શું ચાલી રહ્યું છે મહારાષ્ટ્રમાં? અજિત પવારની ટ્વીટથી નવો વળાંક, શરદ પવારે તાબડતોબ આપ્યો જવાબ
મહારાષ્ટ્રના રાજકારણમાં ડે-નાઈટ મેચ ચાલુ છે. જેનો આવતી કાલે ફાઈનલ મુકાબલો છે. અજિત પવારે આજે ટ્વીટર પર એક પછી એક ટ્વીટ કરી, જેના લીધે મોટી રાજકીય ઉથલપાથલ જોવા મળી રહી છે. થોડીવાર પહેલા જ અજિત પવારે ટ્વીટ કરીને શરદ પવારને પોતાના નેતા ગણાવ્યાં. અજિત પવારે કહ્યું કે ભાજપ-એનસીપીનું ગઠબંધન મહારાષ્ટ્રમાં સ્થાયી સરકાર આપશે. અજિત પવારની ટ્વીટ પર કાકા શરદ પવારે જવાબ આપતા કહ્યું કે તેઓ ભાજપ સાથે કોઈ પણ સંજોગોમાં સરકાર બનાવશે નહીં. અજિત પવાર ખોટું નિવેદન આપી રહ્યાં છે.
Trending Photos
નવી દિલ્હી: મહારાષ્ટ્રના રાજકારણમાં ડે-નાઈટ મેચ ચાલુ છે. જેનો આવતી કાલે ફાઈનલ મુકાબલો છે. અજિત પવારે આજે ટ્વીટર પર એક પછી એક ટ્વીટ કરી, જેના લીધે મોટી રાજકીય ઉથલપાથલ જોવા મળી રહી છે. થોડીવાર પહેલા જ અજિત પવારે ટ્વીટ કરીને શરદ પવારને પોતાના નેતા ગણાવ્યાં. અજિત પવારે કહ્યું કે ભાજપ-એનસીપીનું ગઠબંધન મહારાષ્ટ્રમાં સ્થાયી સરકાર આપશે. અજિત પવારની ટ્વીટ પર કાકા શરદ પવારે જવાબ આપતા કહ્યું કે તેઓ ભાજપ સાથે કોઈ પણ સંજોગોમાં સરકાર બનાવશે નહીં. અજિત પવાર ખોટું નિવેદન આપી રહ્યાં છે.
શરદ પવારે પોતાની ટ્વીટમાં લખ્યું કે, "ભાજપ સાથે સરકાર બનાવવાનો કોઈ સવાલ જ નથી. એનસીપીએ એકમત થઈને સરકાર બનાવવા માટે શિવસેના સાથે ગઠબંધન કરવાનો નિર્ણય કર્યો છે. અજિત પવારનું નિવેદન ખોટું છે અને લોકોમાં ભ્રમ પેદા કરી રહ્યું છે."
આ અગાઉ મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજિત પવારે એક નવી ટ્વીટ કરી જેમાં લખ્યું કે 'હું એનસીપીમાં જ છું, અને શરદ પવાર અમારા નેતા છે. ભાજપ-એનસીપીનું ગઠબંધન રાજ્યમાં આગામી 5 વર્ષો માટે સ્થિર સરકાર આપશે. રાજ્ય અને સામાન્ય લોકોના કલ્યાણ માટે અમારી સરકાર ગંભીરતાથી કામ કરશે.'
There is no question of forming an alliance with @BJP4Maharashtra.
NCP has unanimously decided to ally with @ShivSena & @INCMaharashtra to form the government. Shri Ajit Pawar’s statement is false and misleading in order to create confusion and false perception among the people.
— Sharad Pawar (@PawarSpeaks) November 24, 2019
ત્યાર બાદ ફરીથી એક નવી ટ્વીટમાં તેમણે લખ્યું કે કોઈ પણ ચિંતા કરવાની જરૂર નથી, બધુ સારું છે. જો કે થોડા ધૈર્યની જરૂર છે. સમર્થન બદલ તમારા બધાનો આભાર. અજિત પવાર તરફથી ટ્વીટ કરીને એમ લખવામાં આવ્યું કે ભાજપ અને એનસીપીની સરકાર 5 વર્ષ સુધી ચાલશે તે દર્શાવે છે કે હજુ પણ તેઓ પોતાની જાતને પાર્ટીના વિધાયક દળના નેતા ગણે છે. સ્પષ્ટ છે કે ભાજપ સુપ્રીમ કોર્ટમાં તેમના તરફથી અપાયેલા સમર્થન પત્રનો ઉપયોગ કરી શકે છે. આ ઉપરાંત વિશ્વાસ મત દરમિયાન અજિત પવાર તરફથી વિધાયક દળના નેતા તરીકે વ્હિપ પણ જારી થઈ શકે છે.
