મહારાષ્ટ્ર: સરકાર બચાવવાની કવાયત, અજિત પવારે CM ફડણવીસ સાથે કરી મુલાકાત
મહારાષ્ટ્ર(Maharashtra)ના રાજકારણમાં પળેપળ સ્થિતિ બદલાઈ રહી છે. મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવાર(Ajit Pawar) મોડી રાતે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ(Devendra Fadnavis)ને મળવા માટે તેમના નિવાસ સ્થાને પહોંચ્યાં. બંને નેતાઓ વચ્ચે લગભગ દોઢ કલાક સુધી વાતચીત ચાલી.
Trending Photos
મુંબઈ: મહારાષ્ટ્ર(Maharashtra)ના રાજકારણમાં પળેપળ સ્થિતિ બદલાઈ રહી છે. મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવાર(Ajit Pawar) મોડી રાતે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ(Devendra Fadnavis)ને મળવા માટે તેમના નિવાસ સ્થાને પહોંચ્યાં. બંને નેતાઓ વચ્ચે લગભગ દોઢ કલાક સુધી વાતચીત ચાલી. અજિત પવારની સાથે કોઈ ધારાસભ્ય જો કે નજરે ચડ્યા નહીં. કહેવાય છે કે બંને નેતાઓ વચ્ચે બહુમત માટે જરૂરી આંકડો ભેગો કરવાને લઈને વાતચીત થઈ છે. અજિત પવારે 54 ધારાસભ્યોના સમર્થનનો દાવો કર્યો હતો. પરંતુ આ વિધાયકો તેમની સાથે ન આવ્યાં તો ફડણવીસ સરકાર માટે ખુરશી બચાવવી મુશ્કેલ પડશે.
Maharashtra Chief Minister's Office: CM Devendra Fadnavis&Deputy CM Ajit Pawar today met&discussed on various measures for additional support&assistance to unseasonal rain affected farmers.Tomorrow it will be further discussed with Chief Secretary&Finance Secretary.(File pic) pic.twitter.com/LJuXlzl1dj
— ANI (@ANI) November 24, 2019
અજિત પવાર ગઈ કાલે આખો દિવસ પોતાના નિવાસ સ્થાને જ રહ્યાં હતાં. ટ્વીટર પર તેઓ જરાય સક્રિય જોવા મળ્યા નહતાં. પરંતુ આજે સાંજથી તેઓ ટ્વીટર પર ખુબ સક્રિય જોવા મળ્યા છે. સૌથી પહેલા તો તેમણે પોતાનું ટ્વીટર સ્ટેટસ બદલીને ડેપ્યુટી સીએમ કર્યું. ત્યારબાદ પીએમ મોદી, ગૃહ મંત્રી અમિત શાહ સહિત અનેક મંત્રીઓને તથા પોતાના શુભચિંતકોને શુભેચ્છા સંદેશાઓ પર આભાર વ્યક્ત કર્યો.
અજિત પવારે બીજી એક ટ્વીટ કરીને પણ ધડાકો કર્યો. જેમાં તેમણે લખ્યું કે તેઓ શરદ પવારને પોતાના નેતા માને છે અને હજુ પણ એનસીપીમાં છે. એટલું જ નહીં તેમણે તો એમ પણ લખ્યું કે મહારાષ્ટ્રમાં એનસીપી-ભાજપની સ્થાયી સરકાર બનશે જે રાજ્યના લોકોના કલ્યાણ માટે કામ કરશે. સ્પષ્ટ છે કે તેમની ટ્વીટ પર શરદ પવાર સ્પષ્ટીકરણ કરવાના જ હતાં. અને આવ્યું પણ ખરું. શરદ પવારે પલટવાર કરતા કહ્યું કે અજિત પવારનું નિવેદન ખોટું છે અને એનસીપી, ભાજપ સાથે કોઈ પણ સંજોગોમાં ગઠબંધન કરશે નહીં.
જુઓ LIVE TV
આ બાજુ શિવસેના, કોંગ્રેસ અને NCP પોતાના વિધાયકોના શપથપત્ર લેશે. આ શપથ પત્રોને સુપ્રીમ કોર્ટમાં સોંપવાની તૈયારીઓ થઈ રહી છે. સંજય રાઉતે શરદ પવારની સાથે પવારના ઘરે મુલાકાત કરી છે. રાઉતે કહ્યું કે અમારે શરદ પવારજી સાથે કેટલાક વિષયો પર વાત કરવાની હતી જે થઈ. હવે તો વાતચીત રોજ થતી રહેશે. આ અગાઉ ઉદ્ધવ ઠાકરેએ પોતાના વિધાયકોની મુલાકાત કરી. ત્યારબાદ તેમણે એનસીપીના વિધાયકો સાથે પણ મુલાકાત કરી.
અમારા 54માંથી માત્ર 4 MLA ભાજપ સાથે, જલદી તેમને પાછા લાવીશું-નવાબ મલિક
એનસીપી નેતા નવાબ મલિકે દાવો કર્યો છે કે તેમની પાસે 50 ધારાસભ્યોનું સમર્થન છે. તેમણે એ પણ દાવો કર્યો કે તેમના 4 ધારાસભ્યોને ભાજપે ક્યાંક બીજે રાખ્યા છે. એટલે કે તેમની સાથે છે. મલિકે કહ્યું કે અમે તે 4 ધારાસભ્યોને પાછા લાવવા માટે પ્રયત્નશીલ છીએ. આ બધા વચ્ચે વિધાયકોને બચાવવાની ભાગદોડ સતત ચાલુ જ છે. હવે એનસીપી ધારાસભ્યોને એરપોર્ટ પાસેની હોટલ હયાત રિજેન્સીમાં શિફ્ટ કરવામાં આવશે.
Nawab Malik, Nationalist Congress Party (NCP): 50 MLAs are with us but not everyone is at the hotel, 4 MLAs who are kept somewhere by BJP people, are in constant touch with us and will definitely come back. #Maharashtra pic.twitter.com/gNbywXXVU6
— ANI (@ANI) November 24, 2019
હવે આ ત્રણેય હોટલો (હયાત રિજેન્સી, જેમાં એનસીપીના ધારાસભ્યોને રોકવામાં આવશે, ધ લલિત કે જેમાં શિવસેનાના ધારાસભ્યો રોકાયા છે અને જેડબલ્યુ મેરિયટ કે જેમાં કોંગ્રેસના ધારાસભ્યો રોકાયા છે) ફક્ત 100 મીટરના રેડિયસમાં છે. આ બાજુ અજિત પવારને મળવા પહોંચેલા અપક્ષ ઉમેદવાર વિનય કોરેએ કહ્યું કે, "અમે જોઈ શકીએ છીએ કે એનસીપી બે જૂથમાં વહેંચાઈ ગઈ છે. અમને ફ્લોર ટેસ્ટ દ્વારા માલુમ પડી જશે કે કોનું જૂથ મોટું છે. અજીતદાદાની સાથે કેટલા છે અને પવાર સાહેબ સાથે કેટલાક છે અને આ બંને એક સાથે આવું કરે છે કે કેમ. ઘણા દિવસોથી અમે દાદાને મળ્યા નહતાં એટલે અમે તેમને મળવા આવ્યાં હતાં."
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે