maharashtra assembly election 2019

Maharashtra: રાજકીય ઉથલપાથલ વચ્ચે CM ફડણવીસનો માસ્ટરસ્ટ્રોક!, ખેડૂતો માટે કરી મોટી જાહેરાત

મહારાષ્ટ્રમાં એકબાજુ જબરદસ્ત રાજકીય ઉથલપાથલ ચાલી રહી છે. ત્યાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ખેડૂત કાર્ડ ખેલ્યું છે. દેવેન્દ્ર ફડણવીસે રાજ્યના ખેડૂતોને મોટી રાહત આપી છે. તેમણે વરસાદથી પ્રભાવિત ખેડૂતો માટે 5380 કરોડ રૂપિયાની મંજૂરી આપી છે. આ અગાઉ ખેડૂતોના મુદ્દે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ડેપ્યુટી સીએમ અજિત પવારની સાથે બેઠક કરી. વરસાદ પ્રભાવિત ખેડૂતોને વધારાની સહાયતા અને સહાયતા માટેના વિભિન્ન ઉપાયો પર મુખ્યમંત્રીએ અજિત પવાર સાથે ચર્ચા કરી. 

Nov 25, 2019, 06:50 PM IST

શિવસેના, NCP અને કોંગ્રેસના 162 MLAએ કર્યું શક્તિ પ્રદર્શન, બળવો નહીં પોકારે તેના લીધા શપથ

શિવસેના, કોંગ્રેસ અને એનસીપી પોત પોતાના વિધાયકો પર નજર રાખી રહ્યાં છે. 

Nov 25, 2019, 06:09 PM IST

અજિત પવાર BJPની સાથે, છતાં શરદ પવાર કેમ NCPમાંથી નથી કરતા હકાલપટ્ટી? આ રહ્યાં 2 મુખ્ય કારણ

મરાઠા રાજકારણની એબીસીડી ભણાવનારા કાકા અને એનસીપી સુપ્રીમો શરદ પવારના નિર્ણય વિરુદ્ધ જઈને બળવો પોકારનારા મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ લાવી દેનારા અજિત પવાર હજુ પણ એનસીપીમાં છે જેણે બધા માટે કૂતુહૂલ સર્જ્યુ છે. આ બળવા બાદ આજે ત્રીજા દિવસે પણ અજિત પવારને મનાવવાના પ્રયત્નો ચાલુ જ  છે. આજે તેમને મનાવવા માટે એનસીપીના દિગ્ગજ નેતા છગન ભુજબળ પહોંચ્યા હતાં.

Nov 25, 2019, 03:49 PM IST

'શરદ પવારે જે કર્યુ હતું, તેવું જ અજિત પવારે તેમની સાથે કર્યું', જાણો કોણે કહ્યું?

એનસીપી ચીફ શરદ પવારના ભત્રીજા અજિત પવારનો બળવો 41 વર્ષ પહેલાની તે ઘટના સાથે જોડવામાં આવી રહ્યો છે જ્યારે શરદ પવારે કોંગ્રેસના નેતા વસંતદાદા પાટીલને ઝટકો આપતા પાર્ટી છોડી હતી. આ 1978ની વાત છે જ્યારે તેઓ જનતા પાર્ટીના સમર્થનથી માત્ર 37 વર્ષની ઉંમરમાં પ્રદેશના સીએમ બન્યા હતાં. અને કોંગ્રેસ જોતી રહી  ગઈ. હવે દિવંગત નેતા વસંદદાદા પાટિલના પત્ની શાલિની પાટીલે પણ શરદ પવાર પર નિશાન સાધતા કહ્યું કે તેમની સાથે 'જેવા સાથે તેવા' જેવી વાત થઈ છે. 

