returning

લીલીપરિક્રમા પુર્ણ કરી પરત ફરતા પરિવારનો અકસ્માત 4 લોકોનાં મોત, મુખ્યમંત્રીએ આપી લાખોની સહાય

ગિરનારની લીલી પરિક્રમા પૂર્ણ કરી જુનાગઢથી પરત ફરી રહેલા ખંભાતના પરિવારને નડેલા માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા વ્યક્તિઓને રૂ. ૪ લાખની સહાય મુખ્યમંત્રી રાહત નિધિમાંથી આપવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વંચિત પીડિત, દરિદ્રનારાયણ પ્રત્યેની પોતાની આગવી સહાનુભૂતિ સંવેદના ખંભાતના ભીલ આદિવાસી પરિવારને મુખ્યમંત્રી રાહત નિધિમાંથી સહાય આપીને પ્રગટ કરી છે. 

Nov 29, 2021, 05:35 PM IST

SURAT: લાખો રૂપિયાના ઘરેણાં વેચવા ફરી રહેલા રીઢા રાજસ્થાની ગુનેગારો ઝડપાયા

રાજસ્થાનમાં લાખો રૂપિયાની ચોરીની ઘટનાને અંજામ આપનારા બે આરોપીઓને સુરતની ખટોદરા પોલીસની ટીમે ઝડપી પાડ્યા છે. ખટોદરા પોલીસે જણાવ્યું કે, ગણપતિ વિસર્જન તહેવાર નિમિત્તે કાયદો વ્યવસ્થાના પરીસ્થતી જાળવવા પોલીસ પેટ્રોલીંગમાં હતી. દરમિયાન બાતમી મળી હતી કે, રાજસ્થાનના ઝાલોર જીલ્લામા સોના ચાંદીની લુંટ કરનાર આરોપીઓ હાલ લુંટ કરેલા ઘરેણાઓ વેચવા સુરતમાં ફરે છે. 

Sep 20, 2021, 11:29 PM IST

Navsari: વાંસદા પાસે ટેમ્પોની અડફેટે કોલેજથી પરત ફરી રહેલા 3 વિદ્યાર્થીઓનાં મોત

જિલ્લાના વાસંદાના ખડકાલા સર્કલ પાસે ટેમ્પો ચાલકે એક બાઇકને અડફેટે લેતા બાઇક પર સવાર ત્રણ વિદ્યાર્થીઓનાં ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા. ડાંગ જિલ્લાના વધઇ તરફથી આવતા બેકાબુ આઇસર ટેમ્પોએ વાસંદાના ખડકાલા સર્કલ નજીક બાઇકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ તે ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. મહારાષ્ટ્ર પાસિંગ ધરાવતા આઇસર ટેમ્પોના ચાલકની બાદમાં પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આ અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવાનનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. 

Mar 12, 2021, 04:41 PM IST

દ્વારકાથી દર્શન કરી પરત ફરી રહેલા પરિવારને નડ્યો અકસ્માત, ઘટના સ્થળે જ 4 લોકોનાં મોત

રાજ્યમાં અકસ્માતોની સંખ્યા ધીરે ધીરે વધી રહી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રનાં રોડની ખસ્તા હાલતના કારણે અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. દ્વારકાના ધ્રેવાડ નજીક ગાડી અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે ચાર લોકોનાં ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા. દ્વારકાથી દર્શન કરીને પરત ફરી રહેલા પરિવારને અકસ્માત નડ્યો હતો. ટ્રક અને કાર વચ્ચે અકસ્માત એટલો ગંભીર હતો કે ગાડીનો કચ્ચરઘાણ વળી ગયો હતો. 

Dec 1, 2020, 04:45 PM IST

અમદાવાદ: ગુજરાત હાઇકોર્ટનાં જજ જે.બી પારડીવાલા અને ઇલેશ વોરાની બેન્ચ બદલી

ગુજરાત હાઇકોર્ટનાં જજ જે.બી પારડીવાલા અને ઇલેશ વોરાની હાલની બેન્ચમાં ફેરફાર કરવામાં આવ્યા છે. ગુજરાત હાઇકોર્ટ દ્વારા કેટલાક ન્યાયમૂર્તિ રજા પર હોવાથી સુઓમોટો અને પબ્લિક ઇન્ટરરેસ્ટ લિટીગેશનનો ચાર્જ જે.બી પારડીવાલા પાસે હતો. જો કે મુખ્ય ન્યાયાધીશ વિક્રમનાથ પરત ફરતા આ ચાર્જ તેમણે સંભાળી લીધો છે. 

May 28, 2020, 07:06 PM IST

જમ્મુ કાશ્મીર: વિદેશથી આવેલા વિદ્યાર્થીઓને આઇસોલેશનમાં જવા કહ્યું તો એરપોર્ટ પર તોડફોડ

હાલનાં સમયે સમગ્ર વિશ્વ કોરોના સામે જંગ લડી રહ્યો છે. આ સમયે વાયરસનાં કારણે અત્યાર સુધી 9 હજારથી વધારે લોકો કાળનો ભોગ બની ચુક્યા છે. એવામાં અન્ય દેશોની જેમ ભારત પણ યાત્રા પર પ્રતિબંધ, લોકડાઉન સહિત તમામ પગલા ઉઠાવી ચુક્યા છે, પરંતુ કેટલાક લોકોને આ માફક નથી આવી રહ્યું.

Mar 21, 2020, 02:44 AM IST