leadership

ગુજરાત સરકારમાં સબ સલામત, હાલ નેતૃત્વ પરિવર્તનની કોઇ જ શક્યતા નહી

ગુજરાતના રાજકારણમાં છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલી રાજકીય અટકળોનો હાલ પૂરતો અંત આવ્યો છે. ભાજપ સંગઠન અને સરકારના સુત્રોનો દાવો છે કે, હાલ પૂરતું ગુજરાત સરકારમાં નેતૃત્વ પરિવર્તન નહીં થાય. પ્રદેશ પ્રભારીના અચાનક ગુજરાત પ્રવાસથી નેતૃત્વ પરિવર્તનની અટકળોને રાજકીય વેગ મળ્યો હતો.

Jun 15, 2021, 09:48 PM IST
Desh Pradesh: Koli Samaj Was Offended By Congress Leadership PT26M12S

દેશ પ્રદેશ: કોંગ્રેસની નેતાગીરીથી કોળી સમાજ નારાજ

કોંગ્રેસની નેતાગીરીથી કોળી સમાજ નારાજ જોવા મળી રહ્યો છે. લીંબડીના ધારાસભ્ય સોમાભાઈ પટેલનું ચોંકાવનારું નિવેદન આપતા જણાવ્યું હતું કે, કોંગ્રેસમાં કોળી સમાજનું પ્રભુત્વ ઘટ્યું છે. રાજ્યસભામાં કોળી સમાજને ટીકીટ આપવા અહમદભાઈ પટેલને રજુઆત કરી છે.

Mar 11, 2020, 10:10 PM IST

દ્રોપદી હોય કે સીતા દરેકની એક જ પ્રકારની છબી રજૂ કરવામાં આવે છે: રાણા સફવી

શી ધ પીપલે ફિક્કી ફ્લો, અમદાવાદની ભાગીદારીમાં શહેરમાં વીમેન રાઈટર્સ ફેસ્ટિવલ, 2018ની સૌપ્રથમ આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કલ્પના મોરપરિયા, સુધા મેનન, મલ્લિકા દુઆ, સોનુ ભસિન, ગાયત્રી રંગાચારી શાહ, અનૈતા અડાજણીયા, રાણા સફવી, ઈરા મુખોટી, સાવી શર્મા, શૈલી ચોપરા, કિરણ મનરાલ તથા સબા નક્વી જેવા જાણીતાં મહિલા વક્તાઓ સહિત અન્યોએ પોતાના અનુભવો રજૂ કર્યાં હતા. મહિલા લેખિકાઓ તથા શહેરના વાચકો માટે એકબીજા સાથે સંવાદ સાધવા અને તેમની સાથે ચર્ચા કરવા માટે આ ઈવન્ટ એક યોગ્ય મંચ બની રહ્યો હતો.

Dec 19, 2018, 04:04 PM IST