Nov 24, 2019, 11:45 PM IST

મહારાષ્ટ્ર: સરકાર બચાવવાની કવાયત, અજિત પવારે CM ફડણવીસ સાથે કરી મુલાકાત

​મહારાષ્ટ્ર(Maharashtra)ના રાજકારણમાં પળેપળ સ્થિતિ બદલાઈ રહી છે. મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવાર(Ajit Pawar) મોડી રાતે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ(Devendra Fadnavis)ને મળવા માટે તેમના નિવાસ સ્થાને પહોંચ્યાં. બંને નેતાઓ વચ્ચે લગભગ દોઢ કલાક સુધી વાતચીત ચાલી.

Nov 24, 2019, 11:11 PM IST

Maharashtra: આ પૂર્વ CMના માથે ફડણવીસની સરકાર બચાવવાની જવાબદારી, બહુમત ભેગુ કરી ઉતારશે 'કરજ'!

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી નારાયણ રાણે એ લોકોમાં સામેલ છે જેમને ભાજપે કોઈ પણ કિંમતે દેવેન્દ્ર ફડણવીસની સરકાર માટે બહુમતનો બંદોબસ્ત કરવા મોરચે લગાડ્યા છે. ભાજપના કોટામાંથી રાજ્યસભાના સાંસદ બનેલા રાણે આ મોરચે લાગવા પાછળનું એક કારણ એ છે કે તેઓ શિવસેના અને કોંગ્રેસમાં લાંબા સમય સુધી રહી ચૂકેલા છે

Nov 24, 2019, 10:16 PM IST

અજિત પવાર બાદ હવે NCP નેતા ધનંજય મુંડેએ ફોડ્યો 'ટ્વીટ બોમ્બ', જાણો શું કહ્યું?

મહારાષ્ટ્ર(Maharashtra)માં સત્તાનો રોમાંચક ખેલ ચાલી રહ્યો છે. આ બધા વચ્ચે આજે એકપછી એક મોટા દાવ પણ ખેલાતા જોવા મળી રહ્યાં છે. પહેલા ડેપ્યુટી સીએમ અજિત પવાર(Ajit Pawar)ના ટ્વીટ બોમ્બ ત્યારબાદ શરદ પવારનો વળતો જવાબ અને હવે ધનંજય મુંડે(Dhananjay Munde)ની ટ્વીટ. એનસીપી(NCP) નેતા ધનંજય મુંડેએ ટ્વીટ કરીને કહ્યું છે કે તેઓ શરદ પવાર(Sharad Pawar) સાથે છે. મુંડેએ એમ પણ કહ્યું છે કે તેમના અંગે કોઈ અફવાઓ ફેલાવવામાં ન આવે. ધનંજય મુંડેએ જ એ જ વ્યક્તિ છે જેમણે અજિત પવાર(Ajit Pawar)ના નેતૃત્વમાં વિધાયકોને પોતાના પક્ષમાં કર્યાં હતાં અને ભાજપના સમર્થન માટે તેમને તૈયાર કર્યા હતાં. મુંડે અજિત પવારના ખાસ ગણાય છે તેવું કહેવાય છે. તેમના પીએ ફડણવીસના શપથગ્રહણ સમારોહમાં પણ જોવા મળ્યા હતાં. મહારાષ્ટ્રના પરાલીથી તેઓ ચૂંટણી જીતીને આવ્યાં છે. તેમણે ભાજપના ધાકડ નેતા અને પિતરાઈ પંકજા મુંડેને ચૂંટણીમાં હરાવ્યાં હતાં. 

Nov 24, 2019, 09:20 PM IST

મહારાષ્ટ્રમાં હાઈવોલ્ટેજ ડ્રામા વચ્ચે શરદ પવારનો 'જમણો હાથ' બે દિવસથી ક્યાં ગાયબ? 

