Narmada bachao News

નર્મદા ડેમની સપાટી 138 મીટર ક્રોસ કરવાની તૈયારીમાં છે, ત્યાં મામલો સુપ્રિમ
ગુજરાતના સરદાર સરોવર ડેમની ઊંચાઈ અને જળસ્તરનો મામલો સુપ્રિમ કોર્ટમાં પહોંચ્યો છે. ડેમમાં પાણીની સપાટી વધારવાની વિરુદ્ધ અરજી દાખલ કરી છે. નર્મદા બચાવો આંદોલન સાથે જોડાયેલ સંગઠનો તરફથી દાખલ અરજીમાં કહેવામાં આવ્યું કે, જો જળસ્તર વધારવામાં આવ્યું, તો મધ્યપ્રદેશમાં 178 ગામો જળસમાધિ લઈ શકે છે. સુપ્રિમ કોર્ટ અરજી પર સુનવણી માટે તૈયાર છે. આ વખતે સરદાર સરોવરનું જળસ્તર પહેલીવાર 137.37 મીટર સુધી પહોંચી ગયું છે. ગુજરાત સરકાર ઈચ્છે છે કે, સરદાર સરોવર ડેમને 138 મીટર સુધી ભરવાનું તેનું છેલ્લુ સ્તર છે. અનેક સામાજિક સંગઠનો તેના વિરોધમાં છે. નર્મદા બચાવો આંદોલન તેમાં અગ્રણી છે, જેની આગેવાનીમાં સુપ્રિમ કોર્ટમાં અરજી કરવામાં આવી છે. 
Sep 13,2019, 16:05 PM IST
MP સરકારનો આરોપ, સરદાર સરોવર ડેમમાં પાણી ભરવાના મામલે ગુજરાતે તોડી શરત
સરદાર સરોવરને લઈને મધ્ય પ્રદેશ સરકાર અને ગુજરાત સરકારની વચ્ચે તૂ તૂ-મેં મેં એટલી વધી ગઈ છે કે, મધ્ય પ્રદેશ સરકાર આકરો નિર્ણય લેવાની તૈયારી કરી રહી છે. સરદાર સરોવરમાં ક્ષમતા કરતા વધુ પાણી ભરવાને કારણે મધ્ય પ્રદેશના અંદાજે 60થી વધુ ગામ સમગ્ર રીતે જળમય બન્યા છે. ડેમથી ગુજરાતે 30 દિવસમાં 136 મીટર ઊંચાઈ સુધી પાણી ભરી લેવાથી મધ્ય પ્રદેશના અંદાજે 26 હજાર પરિવાર ડૂબાણની સંકટનો સામનો કરવી રહ્યાં છે. મધ્ય પ્રદેશ સરકારે પહેલા એસીએસ અને એનવીડીએના વાઈસ ચેરમેન એમ.ગોપાલ રેડ્ડીને એનસીએ ચેરમેન તથા કેન્દ્રીય જળ સંશાધન સચિવ યુપી સિંહને પત્ર લખ્યો. બાદમાં સીએમ કમલનાથે ગુજરાત સરકારને પત્ર લખ્યો, પણ પરિણામ શૂન્ય રહ્યું. 
Sep 9,2019, 16:01 PM IST

Trending news