ઠંડી અંગે હવામાન વિભાગ અને અંબાલાલની આગાહીમાં વિરોધાભાસ! હવે શું થશે?

Gujarat Weather Upadate: હવામાન વિભાગ અને આગાહીકાર અંબાલાલ પટેલ બન્ને દ્વારા શિયાળા અંગે અલગ અલગ પ્રિડિક્શન આપવામાં આવ્યાં છે. જોકે, આ આગાહીઓ જાણીને શું ગુજરાતીઓની ચિંતા વધશે એ મોટો સવાલ છે. જાણો વિગતવાર...

Trending Photos

ઠંડી અંગે હવામાન વિભાગ અને અંબાલાલની આગાહીમાં વિરોધાભાસ! હવે શું થશે?

Gujarat Weather Forecast: શું હજુ પણ વરસાદ પડી શકે ખરાં? ક્યારથી થશે વિધિવત શિયાળાની શરૂઆત? શું હવે શિયાળા શરૂ થઈ ગયો કહેવાય? ખરી ઠંડી ક્યારથી શરૂ થશે? સામાન્ય રીતે આવા અનેક સવાલો હાલ મોટાભાગના લોકોના મનમાં આવતા હોય છે. ત્યારે આવો જાણીએ હવામાન વિભાગ અને આગાહીકાર અંબાલાલ પટેલે શિયાળા અને ઠંડીની આખી સિઝન અંગે શું અનુમાન લગાવ્યું છે શું આગાહી કરી છે.

ગુજરાતમાં શિયાળાની શરૂઆતના એંધાણઃ
ગુજરાતી હિન્દુ કેલેન્ડર અનુસાર નવા વર્ષે એટલે કે કારતક મહિનાની શરૂઆતથી ઠંડીની શરૂ થાય છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા પણ અગાઉ નવેમ્બર માસથી ઠંડીની શરૂઆત થશે તેવી માહિતી પ્રસારિત કરવામાં આવી હતી. જેને પગલે છેલ્લા બે દિવસથી ગુજરાત રાજ્યના મોટાભાગના જિલ્લાઓનું લઘુત્તમ તાપમાન સામાન્યથી નજીક પહોંચ્યું છે.

Add Zee News as a Preferred Source

ઠંડી અંગે શું કહે છે અંબાલાલ પટેલ?
હજુ પણ ઠંડી માટે ગુજરાતીઓએ જોવી પડશે રાહ
હાલમાં ગરમીનો અનુભવ થશે
આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી
22 નવેમ્બર પછી ઠંડી પડવાની આગાહી
ડિસેમ્બરમાં ઠંડીનું પ્રમાણ વધશે

અમદાવાદ શિયાળો શરૂ થતા પહેલાં વધ્યું પ્રદુષણનું સ્તરઃ
શિયાળાની શરૂઆત થાય તે પહેલા પ્રદુષણનું વધતું સ્તર ચિંતજનક 
CPCB ના આંકડા મુજબ અમદાવાદના એક પણ સ્થળની હવા ચોખ્ખી નહી 
શહેરમાં હવાનું પ્રદુષણ ચેક કરતા આઠ સ્ટેશનો પર હવા અનહેલ્થી 
ચાંદખેડામાં PM 10 179 નોંધાયું 
ગયાસપુર PM 10 149 નોંધાયું 
મણિનગર PM 10 159 નોંધાયું 
રાયખડમાં PM 10 144 નોંધાયું 
રાખીયાલમાં PM 10 181 નોંધાયું 
બોપલમાં PM 10 103 નોંધાયું 
સેટેલાઇટમાં PM 10 112 નોંધાયું

મહત્ત્વનું છેકે, છેલ્લા કેટલાક દિવસોની સરખામણીએ દિવસ અને દિવસે લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. અમદાવાદ સહિતના જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાન ઘટતા શિયાળાની શરૂઆત થઈ હોય તેવો અનુભવ શહેરીજનોને થઈ રહ્યો છે. આ સાથે જ મહત્તમ તાપમાનમાં પણ એકથી બે ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાયો છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news