Gujarat rain news News

અંબાલાલની આગાહી; ગુજરાતમાં ફરી આવશે આંધી વટોળ સાથે વરસાદ, કાચા મકાનોના છાપરા ઉડી જશે
Rain Alert In Gujarat: રાજ્યમાં ગરમી સાથે વરસાદની આગાહી આવી છે. આગામી 24 કલાક રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. જેમાં ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે. બસ, આજે વરસાદ બાદ આવતીકાલથી રાજ્યમાં હીટવેવ આવી જશે. પરંતુ લોકોના મનમાં એક સવાલ ચાલી રહ્યો છે કે ગુજરાતમાં ચોમાસું ક્યારે આવશે? આ વર્ષે ચોમાસુ સામાન્ય તારીખના 1 દિવસ પહેલાં કેરળમાં પહોંચી શકે છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આ મહિનાની છેલ્લી તારીખ એટલે કે 31 મેના રોજ કેરળમાં ચોમાસું બેસી જશે. જ્યારે 19થી 30 જૂન સુધીમાં તે ગુજરાતમાં પહોંચશે. ચોમાસામાં આ વર્ષે સારો વરસાદ રહેવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે ત્યારે દેશમાં આ વર્ષે કેટલા ટકા વરસાદ થશે?. કયા રાજ્યમાં ક્યારે ચોમાસું શરૂ થશે?
May 17,2024, 17:32 PM IST
આગામી 24 કલાક ભારે! આ જિલ્લાઓમાં તૂટી પડશે, પાટણ-બનાસકાંઠા-અંજાર સહિત 48 તાલુકામાં..
Mar 2,2024, 20:34 PM IST
ગુજરાતમાં બે સિસ્ટમ ભેગી થઈ આ જિલ્લાઓને ઘમરોળી નાંખશે! જાણો કેટલી ખતરનાક છે સિસ્ટમ
Unseasonal Rain Gujarat: આજે વહેલી સવારથી ગુજરાતના વિવિધ જિલ્લાઓના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. શહેરના પશ્ચિમ વિસ્તારમાં જાણે ચોમાસું હોય તેવો માહોલ જોવા મળ્યો છે અને રસ્તા ભીના થવાની સાથે ખાબોચ્યા ભરાયા હોવાનું પણ જોવા મળ્યું છે. ગુજરાતમાં મહા માસમાં અષાઢ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. માર્ચ મહિનામાં ચોમાસા જેવો માહોલ બન્યો છે. ગુજરાતના ઘણા ભાગોમાં કમોસમી વરસાદ પડ્યો છે. આવતીકાલે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરી હતી. સાથે જ ભારે પવન ફૂંકાવવાની સાથે થન્ડર સ્ટ્રોમનું પણ અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. ચાલો, જાણીએ આજે અને આવતીકાલે રાજ્યમાં ક્યાં-ક્યાં પડશે વરસાદ?
Mar 2,2024, 17:17 PM IST

Trending news