ketan inamdar

બરોડા ડેરીના વિવાદનું સુખદ સમાધાન, દૂધ ઉત્પાદકોને દશેરા પર ચૂકવાશે રકમ

સવારથી ગાંધીનગરમાં બરોડા ડેરી (baroda dairy) મુદ્દે ચાલી રહેલા ધમધમાટની મડાગાંઠ ઉકેલાઈ છે. છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા બરોડા ડેરી વિવાદમાં સુખદ સમાધાન થયું છે. આખરે દૂધ ઉત્પાદકોને હિતમાં દશેરા પર 18 કરોડ અને બાદમાં 9 કરોડની ચૂકવણીની જાહેરાત કરાઈ છે. આ મુદ્દે સીઆર પાટીલે ધારાસભ્યો, ડેરીના સભાસદો વચ્ચે બેઠક યોજી હતી. જેનુ સુખદ સમાધાન આવ્યું છે.  

Sep 22, 2021, 02:24 PM IST

બરોડા ડેરીના વિવાદ મામલે સીઆર પાટીલ એક્શનમાં, આવતીકાલ સુધીમાં લેવાઈ શકે છે મોટો નિર્ણય

વડોદરાની બરોડા ડેરીમાં પશુપાલકોને વધુ ભાવફેર આપવા મામલે ડેરીના શાસકો અને ભાજપના ધારાસભ્યો સામ-સામે આવી ગયા છે. આજે રાત્રે ડેરીના તમામ ડિરેકટરો સાથે સાંસદ, જિલ્લા ભાજપ પ્રમુખ, જિલ્લા ભાજપ પ્રભારી મુલાકાત કરશે

Sep 21, 2021, 01:51 PM IST

બરોડા ડેરીના સત્તાધિશો પર મને વિશ્વાસ નથી, અમારો હલ્લાબોલ કાર્યક્રમ યથાવત: કેતન ઇનામદાર

વડોદરા જિલ્લાના ચાર ધારાસભ્યો કેતન ઈનામદાર, અક્ષર પટેલ, મધુ શ્રીવાસ્તવ અને શૈલેષ મહેતા આજથી બરોડા ડેરીના શાસકો સામે આંદોલન સાથે બે દિવસના પ્રતિક ધરણા કરવાના હતા પરંતુ વડોદરા મકરપુરા પોલીસે તેમને પ્રતિક ધરણાની મંજૂરી આપી ન હતી

Sep 21, 2021, 12:52 PM IST

દુખે છે પેટ અને કુટે છે માથુ! 'હપ્તો' નહી મળવાના કારણે ધારસભ્યોએ બરોડા ડેરી સામે બાંયો ચડાવી?

બરોડા ડેરીના વિવાદને લઈ આજે ફરી એકવાર ડેરીના શાસકો, ધારાસભ્યો અને જિલ્લા ભાજપના મોવડી મંડળ વચ્ચે બેઠક થઈ હતી. જો કે આ બેઠકમાં સમાધાન ના થતાં ધારાસભ્યોએ ડેરી સામે પશુપાલકો સાથે ગુરુવારે હલ્લાબોલ કરવાનો નિર્ણય કર્યો છે.

Sep 20, 2021, 05:40 PM IST

બરોડા ડેરીનો ફરી વકર્યો વિવાદ, ધારાસભ્ય કેતન ઈનામદારે ફરી એકવાર માંડ્યો મોરચો

બરોડા ડેરીનો વિવાદ ફરી વકર્યો છે. એકવાર સમાધાન થયા બાદ સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે ફરી એકવાર મોરચો માંડ્યો છે. પશુપાલકોને ભાવફેરની રકમ ન ચૂકવવામાં આવતા કેતન ઈનામદારે ફરી આંદોલન શરૂ કર્યું છે

Sep 20, 2021, 11:39 AM IST

ધારાસભ્ય કેતન ઈનામદાર અને દિનુમામા વચ્ચે કઈ રીતે થયું સમાધાન? જાણો શું છે બરોડા ડેરી વિવાદનું મૂળ