મહારાષ્ટ્ર(Maharashtra)માં અજિત પવારના નેતૃત્વમાં ગયેલા રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વિધાયકોને ફરીથી શરદ પવાર(Sharad Pawar) ના સમર્થનમાં લાવવાની કવાયત વચ્ચે શરદ પવારના નીકટ ગણાતા ખાસમખાસ પ્રફુલ્લ પટેલ આ રાજકીય ઉથલપાથલમા ક્યાંય સક્રિય જોવા મળી રહ્યાં નથી. પ્રફુલ્લ પટેલ(Praful Patel) છેલ્લા બે દિવસથી ટ્વીટર ઉપર પણ સક્રિય નથી. તેમણે શુક્રવારે ફૂટબોલને લઈને ટ્વીટ કરી હતી. પરંતુ ત્યારબાદ તેમણે અજિત પવાર(Ajit Pawar) ના પાર્ટી સાથેના બળવા પર કશું કહ્યું નથી. અજિત પવારને મનાવવાની ત્રણ કોશિશો નિષ્ફળ ગઈ છે. 

Nov 24, 2019, 08:10 PM IST

શું ચાલી રહ્યું છે મહારાષ્ટ્રમાં? અજિત પવારની ટ્વીટથી નવો વળાંક, શરદ પવારે તાબડતોબ આપ્યો જવાબ

મહારાષ્ટ્રના રાજકારણમાં ડે-નાઈટ મેચ ચાલુ છે. જેનો આવતી કાલે ફાઈનલ મુકાબલો છે. અજિત પવારે આજે ટ્વીટર પર એક પછી એક ટ્વીટ કરી, જેના લીધે મોટી રાજકીય ઉથલપાથલ જોવા મળી રહી છે. થોડીવાર પહેલા જ અજિત પવારે ટ્વીટ કરીને શરદ પવારને પોતાના નેતા ગણાવ્યાં. અજિત પવારે કહ્યું કે ભાજપ-એનસીપીનું ગઠબંધન મહારાષ્ટ્રમાં સ્થાયી સરકાર આપશે. અજિત પવારની ટ્વીટ પર કાકા શરદ પવારે જવાબ આપતા કહ્યું કે તેઓ ભાજપ સાથે કોઈ પણ સંજોગોમાં સરકાર બનાવશે નહીં. અજિત પવાર ખોટું નિવેદન આપી રહ્યાં છે. 

Nov 24, 2019, 06:46 PM IST

અજિત પવારની ટ્વીટથી મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ, કહ્યું- 'હું NCPમાં જ છું અને શરદ પવાર...'

દેવેન્દ્ર ફડણવીસના સીએમ બની રહેવા અંગે ભલે આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી હોય પરંતુ આમ છતાં ભાજપ ખુબ જોશમાં જોવા મળી રહ્યો છે. આ બધા વચ્ચે આજે અજિત પવારે અત્યંત સક્રિય બનીને એક પછી એક ધડાકા કરવા માડ્યા છે. ગઈ કાલે એકદમ ચૂપ્પી સાધ્યા બાદ આજે તેઓ ફરી જોશમાં જોવા મળ્યા છે. તેમણે ટ્વીટર પર એક પછી એક ટ્વીટ કરીને પોતાનું સ્ટેન્ડ સ્પષ્ટ કરવા માંડ્યુ છે. તેમની એક નવી ટ્વીટે લોકોને ખુબ ચોંકાવ્યાં છે. તેમણે પોતાની ટ્વીટમાં કહ્યું કે 'હું એનસીપીમાં જ છું, અને શરદ પવાર અમારા નેતા છે. ભાજપ-એનસીપીનું ગઠબંધન રાજ્યમાં આગામી 5 વર્ષો માટે સ્થિર સરકાર આપશે. રાજ્ય અને સામાન્ય લોકોના કલ્યાણ માટે અમારી સરકાર ગંભીરતાથી કામ કરશે.'

