Gujarat new cabinet News

આજે નવા મંત્રીઓની શપથવિધિ, ફરી ફાડવાની નોબત ન આવે એટલે તારીખ વગરના બેનર લગાવાયા
Sep 16,2021, 9:44 AM IST
‘All is well’ કહેતા ભાજપનો નવી સરકાર રચવાના ‘નાટક’નો ફિયાસ્કો, દિલ્હી સુધી પહોંચી વા
ગુજરાતમાં ચાર દિવસથી રાજકીય ધમાસાણ ચાલી રહ્યું છે. આ રાજકીય ધમાસાણ એક પ્રકારનું નાટક બની રહી ગયુ છે. જેનો ઘડીકમા પડદો ઉંચકાય છે, તો ઘડીકમાં ઢાંકી દેવાય છે. વિજય રૂપાણીને રાજીનામુ અપાવડાવીને, નવા મુખ્યમંત્રી (Gujarat CM) બેસાડવામાં આવ્યા. પણ હવે રાજકીય તોફાન ઉઠ્યું છે. ગુજરાતના મંત્રીમંડળની શપથવિધિ (cabinet reshuffle) એકાએક અટકાવીને આવતીકાલ પર ચડતાં ભાજપમાં આંતરિક ડખા હોવાની વાત હવે સામે આવી છે. દિગ્ગજોને નારાજ કરીને નવા ચહેરા લાવવાની વાત પર ચાલેલા-રિસામણાની મડાગાંઠ ઉકેલાઈ નથી, જેથી શપથવિધિ સમારોહ અટકાવી દેવામાં આવ્યો હતો. એટલુ જ નહિ, આજની તારીખના બનાવાયેલા બેનર પણ ફાડી નાંખવામાં આવ્યા હતા. ત્યારે સમગ્ર મામલો દિલ્હી દરબારમાં પહોંચ્યો છે.
Sep 15,2021, 17:01 PM IST
ભૂપેન્દ્ર પટેલ કેબિનેટની નવી થિયરી - એકવાર પણ મંત્રી બન્યા હશો તો તમારું પત્તુ કટ!
ગાંધીનગરમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નવી કેબિનેટ (cabinet reshuffle) ના શપથવિધિના અટકળો વચ્ચે જાણવા મળ્યું કે ભૂપેન્દ્ર પટેલની કેબિનેટ (gujarat cabinet) માં નવા ચહેરા સામેલ કરાશે. જૂના મંત્રીઓને રિપીટ નહિ કરાય. એક પણ જૂના મંત્રીને રિપીટ નહિ કરાય. આ કારણે આજે સવારથી જ જૂના મંત્રીઓને કેબીન ખાલી થવા લાગી છે. જેમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની કેબીનમાથી પણ સામાન બહાર લાવવામાં આવી રહ્યો છે. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા (bhupendrasinh chudasama) ઉપરાંત મંત્રી ઈશ્વર પરમારની ઓફિસ પણ ખાલી કરાવાઈ છે. ઉલ્લેખનીય છે કે, ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા પણ સરકારથી નારાજ હોવાના અહેવાલ છે, જેમને મનાવવા પક્ષના નેતાઓ પહોંચ્યા હતા. 
Sep 15,2021, 14:06 PM IST

Trending news