બરોડા ડેરીમાં પશુ પાલકોના હિતના મામલે સાવલી બેઠકથી ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદાર અને ડેરીના ચેરમેન દિનુ મામા વચ્ચે ગજગ્રાહ સર્જાયો હતો. જોકે ભાજપ મોવડી મંડળે મધ્યસ્થી કરતા હાલ ઉકળતા ચરુ પર ટાઠું પાણી રેડીને મામલો શાંત કરવાનો પ્રયાસ કર્યો છે. જોકે, આ આખીય બબાત પશુપાલકોના હિત માટેની છેકે, પછી વર્ષ 2022માં યોજાનારી આગામી વિધાનસભાની ચૂંટણી માટેની તે પણ એક મોટો સવાલ છે. એજ કારણછેકે, હાલ રાજકીય વર્તુળોમાં આ મુદ્દો ભારે ચર્ચામાં છે.

Sep 7, 2021, 02:34 PM IST

ઇનામદારનું ઇમાનદાર નિવેદન: સંવેદનશીલ મુખ્યમંત્રી લોકડાઉન અંગે વિચારે, ઇન્જેક્શન લોકો બ્લેકમાં ખરીદવા મજબુર

જિલ્લાના સાવલી ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારે મુખ્યમંત્રી રૂપાણીને પત્ર લખીને ગ્રામ્ય વિસ્તારોની હોસ્પિટલોમાં ઓક્સિજન અને રેમડેસિવર જથ્થો પુરો પાડવાનીમાંગ કરી છે. વડોદરા શહેર તથા ગ્રામ્ય વિસ્તારની હોસ્પિટલોને કેટેગરીમાં વહેંચીને ઓક્સિજન પુરવઠ્ઠો બંધ કરી દીધો છે. આ નિર્ણય પરત ખેંચવા માટેની માંગ કરી છે. આ ઉપરાંત રેમડેસિવિર અને ટોસિલિઝુમેમબ નામના બે ઇન્જેક્શનની કાળા બજારી બંધ કરવા માટેની રજુઆત પણ સરકારમાં કરી છે. 

Apr 26, 2021, 05:48 PM IST

વડોદરા: સાવલીના MLA કેતન ઇનામદાર બાદ તેમનો પરિવાર કોરોના સંક્રમિત, 4 લોકોનો રિપોર્ટ પોઝિટિવ

સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર બાદ હવે તેના પુત્ર અક્ષય ઇનામદારનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. કેતન ઇનામદારના ભત્રીજા સહિત 2 સભ્યોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ ઉપરાંત ઇનામદારનાં ડ્રાઇવરનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. હાલ તેમના સમગ્ર પરિવારનાં લોકોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

Jul 24, 2020, 04:24 PM IST
Special talk with ketan inamdar PT4M44S

ભાજપના નેતા કેતન ઇનામદાર સાથે ખાસ વાતચીત

ભાજપના નેતા કેતન ઇનામદાર સાથે ખાસ વાતચીત

Mar 18, 2020, 06:45 PM IST

ભાજપથી નારાજ ધારાસભ્ય કેતન ઈનામદાર ગૃહમાં બોલવા ઉભા થયા, તો કોંગ્રેસે કર્યો કટાક્ષ

વિધાનસભામા થોડા સમય પહેલા નારાજ થયેલ કેતન ઇનામદાર ગૃહમાં બજેટ મામલે બોલવા ઉભા થયા હતા. ત્યારે કૉંગ્રેસનાં ધારાસભ્યોએ કેતન ઇનામદારને કહ્યું કે, તમારી નારાજગીનું શું થયું. ત્યારે આ આ દરમિયાન વિધાનસભા અધ્યક્ષે કૉંગ્રેસનાં ધારાસભ્યોને કટાક્ષમાં જવાબ આપ્યો હતો કે, કેતનભાઈ લોઇચુંબક જેવા છે. આપનામાંથી કોઈને આ બાજુ લઇ જશે.