Nov 24, 2019, 06:13 PM IST

મહારાષ્ટ્ર: અજિત પવારે વળી પાછો કર્યો 'ધડાકો', શિવસેના-NCP અને કોંગ્રેસના ચોક્કસ વધશે ધબકારા

અજિત પવાર હજુ પણ પોતાના સ્ટેન્ડ પર કોઈ સમાધાન કરવાના મૂડમાં નથી. એટલું જ નહીં તેમણે તો ડેપ્યુટી સીએમ બનવા બદલ ભાજપના નેતાઓને ટ્વીટ કરીને આભાર પણ વ્યક્ત કરવા માંડ્યો છે. આ ઉપરાંત તેમણે ટ્વીટર ઉપર પણ પોતાનું સ્ટેટસ બદલીને ઉપમુખ્યમંત્રી કરી નાખ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શુભેચ્છા સંદેશના જવામાં તેમણે પીએમ મોદીનો આભાર વ્યક્ત કરતા રાજ્યમાં સ્થિર સરકાર આપવાની વાત કરી છે. 

Nov 24, 2019, 05:27 PM IST

મુંબઈ: શિવસેનાએ ફાઈવ સ્ટાર હોટલમાં 100 રૂમ બૂક કર્યાં, ભાડું જાણી આંખો પહોળી થઈ જશે

મહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ દરમિયાન શિવસેના (Shivsena)એ હોર્સટ્રેડિંગના ડરે પોતાના અને સમર્થક વિધાયકોને માયાનગરી મુંબઈની લલિત હોટલમાં રાખ્યા છે. આ ફાઈવ સ્ટાર  હોટલના 100 રૂમ બૂક કરાવવામાં આવ્યાં છે જેમાંથી 3 તો લક્ઝરી પ્રેસિડેન્શિયલ રૂમ છે. 

Nov 24, 2019, 04:32 PM IST

મહારાષ્ટ્ર: NCPએ રાજભવનને સોંપી ધારાસભ્યોની સૂચિ, યાદીમાં એક MLAના નામથી બધા સ્તબ્ધ

એનસીપી(NCP)એ આજે થયેલી એનસીપી વિધાયક દળની બેઠક અંગે એક પત્ર રાજભવનને સોંપ્યો છે. એનસીપી નેતા જયંત પાટિલે(Jayant Patil) કહ્યું કે મેં તમામ ધારાસભ્યોના નામની યાદી રાજભવનને સોંપી દીધી છે. જયંત પાટિલે કહ્યું કે અમે રાજ્યપાલને જે યાદી સોંપી છે તેમા અજિત પવાર(Ajit Pawar)નું નામ પણ સામેલ છે. તેમણે કહ્યું કે અમે અજિત પવારને મનાવવા તેમના ઘરે જઈ રહ્યાં છીએ. જો કે તેમની અજિત પવાર સાથેની બેઠકનું કોઈ પરિણામ આવ્યું નથી. 

Nov 24, 2019, 03:58 PM IST

VIDEO: ભાજપે કોંગ્રેસને ચેલેન્જ ફેંકી છે, તેને હવે હરાવવો જરૂરી છે-અહેમદ પટેલનો હુંકાર

મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય ડ્રામા વચ્ચે કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને હોર્સટ્રેડિંગથી બચાવવા માટે દરેક શક્ય કોશિશ કરી રહી છે. આ કડીમાં જ મુંબઈમાં મોરચો સંભાળી રહેલા વરિષ્ઠ કોંગ્રેસી નેતા અહેમદ પટેલે કોંગ્રેસ ધારાસભ્યોને સમજાવતા કહ્યું કે આ કોંગ્રેસના સન્માનની લડાઈ છે. આપણે બધાએ મળીને ભાજપને હરાવવાનો છે. 

Nov 24, 2019, 03:31 PM IST

મહારાષ્ટ્રમાં આ નાટકનો The End ક્યારે? 5 પોઈન્ટમાં સમજો આખા દિવસનો રાજકીય ઘટનાક્રમ

મહારાષ્ટ્રમાં આજે દિવસભર ખુબ ઉથલપાથલ જોવા મળી. સવારે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી પદના અને એનસીપી નેતા અજિત પવારને ઉપમુખ્યમંત્રી પદના શપથ લેવડાવ્યાં. શપથ લીધા બાદ રાજનીતિ શરૂ થઈ ગઈ.

