Police headquarters News

સુરત પોલીસ હેડક્વાર્ટર ખાતે હથિયારોનું પુજન કરાયું
નવરાત્રીનો પવિત્ર તહેવાર પૂર્ણ થયો છે, જેના અંતિમ દિવસે લંકાપતિ દશાનંદ એવા રાવણનો ભગવાન શ્રીરામે વધ કર્યો હતો. જેના ભાગ રૂપે વર્ષોથી ક્ષત્રિયો પોતાના હથિયારની પુંજા કરે છે, ત્યારે દશેરાની પોલીસ દ્વારા પણ પૂજા કરવામાં આવી હતી. પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ કમિશનર આર. બી. બ્રહ્મભટ્ટ દ્વારા હથિયારોનું પુજન કરવામાં આવ્યું હતું. વિધિપૂર્વક પોલીસકર્મીઓ દ્વારા લોકોની સુરક્ષા માટે ઉપયોગમાં લેવાતા હથિયારોની પૂજા કરીને પોલીસ કમિશનર બ્રહ્મભટ્ટે પોલીસ કર્મચારીઓને દશેરા પર્વની શુભકામના આપી હતી. પોલીસ કમિશનરે કહ્યું હતું કે આજના દિવસનું ખાસ મહત્વ છે, જેથી પૂજા કરવામાં આવી છે, નવરાત્રી દરમિયાન શહેરમાં શાંતિ જળવાઈ રહે તે માટે તમામને અભિનંદન પણ આપ્યા હતાં.
Oct 8,2019, 15:15 PM IST
જામનગરમાં રાજપુત સમાજ દ્વારા કરાઇ શસ્ત્ર પૂજા
અસત્ય પર સત્યનો વિજય એટલે વિજયાદશમી અને દશેરા. આજે જ્યારે દશેરાનો પાવન પર્વ છે ત્યારે જામનગરમાં ઠેર ઠેર શસ્ત્ર પૂજા સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તેના ભાગરૂપે વર્ષોની પરંપરા મુજબ આ વર્ષે પણ રાજપૂત સમાજની વાડી ખાતે જામનગર શહેર જિલ્લા રાજપૂત સમાજ દ્વારા જામનગરના રાજપૂત આગેવાન, ધારાસભ્ય તેમજ રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં શાસ્ત્રોકત વિધિથી શસ્ત્ર પૂજાનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો...જેમાં રાજ્યમંત્રી સહિત જામનગર રાજપૂત સમાજના આગેવાનો અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને શસ્ત્રોની પારંપરિક પૂજા કરવામાં આવી....
Oct 8,2019, 13:05 PM IST

Trending news