Mar 4, 2020, 04:54 PM IST
Special Talk with MLA Ketan Inamadar PT5M9S

નારાજ ધારાસભ્ય કેતન ઇનામદાર સાથે ખાસ વાતચીત

નારાજ ધારાસભ્ય કેતન ઇનામદાર સાથે ખાસ વાતચીત

Feb 18, 2020, 05:55 PM IST
BJP MLA Ketan Inamadar write letter to CM PT6M55S

ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદાર નારાજ, લખ્યો સીએમને કાગળ

ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદાર નારાજ, લખ્યો સીએમને કાગળ

Feb 18, 2020, 11:50 AM IST

સાંસદ મનસુખ વસાવાએ સરકાર સામે બાંયો ચઢાવી, ચોખ્ખા શબ્દોમાં કહ્યું-અમે સરકારને ખુલ્લા પાડીશું....

કેતન ઈનામદાર (Ketan Inamdar), મધુ શ્રીવાસ્તવ (Madhu Shrivastav) બાદ હવે ભાજપના વધુ એક નારાજ નેતાની નારાજગી સામે આવી છે. ભાજપના સાંસદ મનસુખ વસાવા (Mansukh Vasava) હવે ભાજપ સરકારથી નારાજ છે. મનસુખ વસાવાએ ભાજપ સરકાર પર આરોપ મૂકતા કહ્યું કે, ગુજરાતમાં અધિકારીઓનું જ રાજ ચાલે છે. સરકાર જેની પણ હોય આદિવાસીઓ માટે અમે લડી લઈશું. આ માટે રાજ્યના તમામ આદિવાસીઓએ ભેગા થવુ પડશે. સરકારને અમે ખુલ્લા પાડીશું. 

Jan 28, 2020, 05:00 PM IST

નારાજ નેતાઓના લિસ્ટમાં વધુ એક નામ ઉમેરાયું, પૂર્વ ગૃહમંત્રીએ અધિકારીઓની ઢીલી નીતિ પર સવાલ ઉઠાવ્યો

રાજ્યમાં વહીવટી તંત્રથી ધારાસભ્યોની નારાજગીનો સીલસીલો શરૂ થયો છે. પહેલા કેતન ઈનામદાર, પછી મધુ શ્રીવાસ્તવ બાદ હવે ભાજપના વધુ એક આગેવાન નેતાની તંત્ર સામે નારાજગી સામે આવી છે. પૂર્વ ગૃહમંત્રી મહેન્દ્રભાઈ ત્રિવેદીએ કંસારા પ્રોજેકટ અંગે તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી છે. પોતાના કાર્યકાળ સમયે કંસારા શુદ્ધિકરણ પ્રોજેકટ હાથ ધરાયો હતો. પરંતુ આ પ્રોજેક્ટમાં આજદિન સુધી કોઈ સંતોષજનક કામ નથી કરાયું. ત્યારે અધિકારીઓની ઢીલીનીતિને કારણે કામ અટક્યું છે તેવું મહેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું છે.

Jan 25, 2020, 10:23 AM IST
EDITOR'S POINT: Legislator Is Angry With The Officer In Every District PT23M57S

EDITOR'S POINT: શું દરેક જિલ્લામાં અધિકારીઓથી નારાજ છે ધારાસભ્યો?

આજે વાત કરીશું ભાજપના વાઘોડિયાના ધારાસભ્ય દબંગ મધુ શ્રીવાસ્તવની... વિકાસના નામે ભલે ભારતીય જનતા પાર્ટીએ દેશ અને ગુજરાતમાં પોતાનું શાસન ટકાવી રાખ્યું હોય.. પરંતુ આજે તે સ્થિતિનું નિર્માણ થયું છે.. જેના પરથી લાગે છેકે ભાજપ સરકારમાં ધારાસભ્યો જ વિકાસથી વંચિત રહી ગયા છે... સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારના મનામણાં પછી વાઘોડિયાના ધારાસભ્ય થઈ ગયા છે નારાજ... શું તેમને પણ અધિકારીઓ અને મંત્રીઓ સાથે થઈ ગઈ છે નારાજગી?..કેમ ફરી એકવાર મધુ શ્રીવાસ્તવે સરકાર સામે બાંયો ચડાવી?... જોઈશું આજના એડિટર્સ પોઈન્ટમાં...