Nov 23, 2019, 11:44 PM IST

NCPને સતાવી રહ્યો છે MLA તૂટવાનો ડર, પોતાના ધારાસભ્યોને હોટલ ભેગા કર્યાં

વાયબી ચૌહાણ સેન્ટર ખાતે બેઠક પૂરી થયા બાદ એનસીપીના ધારાસભ્યોને હોટલ(Renaissance Hotel) રવાના કરી દેવાયા છે. એનસીપી વિધાયકોના લિસ્ટ પ્રમાણે વિધાયકોને પવઈ ખાતેની હોટલ રેનીસેન્સ(Renaissance Hotel) માટે રવાના કરવામાં આવ્યાં.

Nov 23, 2019, 10:53 PM IST

મહારાષ્ટ્રમાં હજુ પણ કોકડું ગૂંચવાયેલું જ છે, ઝડપથી બદલાઈ રહી છે 'નંબર ગેમ'ની બાજી

મહારાષ્ટ્રમાં રાજકીય સમીકરણો પળેપળ બદલાઈ રહ્યાં છે. શિવસેના, કોંગ્રેસ, એનસીપીએ સુપ્રીમ કોર્ટમાં ફડણવીસ સરકાર વિરુદ્ધ અરજી દાખલ કરી છે. જો કે સુપ્રીમ કોર્ટે હજુ પણ અરજીની સુનાવણી માટે સમય નક્કી કર્યો નથી. સવારે જ્યારે દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રી પદના શપથ લીધા ત્યારે બાજી ભાજપના હાથમાં જોવા મળી પરંતુ સાંજ પડતા તો તસવીર બદલાવવા લાગી.

Nov 23, 2019, 09:51 PM IST

અજિત પવાર પર NCPની મોટી કાર્યવાહી, વિધાયક દળના નેતા પદેથી હકાલપટ્ટી

અજિત પવારને વિધાયક દળના નેતા પદેથી હટાવવામાં આવ્યાં છે. અજિત પવારની જગ્યાએ જયંત પાટિલને વિધાયક દળના નેતા તરીકે પસંદ ચૂંટી કાઢવામાં આવ્યાં છે. 

Nov 23, 2019, 08:14 PM IST

મહારાષ્ટ્ર: શિવસેના-NCP, કોંગ્રેસ ગયા સુપ્રીમ કોર્ટના શરણે, આવતી કાલે સુનાવણી

મહારાષ્ટ્ર(Maharashtra) માં આજ સવારથી જે ઘટનાક્રમ જોવા મળી રહ્યો છે તેનાથી મોટો રાજકીય ભૂકંપ આવી ગયો છે. જેના પગલે હવે શિવસેના મહારાષ્ટ્રમાં ફડણવીસ સરકારને સુપ્રીમ કોર્ટમાં લઈ જઈ રહી છે. શિવસેના(Shivsena) એ આજે મહારાષ્ટ્રમાં  દેવેન્દ્ર ફડણવીસના મુખ્યમંત્રી પદે અને અજિત પવારે ડેપ્યુટી સીએમ પદે શપથ લીધા તે વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ(Supreme Court) માં અરજી દાખલ કરી છે.

Nov 23, 2019, 07:15 PM IST

NCP નેતાઓ સમજાવવા ગયા તો અજિત પવારે કહ્યું- 'હું પીછેહઠ નહીં કરું, પાર્ટી BJPને કરે સપોર્ટ'

અજિત પવારને પણ મનાવવાની કોશિશ ચાલુ છે. સૂત્રોના જણાવ્યાં મુજબ અજિત પવારની સાથે ફક્ત 5 વિધાયકો રહી ગયા છે. જેમના નામ બાળાસાહેબ પાટિલ, અનિલ પાટિલ, નરહરી જિડવાલ અને ધનંજય મુંડે તથા દૌલત દરોડા સામેલ છે.

Nov 23, 2019, 06:38 PM IST