર્ણય હાઇકમાન્ડ લેશે

26 માર્ચના રોજ યોજાનારી ગુજરાતની રાજ્યસભાની ચાર બેઠકોની ચુંટણી રસાકસી ભરી બની. રાજ્યસભાની બે બેઠકો જીતવા માટે કોંગ્રેસ પાસે પુરતા મત હતા જોકે કોંગ્રેસના પાંચ ધારાસભ્યોએ રાજીનામા આપી દેતાં કોંગ્રેસે બીજી બેઠક જીતવા માટે ના છુટકે અપક્ષનો સહારો લેવો પડશે અથવા એક ઉમેદવારને ફોર્મ પાછુ લેવુ પડશે.

Mar 17, 2020, 03:50 PM IST
Exclusive Interview With Mangalbhai Gavit PT7M26S

કોંગ્રેસના મંગળ ગાવિત સાથે ખાસ વાતચીત

રાજયસભાની ચુંટણીને લઈ શરૂ થયેલ હોર્સ ટ્રેડીંગને લઈ કોગ્રેસે પોતાના તમામ ધારાસભ્યોને જયપુર ખાતે ખસેડયા છે.ત્યારે કોગ્રેસના પાંચ જેટલા ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે.જેમાં ડાંગના ધારાસભ્ય મંગળભાઈ ગાંવિતે પણ રાજીનામુ આપ્યાબાદ તેઓ પ્રથમવાર મીડીયા સમક્ષ આવ્યા હતા.જેમાં તેમણે પોતાના કામો ન થતા હોવાથી રાજીનામુ આપ્યુ હોવાનુ જણાવ્યુ છે.અને પોતે કોગ્રેસમાંજ હોવાનુ જણાવ્યુ છે.

Mar 17, 2020, 03:35 PM IST

રાજીનામાં આપનાર 5 ધારાસભ્યોને કોંગ્રેસે કર્યાં સસ્પેન્ડ, વિધાનસભા થઈ ખંડિત

રાજ્યમાં રાજ્યસભાની ચૂંટણી નજીક આવતા કોંગ્રેસ પક્ષમાંથી ધારાસભ્યોના રાજીનામાં આપવાનો સિલસિલો શરૂ થઈ ગયો છે. અત્યાર સુધી પાંચ ધારાસભ્યો રાજીનામાં આપી ચુક્યા છે. 
 

Mar 16, 2020, 06:49 PM IST
Big News Swearing In Gujarat Assembly PT7M39S

કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામાનો મામલો ગરમાયો

કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામાનો મામલો ગરમાયો

Mar 16, 2020, 06:30 PM IST
Congress Planing 26 Days Dandi Yatra PT3M35S

કોંગ્રેસની કોર કમિટીની બેઠકમાં દાંડી યાત્રાને અપાયો આખરી ઓપ

કોંગ્રેસની કોર કમિટીની બેઠકમાં દાંડી યાત્રાને આખરી ઓપ અપાયો છે. દાંડી યાત્રાના આયોજન માટે ૧૫ સમિતિની રચના કરવામાં આવી છે. ગાંધીજી એ કરી હતી એજ પ્રમાણે એજ રૂટ પર ૨૬ દિવસ પદયાત્રાનું કોંગ્રેસનુ આયોજન છે જે ચાર ફેજમાં યોજાશે. કોગ્રેસ વર્કીંગ સમિતિના સભ્યોને આમંત્રણ આપવામાં આવશે તથા કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી અને કોગ્રેસ સમિતિના પ્રમુખ હાજર રહેશે. તમામ ૨૬ દિવસ કોંગ્રેસના એક સિનિયર નેતા યાત્રામાં જોડાશે. ગાંધી પરિવારના સભ્યો યાત્રાના આરંભ અને પુર્ણાહુતિમાં જોડાય તેવું કોગ્રેસનું આયોજન છે.