ટ્વીટર પર પીએમ મોદીનો માન્યો આભાર
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી, કોંગ્રેસ અને શિવસેના વચ્ચે વિભિન્ન મુદ્દાઓ પર સહમતી સાધવાનો દોર ચાલી રહ્યો હતો ત્યાં તો શરદ પવારના ભત્રીજા અજિત પવારે ભાજપ સાથે મળીને અલગ અને મોટો દાવ ખેલી નાખ્યો. હવે અજિત પવાર પાસે મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રીની ખુરશી છે. જો કે એનસીપી, કોંગ્રેસ અને શિવસેના સતત તેમને મનાવવાના પ્રયત્નો કરી રહ્યાં છે. પરંતુ અજિત પવાર હજુ પણ પોતાના સ્ટેન્ડ પર કોઈ સમાધાન કરવાના મૂડમાં નથી. એટલું જ નહીં તેમણે તો ડેપ્યુટી સીએમ બનવા બદલ ભાજપના નેતાઓને ટ્વીટ કરીને આભાર પણ વ્યક્ત કરવા માંડ્યો છે. આ ઉપરાંત તેમણે ટ્વીટર ઉપર પણ પોતાનું સ્ટેટસ બદલીને ઉપમુખ્યમંત્રી કરી નાખ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શુભેચ્છા સંદેશના જવામાં તેમણે પીએમ મોદીનો આભાર વ્યક્ત કરતા રાજ્યમાં સ્થિર સરકાર આપવાની વાત કરી છે.
જુઓ LIVE TV
અજિત પવારે 22 નવેમ્બર બાદ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર એક કલાક પહેલા જ અપડેટ કર્યું. તેમણે પોતાનું ટ્વીટર સ્ટેટસ પણ બદલી નાખ્યું છે. તેમણે પોતાને મળેલા શુભેચ્છા સંદેશાઓના પણ એક પછી એક જવાબ આપ્યાં. વડાપ્રધાન મોદીએ શનિવારે એક ટ્વીટ કરી હતી જેમાં તેમણે લખ્યું હતું કે મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસજીને મુખ્યમંત્રી અને અજિત પવારજીને ડેપ્યુટી સીએમ બનવા બદલ અભિનંદન. મને વિશ્વાસ છે કે તેઓ મહારાષ્ટ્રના સારા ભવિષ્ય માટે પૂરી નિષ્ઠાથી કામ કરશે. ટ્વીટનો જવાબ આપતા અજિત પવારે લખ્યું કે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી તમારો આભાર. અમે મહારાષ્ટ્રમાં સ્થાયી સરકાર આપવાનું સુનિશ્ચિત કરીશું. જે રાજ્યના લોકોના કલ્યાણ માટે પૂરી લગનથી કામ કરશે. તેનો અર્થ એ કાઢવામાં આવી રહ્યો છે કે અજિત પવાર એનસીપી, શિવસેના અને કોંગ્રેસ સાથે 'બેઠક'વાળા દૌરમાં પાછા જવા માંગતા નથી.
ટ્વીટર ઉપર પણ ડેપ્યુટી સીએમનો કર્યો ઉલ્લેખ
એનસીપી નેતા અજિત પવારે પોતાની ટ્વીટર પ્રોફાઈલમાં પણ મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી હોવાની વાતનો ઉલ્લેખ કરી નાખ્યો છે. તેની સાથે જ તેમને શુભેચ્છા આપનારાઓને તેમણે જવાબ પણ આપ્યાં છે જેમાં અમિત શાહ, અમૃતા ફડણવીસ, રવિ કિશન, બીએલ સંતોષ, ધર્મેન્દ્ર પ્રધાન, અનુરાગ ઠાકુર, રામદાસ આઠવલે, મનસુખ માંડવિયા, વિજય રૂપાણી, ગિરીશ બાપટ, સુરેશ પ્રભુ, ગજેન્દ્રસિંહ શેખાવત, મુખ્તાર અબ્બાસ નકવી, સદાનંદ ગૌડા, જગત પ્રકાશ નડ્ડા, પીયૂષ ગોયલ, રાજનાથ સિંહ, સ્મૃતિ ઈરાની, નિર્મલા સીતારમણ અને નીતિન ગડકરી સામેલ છે જેમનો તેમણે શુભેચ્છા બદલ આભાર વ્યક્ત કર્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે