ધારાસભ્ય કેતન ઈનામદાર અને દિનુમામા વચ્ચે કઈ રીતે થયું સમાધાન? જાણો શું છે બરોડા ડેરી વિવાદનું મૂળ

બરોડા ડેરીમાં પશુ પાલકોના હિતના મામલે સાવલી બેઠકથી ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદાર અને ડેરીના ચેરમેન દિનુ મામા વચ્ચે ગજગ્રાહ સર્જાયો હતો. જોકે ભાજપ મોવડી મંડળે મધ્યસ્થી કરતા હાલ ઉકળતા ચરુ પર ટાઠું પાણી રેડીને મામલો શાંત કરવાનો પ્રયાસ કર્યો છે. જોકે, આ આખીય બબાત પશુપાલકોના હિત માટેની છેકે, પછી વર્ષ 2022માં યોજાનારી આગામી વિધાનસભાની ચૂંટણી માટેની તે પણ એક મોટો સવાલ છે. એજ કારણછેકે, હાલ રાજકીય વર્તુળોમાં આ મુદ્દો ભારે ચર્ચામાં છે.

Updated By: Sep 7, 2021, 02:34 PM IST
ધારાસભ્ય કેતન ઈનામદાર અને દિનુમામા વચ્ચે કઈ રીતે થયું સમાધાન? જાણો શું છે બરોડા ડેરી વિવાદનું મૂળ

હાર્દિક દીક્ષિત/વડોદરા: બરોડા ડેરીમાં પશુ પાલકોના હિતના મામલે સાવલી બેઠકથી ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદાર અને ડેરીના ચેરમેન દિનુ મામા વચ્ચે ગજગ્રાહ સર્જાયો હતો. જોકે ભાજપ મોવડી મંડળે મધ્યસ્થી કરતા હાલ ઉકળતા ચરુ પર ટાઠું પાણી રેડીને મામલો શાંત કરવાનો પ્રયાસ કર્યો છે. જોકે, આ આખીય બબાત પશુપાલકોના હિત માટેની છેકે, પછી વર્ષ 2022માં યોજાનારી આગામી વિધાનસભાની ચૂંટણી માટેની તે પણ એક મોટો સવાલ છે. એજ કારણછેકે, હાલ રાજકીય વર્તુળોમાં આ મુદ્દો ભારે ચર્ચામાં છે.

બે લાખ દુધ ઉત્પાદકો ની મહેનત થી ચાલતી બરોડા ડેરી મા છેલ્લા ચાર દિવસ થી રાજકીય ડ્રામાં સર્જાયો હતો સાવલી ના ધારાસભ્ય કેતન ઈનામદારે ભાજપ સાસિત બરોડા ડેરી મા પશુપાલકો નુ સોષણ થતુ હોવા ના આક્ષેપ સાથે 13 મુદ્દા નો પત્ર સહકાર મંત્રી ને લખ્યો હતો જેને લઈ ને ડેરી ના ચેરમેન દિનુ પટેલ સામે સીધા આક્ષેપો થયા હતા જોકે આખા મામલે જીલ્લા ભાજપ પ્રમુખ ,પ્રભારી અંને સાસદે મધ્યસ્થી કરી બંન્ને નેતાઓ ને સમજાવ્યા હતા અને સમાધાન થયુ છે  જોકે ડેરી ના વિરુધ્ધ મા રજુ થયેલા 14 મુદ્દા પૈકી પશુપાલકો ને ભાવ ફેર ના નાણા આવતી એજીએમ મા આપવા ની ખાત્રી આપી હોવા નો કેતન ઈનામદાર દાવો કર્યો છે સાથે જ પશુપાલકો ને લગતો કોઈ પણ મુદ્દો હશે તો દિનુ મામા સાથે બેસી ને ઉકેલશુ એવી વાત કરી છે.

કેતન ઈનામદારે ડેરી મા થતા ભ્રષ્ટ્રાચાર ને ઈજાગર કરી દીનુ પટેલ ની દુખતી નશ પર હાથ મુક્યો હતો જોકે બે દિવસ પહેલા ડેરી નુ સંચાલક મંડળ સાચુ હોવાનો હુકાર કરતા દિનુ પટેલ આજે ઠંડા પડેલા દેખાતા હતા અને  કેતનભાઈ એ જે રજુઆત કરી છે તેની તપાસ કરાવવાની ખાત્રી પણ આપી હતી જોકે દિનુ પટેલ કેતનભાઈ એ રજુ કરેલા 14 મુદ્દા બાબતે ખુલી ને બોલ્યા નથી પણ મોડીઓ ની સમાધાન ફોલમ્યુલા ને માન્ય રાખી છે જોકે અને પશુપાલકો ના હિત ની ચિતા કરીશુ એવુ કહ્યુ છે જોકે કોગ્રેસ ના ડીરેક્ટરો સહિત ડેરી ના નિયામક મંડળ ને કેવી રીતે સાથે રાખશો તેવા સવાલ મા જણાવ્યુ કે હુ ડેરી નો પ્રમુખ છુ એટલે તમામ ડીરેક્ટરો મારી વાત સાથે સહમત થશે.

ડેરીના આખા વિવાદ નુ મુળ ડેરી ના સાવલી ડેસર ના ડીરેક્ટર કુલદીપસિંહ રાઉલજીએ સાવલી વિસ્તાર મા સરુ કરેલી વિધાનસભા ની ચુટણી ની તૈયારીઓ માવનવામા આવે છે જોકે આજે થયેલુ સમાધાન પશુ પાલકો નુ હિત કરશે કે વિધાનસભા ની ચુટણી ના રાજકીય ચોગઠા ગોઠવી આપશે તે આગામી સમય બતાવશે.