શંકર ચૌધરી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ, વિધાનસભાના અધ્યક્ષ હોવા છતા કરી બેઠા એક ભૂલ

Shankar Chaudhary : વિધાનસભા અધ્યક્ષ સામે ચૂંટણી પંચમાં ફરિયાદ, મનીષ દોશીએ શંકર ચૌધરી સામે ફરિયાદ કરી, ચૂંટણીની આદર્શ આચાર સંહિતાનો ભંગ થયાનો દાવો, ભાજપ ઉમેદવારની તરફેણમાં પ્રચાર કર્યો: મનીષ દોશી 

શંકર ચૌધરી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ, વિધાનસભાના અધ્યક્ષ હોવા છતા કરી બેઠા એક ભૂલ

Loksabha Election 2024 : ગુજરાત વિધાનાસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સામે ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ ચુટંણી પંચમાં ફરિયાદ કરી છે. કોંગ્રેસ દ્વારા ચુંટણી સંદર્ભે શંકર ચૌધરી દ્વારા આદર્શ આચાર સંહિતા ભંગની ફરિયાદ કરવામાં આવી છે.  વિધાનસભાના અધ્યક્ષ હોવા છતાં શંકર ચૌધરીએ ભાજપાના ઉમેદવારની તરફેણમાં સભા કરી હતી. તેમણે બનાસકાંઠાના ભાજપાના ઉમેદવાર માટે પ્રચાર કર્યો હતો. વિધાનસભાના અધ્યક્ષ રાજકીય પ્રચાર કરી શક્તા નથી. અધ્યક્ષ નિયુક્ત થયાની સાથે જ તેઓ કોઇ રાજકીય પક્ષના સભ્ય રહેતા નથી. તેથી વીડિયો પુરાવાને આધારે કોંગ્રેસ પ્રવક્તાએ ફરીયાદ કરી છે. 

ભાજપમાંથી રાજીનામું આપ્યું હતું

સંસદીય પ્રણાલીઓ મુજબ વિધાનસભાના અધ્યક્ષ કોઇ પક્ષના ના હોઈ શકે. અધ્યક્ષ બન્યા બાદ પક્ષ સાથે જોડાયેલા નથી હોતા. શંકર ચૌધરીએ પણ અધ્યક્ષ બન્યા બાદ ભાજપમાંથી રાજીનામું આપ્યું હતું. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ આદર્શ આચારસંહિતાનો તથા સંસદીય પ્રણાલીઓ અને કાર્યરિતી ભાગ-૧ પ્રકરણ-૯, નો ભંગ કરેલ છે તે અંગે તાત્કાલીક પગલા ભરવા ભારતીય ચૂંટણી પંચને વીડીયો પુરાવા સાથે ફરીયાદ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ માંગ કરી છે. જોકે, આ મામલે ભાજપે આ બેઠક પાર્ટીની ન હોવાની જણાવી શંકરભાઈએ કોઈ આચારસંહિતાનો  ભંગ ન કરી હોવાનો બચાવ કર્યો હતો. 

ભાજપના નેતાએ ચાલુ ભાષણમાં આપ્યું રાજીનામું, રૂપાલાના વિવાદનો રેલો બોટાદ પહોંચ્યો
 
રાષ્ટ્રીય ચૂંટણી પંચના તા. ૧૭/૩/૨૦૨૪ના રોજ લોકસભાની ચૂંટણીની જાહેરાત કરેલ જેથી તે દિવસથી આચારસંહિતા સમગ્ર દેશમાં લાગુ પડેલ છે. ગુજરાતમાં પણ આચારસંહિતા લાગુ છે તે દરમીયાન ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી, જેઓ બંધારણીય રીતે અધ્યક્ષપદે નિયુક્ત થાય તે દિવસથી કોઈ રાજકીય પક્ષના સભ્ય રહેતા નથી. અને તેવી જોગવાઈ ‘સંસદીય પ્રણાલીઓ અને કાર્યરિતી ભાગ-૧’ ના પ્રકરણ-૯ના બીજા પેરામાં નીચે મુજબ જણાવેલ છે. ‘જે પળેથી તે અધ્યક્ષ બને છે તે પળેથી તે રાજકીય પ્રવૃત્તિમાંથી સંપૂર્ણપણે અલિપ્ત થઈ જાય છે અને કોઈપણ પક્ષના રહેતા નથી’

વિધાનસભાના અધ્યક્ષ પ્રચાર ન કરી શકે 
વિધાનસભાના અધ્યક્ષ રાજકીય પક્ષના પ્રચાર કરી શકતા નથી. તેમ છતાં ગુજરાત વિધાનસભામાં અધ્યક્ષ શંકર ચૌધરી બનાસકાંઠા જીલ્લામાં લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની તરફેણમાં બેઠક યોજી રાજકીય પક્ષ માટે પ્રચાર કર્યો હતો. તે જ રીતે વાવ-થરાદ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર કર્યો હતો. જે ગંભીર બાબત છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news