વર્ષ 2019નું અંતિમ ચંદ્રગ્રહણ થયું પૂર્ણ, હવે પછી છેક 2021માં જોવા મળશે

વર્ષ 2019નું અંતિમ ચંદ્રગ્રહણ (Lunar Eclipse 2019) પૂર્ણ થઇ ગયું છે અને હવે પછી બીજું ચંદ્રગ્રહણ છેક 2021માં જોવા મળશે. આ વખતનો ચંદ્રગ્રહણ પર દુર્લભ સંયોગ બન્યો હતો જે 149 વર્ષ પહેલા 12 જુલાઈ 1870ના રોજ ગુરૂપુર્ણિમા પર બન્યો હતો.

Updated By: Jul 17, 2019, 10:48 AM IST
વર્ષ 2019નું અંતિમ ચંદ્રગ્રહણ થયું પૂર્ણ, હવે પછી છેક 2021માં જોવા મળશે
ફોટો સાભાર: ANI

નવી દિલ્હીઃ વર્ષ 2019નું અંતિમ ચંદ્રગ્રહણ (Lunar Eclipse 2019) પૂર્ણ થઇ ગયું છે અને હવે પછી બીજું ચંદ્રગ્રહણ છેક 2021માં જોવા મળશે. આ વખતનો ચંદ્રગ્રહણ પર દુર્લભ સંયોગ બન્યો હતો જે 149 વર્ષ પહેલા 12 જુલાઈ 1870ના રોજ ગુરૂપુર્ણિમા પર બન્યો હતો. મોડીરાતે 1.31 વાગ્યે ચંદ્રગ્રહણ શરૂ થયું હતું જે સવારે 4.30 પૂર્ણ થયું હતું. ત્યારે આ ચંદ્રગ્રહણને દૂર્લભ અને ઐતિહાસિક માનવામાં આવે છે.

ભારતીય સમય અનુસાર આ ગ્રહણ 16 જુલાઈની રાત્રે 1.31 કલાકે શરૂ થઇ અને 17 જુલાઈના રોજ સવારે 4.30 કલાકે સમાપ્ત થગું હતું. ચાલુ વર્ષનું આ અંતિમ ચંદ્રગ્રહણ હતું. આ ચંદ્રગ્રહણ ત્રણ કલાક ચાલ્યુ હતું. આ આંશિક ચંદ્રગ્રહણ સમગ્ર ભારતમાં જોવામાં આવ્યું હતું. ચંદ્રગ્રહણની આ ખગોળીય પ્રક્રિયામાં રસ ધરાવતા લોકો માટે આ ખાસ તક હતી.

દુનિયામાં ક્યાં-ક્યાં દેખાયું ચંદ્રગ્રહણ? 
ભારત, ઓસ્ટ્રેલિયા, એશિયાના ઉત્તર-પૂર્વ સિવાયનો ભાગો, આફ્રિકા, યુરોપ, ઉત્તર અને દક્ષિણ અમેરિકાના મોટો ભાગ આ ચંદ્રગ્રહણ જોવા મળ્યું હતું.

ચંદ્રગ્રહણ ક્યારે સર્જાય છે?
ચંદ્રગ્રહણ એ ખગોળિય સ્થિતીને કહે છે, જ્યારે ચંદ્ર પૃથ્વીની બરાબર પાછળ તેની પડછાયામાં આવી જાય છે. આ સમયે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર લગભગ એક જ સીધી રેખામાં આવી જાય છે. ગ્રહણ દરમિયાન ચંદ્રની સપાટી પર પૃથ્વીની સપાટીના વચ્ચેના ભાગનો પડછાયો પડે છે, જેને 'અંબ્ર (Umbra)' કહે છે. ચંદ્રના જે ભાગમાં પૃથ્વીના બહારના ભાગનો પડછાયો પડે છે તેને 'પિનમ્બ્ર (Penumbra)' કહે છે. ચંદ્રગ્રહણ દરમિયાન ચંદ્રનો મોટો ભાગ પૃથ્વીથી ઢંકાઈ જતો હોય છે.

વૈજ્ઞાનિક માન્યતા
ગ્રહણ દરમિયાન વાતાવરણમાં નકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. આ દરમિયાન પારજાંબલી કિરણો નિકળે છે, જે એન્ઝાઈન સિસ્ટમને પ્રભાવિત કરે છે. આથી ગ્રહણ દરમિયાન સાવચેતી રાખવાની હોય છે. આ સમયે ચંદ્ર પૃથ્વીની તદ્દન નજીક હોય છે, જેના કારણે ગુરુત્વાકર્ષણનો સૌથી વધુ પ્રભાવ પડે છે. આ કારણે જ સમુદ્રમાં ભરતી આવે છે.

પ્રાચીન માન્યતા
જ્યોતિષશાસ્ત્ર અનુસાર રાહુ, કેતુને અનિષ્ટકારક ગ્રહ માનવામાં આવ્યા છે. ચંદ્રગ્રહણના સમયે રાહુ અને કેતુની છાયા સૂર્ય અને ચંદ્ર પર પડે છે. આ કારણે સૃષ્ટિ આ દરમિયાન અપવિત્ર અને દુષિત થઈ જાય છે. આ ઉપરાંત એક એવી માન્યતા છે કે, ચંદ્રગ્રહણ દરમિયાન મંત્રોનો જાપ કરીને તેના પ્રભાવને ઘટાડી શકાય છે. ગ્રહણ પુરું થઈ ગયા પછી લોકો સ્નાન કરીને ગંગાજળથી ઘરની શુદ્ધિ કરતા હોય છે. ગ્રહણકાળને અશુભ માનવામાં આવે છે.  

જુઓ Live TV:- 

દેશના અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો...