રૂપાલા વિવાદ વચ્ચે ભાજપનો ઝંડો લઈ ગામમાં ગયેલાં હાર્દિક પટેલનો લોકોએ હુરિયો બોલાવ્યો
Loksabha Election 2024: ટાર્ગેટ પુરો કરવાનું ટેન્શન લઈને હવે મનેકમને પણ ભાજપના ધારાસભ્યોને પોતાના મતવિસ્તારમાં ગલીએ ગલીએ કરીને પ્રચાર કરવો પડી રહ્યો છે. ત્યારે ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલની પણ આજ દશા છે. એવામાં પ્રચાર કરવા ગયેલાં અને લોકોને સમજાવવા ગયેલાં ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલને ગ્રામજનેએ ધક્કે ચડાવ્યાં.
Trending Photos
- લોકસભા ચૂંટણી પહેલાં ગુજરાતમાં રાજકીય ગરમાવોઃ સતત વધી રહ્યો છે રૂપાલાવાળો વિવાદ
- ક્ષત્રિય સમાજ અંગે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ કરેલી વિવાદિત ટીપ્પણી ભાજપને ભારે પડી
- ગુજરાતના ઘણાં ગામડાંઓમાં લાગ્યા ભાજપને NO ENTRY ના બોર્ડ!
- જખવાડામાં ‘ભાજપ હાય હાય', 'ધારાસભ્ય પાછા જાઓ' નારા લાગ્યાં, હાર્દિક પટેલને લોકોએ ઘેર્યાં
- રૂપાલા વિવાદને લીધે ગામડામાં ભાજપને નો એન્ટ્રી: ક્ષત્રિયોએ નારેબાજી કરી હાર્દિક પટેલને ધક્કે ચડાવ્યા
Gujarat Politics: પરષોત્તમ રૂપાલાએ ટિપ્પણી કરતા ક્ષત્રિયોએ ભાજપ સામે મોરચો માંડયો છે. લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારો માટે પ્રચાર કરવો ય મુશ્કેલ બન્યો છે. વિરમગામ નજીક જખવાડા ગામમાં પ્રચાર કરવા જતા હાર્દિક પટેલને ગ્રામજનોએ ઘેરીને ધક્કે ચડાવ્યા હતાં. લોકસભાની ચૂંટણીમાં ભાજપે 26 માંથી 26 બેઠકો પાંચ લાખ મતના માર્જીનથી જીતવા લક્ષ્ય રાખ્યો છે. એટલુ જ નહીં ભાજપે ધારાસભ્યોને પણ ટાર્ગેટ આપ્યો છે. જો આ લીડ સહેજ પણ ઓછી થશે તો જવાબદારી ધારાસભ્યોની આવશે એવું પણ અગાઉ ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ કહી ચુક્યા છે.
ધારાસભ્યોને અપાઈ છે ટાર્ગેટ પુરો કરવાની જવાબદારીઃ
ઉલ્લેખનીય છેકે, ટાર્ગેટ પુરો કરવાનું ટેન્શન લઈને હવે મનેકમને પણ ભાજપના ધારાસભ્યોને પોતાના મતવિસ્તારમાં ગલીએ ગલીએ કરીને પ્રચાર કરવો પડી રહ્યો છે. ત્યારે ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલની પણ આજ દશા છે. એવામાં પ્રચાર કરવા ગયેલાં અને લોકોને સમજાવવા ગયેલાં ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલને ગ્રામજનેએ ધક્કે ચડાવ્યાં. અને એટલું જ નહીં ફરી અમારા ગામમાં પગ ના મુકતા એવું કહીને હાર્દિકને ખરીખોટી સંભળાવી દીધી.
ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલે ચાલતી પકડીઃ
ભાજપના ધારાસભ્યોની જેમ હાર્દિક પટેલ પણ પ્રચાર પ્રસાર માટે ભાજપનો ઝંડો લઈને ઘરેથી નીકળ્યા હતા. પણ ગામમાં પહોંચતાની સાથે જ બદલાઈ ગયો માહોલ. બુધવારે વિરમગામના જખવાડામાં પ્રચાર કરવા જતાં ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલને ક્ષત્રિય-ગ્રામજનોએ રીતસર ઘેરી લીધા હતાં. એટલુ જ નહી. ભાજપ હાય હાયના નારા લાગ્યા હતાં. આ ઉપરાંત ધારાસભ્ય પાછા જાઓ તેવો આક્રોશ લોકોએ વ્યક્ત કર્યો હતો પરિણામે વિરોધવંટોળ વચ્ચે હાર્દિક પટેલે ચાલતી પકડી હતી. રૂપાલા ટિપ્પણી વિવાદને કારણે ગુજરાતમાં હાલ ઘણાં ક્ષત્રિય પ્રભુત્વ પરાવતા વિસ્તારમાં ભાજપના નેતાઓ માટે પ્રવેશ બંધી ફરમાવાઈ છે. આ જોતાં હાર્દિક પટેલને ૫ રૂપાલાને કારણે ક્ષત્રિયોના વિરોધનો સામનો કરવો પડ્યો. હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે