'શરદ પવારે જે કર્યુ હતું, તેવું જ અજિત પવારે તેમની સાથે કર્યું', જાણો કોણે કહ્યું?

એનસીપી ચીફ શરદ પવારના ભત્રીજા અજિત પવારનો બળવો 41 વર્ષ પહેલાની તે ઘટના સાથે જોડવામાં આવી રહ્યો છે જ્યારે શરદ પવારે કોંગ્રેસના નેતા વસંતદાદા પાટીલને ઝટકો આપતા પાર્ટી છોડી હતી. આ 1978ની વાત છે જ્યારે તેઓ જનતા પાર્ટીના સમર્થનથી માત્ર 37 વર્ષની ઉંમરમાં પ્રદેશના સીએમ બન્યા હતાં. અને કોંગ્રેસ જોતી રહી  ગઈ. હવે દિવંગત નેતા વસંદદાદા પાટિલના પત્ની શાલિની પાટીલે પણ શરદ પવાર પર નિશાન સાધતા કહ્યું કે તેમની સાથે 'જેવા સાથે તેવા' જેવી વાત થઈ છે. 
'શરદ પવારે જે કર્યુ હતું, તેવું જ અજિત પવારે તેમની સાથે કર્યું', જાણો કોણે કહ્યું?

પુણે/મુંબઈ: એનસીપી ચીફ શરદ પવારના ભત્રીજા અજિત પવારનો બળવો 41 વર્ષ પહેલાની તે ઘટના સાથે જોડવામાં આવી રહ્યો છે જ્યારે શરદ પવારે કોંગ્રેસના નેતા વસંતદાદા પાટીલને ઝટકો આપતા પાર્ટી છોડી હતી. આ 1978ની વાત છે જ્યારે તેઓ જનતા પાર્ટીના સમર્થનથી માત્ર 37 વર્ષની ઉંમરમાં પ્રદેશના સીએમ બન્યા હતાં. અને કોંગ્રેસ જોતી રહી  ગઈ. હવે દિવંગત નેતા વસંદદાદા પાટિલના પત્ની શાલિની પાટીલે પણ શરદ પવાર પર નિશાન સાધતા કહ્યું કે તેમની સાથે 'જેવા સાથે તેવા' જેવી વાત થઈ છે. 

વસંતદાદા પાટિલના પત્નીએ હાલ જે કઈ થઈ રહ્યું છે તે ઘટનાક્રમ પર પોતાની ટિપ્પણી કરતા કહ્યું કે શરદ પવારે જે રીતનું વર્તન વસંતરાવ સાથે કર્યું હતું તેમની સાથે પણ એવું જ વર્તન થવું જોઈતું હતું. જે અજિત પવારે ભાજપ સાથે જઈને કર્યું છે. અત્રે જણાવવાનું કે અજિત પવાર એનસીપીના પ્રમુખ શરદ પવારના ભત્રીજા છે. જેમણે કોંગ્રેસથી અલગ થઈને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી બનાવી છે. 

રાજકીય વિશેષજ્ઞોનું કહેવું છે કે અજિત પવારનો આ રીતે એનસીપીને ઝટકો આપવો પરિવારમાં વારસાની જંગ છે જે લાંબા સમયથી ચાલી રહી છે. શરદ પવારના પુત્રી સુપ્રીયા સુલે અને અજિત પવારને રાજકીય રીતે એકબીજાના હરિફ તરીકે જોવામાં આવે છે. શાલિની પાટિલે કહ્યું કે શરદ પવારે 1978માં જે કર્યું હતું તે પણ સત્તા મેળવવા માટે પીઠમાં ખંજર ભોંકવા જેવું જ હતું. તેમણે કહ્યું કે ગુપ્ત રીતે બળવો પોકારવાની જગ્યાએ તેઓ વસંતદાદા પાટિલ સાથે સીધી રીતે આવીને પણ પોતાની વાત કરી શકતા હતાં. 

જુઓ LIVE TV

શરદ પવારે શું કર્યું હતું 1978માં?
નોંધનીય છે કે 1978ના ફેબ્રુઆરીમાં મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી થઈ હતી. તે સમયે કોંગ્રેસ (એસ)ને 69 બેઠકો મળી હતી અને કોંગ્રેસ (આઈ)ને 65 બેઠકો મળી હતી. જનતા પાર્ટીએ 99 બેઠકો પર કબ્જો જમાવ્યો હતો. ત્રણેય પક્ષો પોતાના દમ પર સરકાર બનાવી શકે તેમ નહતાં. જેથી કરીને કોંગ્રેસના જ બે જૂથોએ સાથે આવવાનું નક્કી કર્યું. પરંતુ પવારે પલટી મારતા 38 કોંગ્રેસ ધારાસભ્યોને લઈને જનતા પાર્ટી સાથે ગયા અને સરકાર બનાવી લીધી. તેમની આ સરકાર બે વર્ષ ચાલી હતી. 

(અહેવાલ સાભાર-પીટીઆઈ)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news