Super 30 Box Office પર હિટ, રિતિક રોશને લીધા આનંદ કુમારના આશીર્વાદ

સુપર 30 ફિલ્મ બોક્સ ઓફિસ પર પોતાનો જાદુ બતાવી રહી છે. આ સંજોગોમાં ગુરૂપૂર્ણિમા પર્વ પર અભિનેતા રિતિક રોશને આનંદ કુમારના આશીર્વાદ લીધા હતા અને કહ્યું કે, સંઘર્ષના દિવસોમાં જીવન કેવી રીતે જીવી શકાય એ કલા આનંદ સર પાસેથી શીખવા જેવી છે. 

Super 30 Box Office પર હિટ, રિતિક રોશને લીધા આનંદ કુમારના આશીર્વાદ

નવી દિલ્હી: સુપર 30 ગુરૂ આનંદ કુમારના જીવન પર બનેલી ફિલ્મ સુપર 30 ના હિરો રિતિક રોશને ફિલ્મની સફળતા બાદ આનંદ કુમારને પગે લાગી આશીર્વાદ લેતાં કહ્યું કે, ગુરૂ પૂર્ણિમાના દિવસે આ મોટા ગુરૂના આશીર્વાદ મેળવી હું ધન્યતા અનુભવું છું. ફિલ્મના પ્રમોશન માટે પટના આવેલા રિતિકે અહીં કહ્યું કે, એમના જીવનની સૌથી સુંદર ફિલ્મ સુપર 30 જ છે. ફિલ્મમાં ન માત્ર આનંદ કુમારના પાત્રની ભૂમિકા ભજવવી મોટી વાત છે પરંતુ આ દરમિયાન એમનાથી ઘણું બધુ શીખવા પણ મળ્યું છે. 

રિતિક રોશને વધુમાં કહ્યું કે, સંઘર્ષના દિવસોમાં જીવન જીવવાની કળા અને ખરાબ સ્થિતિમાં પોતાની જાતને ટકાવી ઉપર લાવવી એ આનંદ સર પાસેથી શીખવા જેવું છે. આજે હું મારા બે પુત્રોને પણ આનંદ સર પાસેથી શીખવા માટે કહું છું. બિહાર અંગે પુછાયેલા સવાલ અંગે રિતિકે કહ્યું કે, બિહારી ભાષા શીખવા માટે મેં ઘણી મહેનત કરી છે, બિહાર આવી હું ધન્ય થઇ ગયો છું. મને લાગે છે કે ગત જન્મમાં હું બિહારી હતો. 

— Hrithik Roshan (@iHrithik) July 16, 2019

આ અવસરે આનંદ કુમારે રિતિક રોશનના અભિનયના સારા વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે, રિતિક રોશને આનંદના જીવનને જીવંત કર્યું છે. ફિલ્મ જોઇને હું જાતે ભાવુક થઇ જાઉં છું. સુપર 30 ગત સપ્તાહે સમગ્ર દેશમાં રિલીઝ થઇ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news