Sanskrit language News

સોમનાથ યુનિવર્સિટી: સંસ્કૃતભાષાના સંરક્ષણમાટે ભાષ્યપરંપરા અંગે પરિષદ
વેરાવળમાં કાર્યરત સોમનાથ સંસ્કૃત યુનીવર્સિટી ખાતે  ત્ર‍િદિવસીય “ભાષ્ય પરંપરા અને જ્ઞાનપ્રવાહ” વિષય પર આંતરરાષ્ટ્રીય સંસ્કૃત પરિસંવાદ સંમેલનન યોજાયુ. જેમા ગુજરાત સીવાયના અનેક રાજયો તેમજ વિદેશમાંથી પણ લોકો આ પરીસંવાદ માં ભાગ લેવા આવેલ. સંસ્કૃત વિદ્વાનોની હાજરીમાં સંમેલનનો ઉદ્દઘાટન કાર્યક્રમ યોજાયો હતો. ત્ર‍િદિવસીય સંમેલનમાં ભારતના અંદાજીત ૨૦ તથા વિદેશોના મળી કુલ ૪૨ જેટલા સંસ્કૃતનાં વિદ્વાનો અને કવિઓ હાજર રહ્યા હતા. સંમેલનમાં કુલ ૪૩ જેટલા સંસ્કૃતનાં અધ્યાપકો-વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવેલું છે. દેશ-વિદેશ અને રાજયમાંથી ૧૭૫થી વધુ સંસ્કૃતનાં વિદ્વાનો હાજર રહ્યા હતા.
Feb 13,2020, 21:29 PM IST

Trending news