lord jagganath

રામના નામે માગ્યા વોટ જગન્નાથ માટે મનમાં કેમ ખોટ?... આવા પોસ્ટર લાગ્યા અમદાવાદના ફેમસ રોડ પર....

રથયાત્રા ન યોજાઈ તેનો વિવાદ હજી શમ્યો નથી. અમદાવાદમાં આવેલા જજીસ બંગલો વિસ્તારમાં રથયાત્રા સંદર્ભે વિવાદાસ્પદ સ્ટીકરો જોવા મળ્યા છે. સ્ટીકરોના માધ્યમથી રથયાત્રા ન નીકાળી શકાઈ તેને લઈ રોષ પ્રગટ કરવામાં આવ્યો છે. ભાજપ સરકાર પર સીધા આક્ષેપ સ્ટીકરોના માધ્યમથી કરવામાં આવ્યા છે. ‘.....કર્યો વિશ્વાસઘાત, માફ નહિ કરે જગન્નાથ', 'રામના નામે માગ્યા વોટ જગન્નાથ માટે મનમાં કેમ ખોટ?', 'હિન્દુ ઠેકેદારોના રાજમાં મહંત કેમ માગે મોત' જેવા લખાણ સાથેના વિવિધ સ્ટીકરો રોડ પર વિવિધ સ્થળે ચોંટાડવામાં આવ્યા છે. 

Jun 30, 2020, 08:46 AM IST
lord jaggnath enter in temple after whole night wait outside in ahmedabad PT15M9S
Zee 24 kalak on rathyatra by gujarat highcourt PT41S

રથયાત્રાને લઈને ઝી 24 કલાકની સ્પષ્ટતા

Zee 24 kalak on rathyatra by gujarat highcourt

Jun 23, 2020, 02:35 PM IST
rathyatra will also not organize in surat city PT4M23S

સુરતમાં પણ ભગવાન જગન્નાથજીનો રથ નહિ નીકળે

rathyatra will also not organize in surat city

Jun 23, 2020, 12:35 PM IST
devotee of lord jagannath cried due to not organize rathyatra this year PT4M19S

રથયાત્રા ન નીકળતા રડી પડ્યા ભક્ત...

devotee of lord jagannath cried due to not organize rathyatra this year

Jun 23, 2020, 11:15 AM IST
gujarat cm vijay rupani did pahind vidhi before rathyatra 2020 in ahmedabad PT13M4S

રાજાધિરાજની જેમ આવીને સીએમ રૂપાણીએ કરી પહિંદ વિધિ, જુઓ video

gujarat cm vijay rupani did pahind vidhi before rathyatra 2020 in ahmedabad

Jun 23, 2020, 08:30 AM IST

અમદાવાદમાં રથયાત્રાના યોજવા અંગે હાઇકોર્ટના નિર્દેશ બાદ જ ગુજરાત સરકાર લેશે નિર્ણય 

અમદાવાદ ભગવાન જગન્નાથ રથયાત્રા (Rathyatra 2020) ને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. રથયાત્રા યોજવા કે ન યોજવા બાબતને લઇને હાઇકોર્ટના નિર્દેશ બાદ જ સરકાર નિર્ણય લેશે તેવું જણાવાયું છે. હાઇકોર્ટમાં રથયાત્રા ન યોજવા દાખલ થયેલી અરજી પર નિર્ણય બાદ જ સરકાર પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરશે. હાઇકોર્ટમાં સોમવારે રથયાત્રાના અયોજન બાબતે સુનવણી થશે. રથયાત્રા બાબતે સરકાર હાલ કોઈ બાબતે નિર્ણાયક નહિ બને. રથયાત્રા યોજવા કે ન યોજવા બાબતે બધો જ દારમોદાર હાઇકોર્ટનાં ફેસલા પર નિર્ભર રહેશે. 

Jun 20, 2020, 03:09 PM IST

અમદાવાદની જગન્નાથ રથયાત્રા કેન્સલ થઈ શકે છે : સૂત્ર

ઓડિશાના જગન્નાથ પુરી રથયાત્રા પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી છે. કોરોનાકાળમાં રથયાત્રાની મંજૂરી નથી. આ યાત્રા 23 જૂનના રોજ નીકળનારી ઓરિસ્સાની રથયાત્રાની લગભગ તમામ તૈયારીઓ પૂરી થઈ ગઈ હતી. પરંતુ હવે તેના આયોજન પર સુપ્રિમ કોર્ટે બ્રેક લગાવી છે. તો ગુજરાતમાં નીકળતી રથયાત્રા પર પણ તેની અસર થઈ શકે છે. રથયાત્રાને મંજૂરી ન આપવાની માંગ સાથે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. આ અરજીમાં અરજદાર રજૂઆત કરી છે કે, કોરોનાના સંકટને કારણે રથયાત્રાની મંજૂરી પર પ્રતિબંધ મૂકો. જો રથયાત્રાને મંજૂરી મળશે તો કોરોનાનો ચેપ ફેલાશે અને સ્થિતિ વધુ વકરશે. હાઈકોર્ટમાં કરાયેલા આ અરજી પર જલ્દીથી સુનવણી કરવાની માંગ પણ કરાઈ છે. ત્યારે સુનવણી આગામી દિવસોમાં હાથ ધરાશે.  

Jun 18, 2020, 02:32 PM IST

અમદાવાદમાં રથયાત્રા નીકળશે કે નહિ તે અંગે કોઈ નિર્ણય લેવાયો નથી : ગૃહરાજ્યમંત્રી

આ વર્ષે ભગવાન જગન્નાથ મંદિરની રથયાત્રા નીકળશે કે નહિ તે અંગે ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે, 20મી જૂનના રોજ નીકળનારી રથયાત્રા પરંપરાગત રીતે અમદાવાદ સહિત અનેક સ્થાનો ઉપર નીકળતી હોય છે. અમદાવાદ શહેર અને રથયાત્રાનો રૂટ ઉપર વધારે કોરોના પોઝિટિવ દર્દીઓ હતા, પણ રાજ્ય સરકારની સત્તાને કારણે તેમાં ઘટાડો કરવાની સફળતા મળી છે. જો રથયાત્રા કાઢવામાં આવે તો સોશિયલ જાળવવું અઘરું બને. તેમજ સૌથી વધારે અમદાવાદના કેસ છે. રથાયત્રાના રુટ પર કોરોનાના 1600 જેટલા કેસ હતા.  રથયાત્રાના માર્ગ ઉપર 25 જેટલા કન્ટેનમેન્ટ આવેલા છે. જો ધ્યાન રાખવામાં ન આવે તો ફરી પાછો કોરોના પોઝિટિવનો વધારો થવાની શક્યતા છે. રાજ્ય સરકારે સમગ્ર પરિસ્થિતિના અભ્યાસ કર્યા બાદ હાલના તબક્કે રથયાત્રાનો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં લઇને આ અંગે રાજ્ય સરકાર ટૂંક સમયમાં નિર્ણય કરશે.અમદાવાદ શહેરની અંદર કોરોના ઘટાડવાની અંદર જે સફળતા મળી છે, આપણે જીવ બચાવવા સફળ રહ્યા છે, તો હવે ફરી રોગનું સંક્રમણનો વ્યાપ ન થાય તે આધાર ઉપર જ નિર્ણય કરાશે. 

Jun 17, 2020, 02:03 PM IST