Mar 5, 2020, 02:50 PM IST
Who Make MPs, Gujarat Congress Meeting PT11M5S

ગુજરાત કોંગ્રેસની કોર કમીટીની આજે મળશે બેઠક, રાજ્યસભાની ચુંટણી અને ૧૨ માર્ચે યોજાનારી દાંડી યાત્રાની કરવામાં આવશે ચર્ચા

ગુજરાતના રાજ્યસભાના આગામી સાંસદ કોણ? આ સવાલ રાજકારણમાં રસ ધરાવતા દરેક વ્યક્તિના મનમાં સળવતો હોય છે ભારતીય બંધારણ પ્રમાણે રાજ્યસભાની સીધી ચૂંટણી નથી થતી પણ ચૂંટાયેલા ધારાસભ્યો તેમાં મતદાન કરતા હોય છે. આ વખતે ભાજપની બેઠકો ઘટતાં અને કોંગ્રેસની બેઠકો વધતાં આ ચર્ચાએ વધારે કૂતુહલ સર્જયુ છે કે હવે કયા ચાર નેતાઓને રાજ્યસભાની ટીકીટ મળશે?

Mar 4, 2020, 01:15 PM IST
Senior Leaders Of Gujarat Congress In Delhi PT6M11S

ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓના દિલ્હીમાં ધામા

ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓ દિલ્હી પહોંચ્યા છે. ત્યારે આજે રાત્રે મહત્વની બેઠક યોજી છે. ગુજરાતની રાજ્યસભાની ચુંટણી માટે ઉમેદવાર નક્કી કરવા માટે બેઠક યોજી છે. ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ સાથે રાત્રે આઠ કલાકે બેઠક યોજાઈ હતી. બેઠકમાં અમિત ચાવડા, પરેશ ધાનાણી, શક્તિસિંહ ગોહિલ, સિધ્ધાર્થ પટેલ અને અર્જુન મોઢવાડીયા સહિતના ગુજરાત કોંગ્રેસના શિર્ષસ્થ નેતાઓ હાજર રહેશે.

Mar 3, 2020, 09:40 PM IST
Gujarat congress's leaders will be star speaker in Delhi election PT12M59S

ગુજરાત કોંગ્રેસના નેતાઓ દિલ્હીમાં ચૂંટણી પ્રચાર દરમિયાન શાહીનબાગ પહોંચ્યા

ભાજપ બાદ ગુજરાત કોંગ્રેસના નેતાઓ પણ દિલ્હીની ચૂંટણીમાં પ્રચાર કરતા જોવા મળશે. ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અને ઈમરાન ખેડાવાલાએ શાહીનબાગમાં ચૂંટણીલક્ષી સંબોધન કર્યું હતું.

Jan 29, 2020, 01:10 PM IST
Gujarat congress leaders will campaign in Delhi election PT3M58S

ગુજરાત કોંગ્રેસના નેતાઓ દિલ્હીમાં કરશે પ્રચાર

ગુજરાત કોંગ્રેસના નેતાઓની દિલ્હી ખાતે બેઠક મળશે. ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી વિધાનસભાની ચુંટણીમાં પ્રચારની જવાબદારી સોંપવામાં આવશે. આ માટે ગુજરાત કોંગ્રેસ પ્રભારીએ બેઠક બોલાવી છે. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષના નેતા બેઠકમાં હાજર રહેશે.

Jan 27, 2020, 11:40 AM IST

ગુજરાત કોંગ્રેસના રાજવ્યાપી દેખાવ, અમદાવાદમાં ગુજરાત યુનિવર્સીટી રોડ ખાતે ધરણા કાર્યક્રમ

અમદાવાદના પાલડીમાં એબીવીપી અને એનએસયુઆઈ વચ્ચે થયેલા ઘર્ષણ બાદ ગુજરાત કોંગ્રેસે રાજવ્યાપી દેખાવ કરવાનો કાર્યક્રમ આપ્યો હતો. જેને લઇને કોંગ્રેસે ગુજરાત યુનિવર્સિટી ખાતે ધરણાં શરૂ કર્યા છે. કોંગ્રેસે માંગણી કરી છે કે, ABVPના કાર્યકરો વિરુદ્ધ આઇપીસી કલમ 307 મુજબ પોલીસ ફરિયાદ નોંધવામાં આવે.

Jan 8, 2020, 11:16 AM IST