Jan 24, 2020, 10:45 PM IST
Samachar Gujarat: Madhu Srivastava Clashed With Media PT19M48S

સમાચાર ગુજરાત: સરકાર સામે પણ મધુ શ્રીવાસ્તવે ચઢાવી બાંયો

વડોદરા માં એક બાદ એક ભાજપ ના ધારાસભ્યો નારાજ થઈ રહ્યા છે... સાવલી બાદ વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ નારાજ થયા રાજકીય ભૂકંપ સર્જાયો છે... મધુ શ્રીવાસ્તવ એ અધિકારીઓ કામ ન કરતા હોવાથી મારવાની ધમકી આપી સાથે જ મીડિયા કર્મી સાથે દાદાગીરી કરતા વધુ વિવાદ વકર્યો છે...

Jan 24, 2020, 09:45 PM IST

સાતમા આસમાને પહોંચ્યો મધુ શ્રીવાસ્તવનો ગુસ્સો, મીડિયા કર્મી સાથે કરી હાથાપાઈ, તો ભાજપે લાલ આંખ કરી

શુક્રવારની સવારથી વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ (Madhu Shrivastav) ચર્ચાના ચગડોળે ચગ્યા છે. પહેલા તો તેમણે ગાંધીનગરમાં બેસેલા અધિકારીઓને લાફો મારવાની વાત કરી હતી, અને બાદમાં મીડિયા કર્મચારીઓ સાથે અયોગ્ય વર્તન કર્યું હતું. મધુ શ્રીવાસ્તવે મીડિયા કર્મી સાથે હાથાપાઈ કરી હતી. ગુસ્સામાં આવીને પોતાનું કન્ટ્રોલ ગુમાવી ચૂકેલા મધુ શ્રીવાસ્તવે મીડિયા કર્મચારીનો કેમેરો છીનવી લેવાનો પણ પ્રયાસ કર્યો હતો. એટલું જ નહિ, આટલે ન અટક્યા હોય તેમ પોતાની દબંગાઈ દાખલીને અપશબ્દોનો મારો ચલાવ્યો હતો. 

Jan 24, 2020, 03:25 PM IST

સાચું કોણ અને ખોટું કોણ? વડોદરાના બાહુબલી નેતા મધુ શ્રીવાસ્તવ કે પછી મહેસૂલ મંત્રી...

આજે સવારથી ભાજપમાં ભૂકંપ જેવી પરિસ્થિતનું નિર્માણ થયું છે. વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે સરકારી અધિકારી પર આરોપ મૂક્યો છે કે, તેમના કામ અટકાવી દેવાયા છે. જો કામ નહિ થાય તો હું રાજીનામુ આપીશ. તો બીજી તરફ, મહેસૂલ વિભાગના મંત્રી આ સમગ્ર મુદ્દે કહ્યું કે, તે તળાવ પર બાંધકામમે લઈ હાઈકોર્ટે સ્ટે આપ્યો છે,,,આ મેટર હાઈકોર્ટમાં છે. ત્યારે આ સમગ્ર મામલે કોણ સાચું છે અને કોણ ખોટું છે તે જોવું રહ્યું. પરંતુ એ વાત તો સ્પષ્ટ છે કે નેતાઓની સરકાર પ્રત્યે હાડોહાડ નારાજગી છે. 

Jan 24, 2020, 11:28 AM IST

ભાજપથી નારાજ મધુ શ્રીવાસ્તવે ગુસ્સામાં આવીને કરી લાફા મારવાની વાત... જુઓ શું કહ્યું...

વડોદરામાં ભાજપના વધુ એક ધારાસભ્ય સરકારથી નારાજ છે. વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે કામને લઈને અધિકારી સામે નારાજગી વ્યક્ત કરી છે. તેઓ મહેસૂલ મંત્રાલયથી નારજ છે. મહેસૂલ મંત્રાલયમાં ફાઈલ પેન્ડિંગ હોવાથી અલગ-અલગ વિકાસના કામો ના થતા હોવાથી તેઓએ રાજીનામાની ચીમકી આપી હતી. 

Jan 24, 2020, 10:06 AM IST