Pradyuman park rajkot News

રાજકોટના લોકો રહેજો સાવધાન, ફેમસ પ્રદ્યુમન પાર્કમાં ખુલ્લામાં ફરી રહ્યો છે દીપડો
દીપડાના આતંકથી ગુજરાતનો કોઈ જિલ્લા બાકી રહી ગયો નહિ હોય. ગુજરાતમાં ઠેકઠેકાણે રખડતા કૂતરાની માફક હવે દીપડા ફરવા લાગ્યા છે. ત્યારે હવે રાજકોટનું ફેમસ ટુરિસ્ટ સ્પોટ પ્રદ્યુમન પાર્કમાં દીપડો ઘૂસ્યો છે. ગઈકાલે રાત્રે દીપડાએ પાર્કમાંના હરણનું મારણ કર્યું હતું. જેના બાદ પાર્ક સત્તાધીશો અને વન વિભાગે દીપડાને તાત્કાલિક પકડવાની કવાયત હાથ ધરી છે. વન વિભાગ અને RMC એ ઝૂને ખાલી કરાવ્યું છે. તેમજ આજે સામાન્ય નાગરિકો માટે પાર્કની એન્ટ્રી બંધ કરી દેવાઈ છે. હાલ પાર્કમાં વિવિધ સ્પોટ પર 7 પાંજરા મૂકવામાં આવ્યા છે. ગઈકાલ રાતથી પાર્કના તમામ કર્મચારીઓને તાત્કાલિક બોલાવી લેવાયા છે. હાલ ટીમ દીપડાને પાંજરા સાથે પકડવા તૈયાર છે. 137 એકરમાં ફેલાયેલા પ્રદ્યુમન પાર્કમાં દીપડાને શોધવા યુદ્ધ ધોરણે કામગીરી ચાલી રહી છે, જેથી અન્ય કોઈ પ્રાણી તેનો શિકાર ન બને. 
Feb 17,2020, 14:15 PM IST

Trending news