Jungle News

સિંહ દર્શન માટે ખુલ્લું કરાયું ગીરનું જંગલ
ગીર અભયારણ્ય (Gir Santuary) આજથી સહેલાણીઓ માટે ખુલ્લું મૂકાયા છે. ગીરના રાજા એવા સિંહ (Gir Lions)નું વેકેશન પુરું થતાં આજથી પ્રવાસીઓ માટે ગીરના દરવાજા ખુલી જશે. ચોમાસાના ચાર મહિના વન્ય પ્રાણીઓ (Wildlife) નો સંવનનનો સમય હોવાને કારણે તેમને એકાંત પૂરું પાડવા માટે પ્રતિ વર્ષ આ સમયગાળા દરમિયાન ગીર અભયારણ્યને પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવતું હોય છે. ત્યારે જથી પ્રવાસીઓ સિંહના દર્શન (Gir Forest) કરી શકશે. નાયબ વન સંરક્ષક ડૉ. મોહન રામે લીલી ઝંડી આપી સફારી જિપ્સીને જંગલમાં રવાના કરી હતી. ત્યારે આ વર્ષની ગીર ટુરના ખાસિયત એ રહેશે કે, આ વખતે જંગલમાં પ્લાસ્ટિક લઈ જવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. આ માટે વન વિભાગ તરફથી પાણીની બોટલ આપવામાં આવશે.
Oct 16,2019, 10:54 AM IST

Trending news