સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિવાદોની પર્યાય બની! ડો. કલાધર આર્યનનું પદ ‘છીનવી’ લેવાતા મચ્યો વિવાદ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એક બાદ એક કૌંભાડો સામે આવ્યા બાદ વિવાદો સમવાનું નામ લેતા નથી. પર્ફોર્મિંગ આર્ટ્સ વિદ્યાશાખાનાં અધરધેન ચેરમેન ડો. કલાધર આર્યને સભ્ય પદેથી તાત્કાલિક અસર થી દૂર કરવાનો આદેશ ઇન્ચાર્જ કુલપતિ પ્રો. ગીરીશ ભિમાણીએ કર્યો છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિવાદોની પર્યાય બની! ડો. કલાધર આર્યનનું પદ ‘છીનવી’ લેવાતા મચ્યો વિવાદ

ગૌરવ દવે/રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એક વખત વિવાદોની પર્યાય બની છે. ઇન્ચાર્જ કુલપતિ પ્રો. ગીરીશ ભિમાણીએ ડો. કલાધર આર્યને સિન્ડિકેટ પદેથી હટાવવા તબલા બોર્ડ અને પર્ફોર્મિંગ આર્ટસનાં સભ્ય પદેથી દુર કરવામાં આવતા રાજકારણ ગરમાયું છે. તાત્કાલિક અસર થી પદે થી દૂર કરવાનો આદેશ થતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે. જોકે ડો. કલાધર આર્યએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં ઇન્ચાર્જ કુલપતિ સામે ગંભીર આરોપ લગાવતા કહ્યું હતું કે, મનસ્વિ નિર્ણયોમાં હું બાધારૂપ થતો હોવાથી રાજકીય કિન્નાખોરી રાથીને દૂર કરવામાં આવ્યો છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એક બાદ એક કૌંભાડો સામે આવ્યા બાદ વિવાદો સમવાનું નામ લેતા નથી. પર્ફોર્મિંગ આર્ટ્સ વિદ્યાશાખાનાં અધરધેન ચેરમેન ડો. કલાધર આર્યને સભ્ય પદેથી તાત્કાલિક અસર થી દૂર કરવાનો આદેશ ઇન્ચાર્જ કુલપતિ પ્રો. ગીરીશ ભિમાણીએ કર્યો છે. જેને કારણે ડો. કલાધર આર્ય આપોઆપ એકેડેમિક કાઉન્સિલ અને સિન્ડીકેટ પદે થી દૂર થશે. સવાલ એ છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં કાયમી તત્કાલિન કુલપતિ ડો. નિતીન પેથાણીએ જેની નિમણુંક કાયદેસર ઠેરવી હતી તેને ઇન્ચાર્જ કુલપતિ પ્રો. ગીરીશ ભિમાણીએ ગેરલાયક ઠેરવ્યા છે. 

આ મામલે તબલા બોર્ડ અને પર્ફોર્મિંગ આર્ટ્સ વિદ્યાશાખાનાં અઘરધેન ચેરમેન ડો. કલાધર આર્યએ ઇન્ચાર્જ કુલપતિ પ્રો. ગીરીશ ભિમાણી સામે ગંભીર આરોપ લગાવતા કહ્યું હતું કે, રાજકીય કિન્નાખોરી રાખીને સભ્ય પદેથી હટાવવાનો નિર્ણય કર્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં રજીસ્ટ્રાર અમિત પારેખ સ્ટેચ્યુટ અધિકારી હોવા છતાં નિયમ વિરૂદ્ધ જઇને મને હટાવવા આદેશ કર્યો છે. જેથી પત્ર લખીને રજૂઆત કરવામાં આવશે. એટલું જ નહિં શિક્ષણમંત્રી, મુખ્યમંત્રી, ગવર્નર અને પ્રધાનમંત્રીને રજૂઆત કરવામાં આવશે. 

ડો. કલાધર આર્ય મિડીયા સમક્ષ આવ્યા હતા અને કહ્યું હતું કે, ધારીની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજનાં કૌંભાડ મુદ્દે સિન્ડિકેટ બેઠકની અંદર અવાજ ઉઠાવ્યો હતો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 150 પેજની અરજી આવી હતી તેમ છતાં પણ સિન્ડિકેટ બેઠકમાં ટ્રસ્ટ ટુ ટ્રસ્ટ ટ્રાન્સફર, સ્થળ ટ્રાન્સફર અને નામ કરણ કરી દેવામાં આવ્યું. બાબરા ખાતે આ કોલેજ વર્ણિરાજ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજનાં નામે ચાલી રહી છે. કોલેજનાં પ્રારંભ થી જ વર્ણિરાજ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં ખોટું થયું હોવાનું પુરાવા આધારે પુરવાર થઇ રહ્યું છે. 

તો બીજી તરફ આ સમગ્ર મામલે રાજકોટ મહાનગરપાલીકાનાં કોર્પોરેટર હાર્દિક ગોહિલે ભૂતકાળમાં તત્કાલિન કુલપતિ ડો. નિતીન પેથાણી રૂબરૂ મળીને લેખીત રજૂઆત કરી હતી. જેમાં ડો. કલાધર આર્ય પર્ફોર્મિંગ આર્ટ્સ વિદ્યાશાખા અને તબલા બોર્ડ ગેરકાયદે નિમણુંક કરવામાં આવી હોવાનો ઉલ્લેખ હતો. પરંતું તત્કાલિન કુલપતિ ડો. નિતીન પેથાણીએ ડો. કલાધર આર્યને લાયક ઠેરવ્યા હતા. જોકે ફરી એક વખત આજ બાબચે ઇન્ચાર્જ કુલપતિ પ્રો. ગીરીશ ભિમાણીને જામ જોધપુરનાં આંબરડી ગામનાં નંદા કડમુલ નામનાં વ્યક્તિએ અરજી કરતા જ ડો. કલાધર આર્યને સભ્ય પદે થી હટાવવા નિર્ણય કર્યો. જેથી ડો. કલાધર આર્ય સિન્ડિકેટ પદે થી આપોઆપ હટી જાય. 

જ્યારે આ અરજીને લઇને મિડીયાએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં રજીસ્ટ્રાર અમિત પારેખને પ્રશ્ન પુછ્યા ત્યારે બે મોઢાની વાત સામે આવી હતી. જેમાં યુનિવર્સિટીનાં એક્ટ મુજબ, 26(20) મુજબ તબલા બોર્ડમાં તેઓ જાણકાર હોવા જરૂરી છે જ્યારે કલમ 26(3) મુજબ કુલપતિ દ્વારા તેની નિમણુંક કરાયેલી હોવી જોઇએ તેવું જણાવ્યું હતું. જોકે અમિત પારેખે ઓર્ડરમાં લખેલા શેરા પર થી જ આદેશ કરી દીધો હોવાનું સ્પષ્ટ થયું હતું. તેનું કારણ એ હતું કે, ડો. કલાધર આર્યની તત્કાલિન કુલપતિ ડો. નિતીન પેથાણી દ્વારા નિમણુંક કરવામાં આવી હતી. જો નિતીન પેથાણી કુલપતિ હતા ત્યારે કલાધર આર્ય લાયક હતા તો હવે કેમ ડો. ભિમાણીનાં કાર્યકાળમાં ગેરલાયક ઠર્યા તે સવાલ ઉઠી રહ્યો છે. 

ડો. કલાધર આર્યને સિન્ડિકેટ પદે થી હટાવવાની વાત આવતાની સાથે જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં અનેક કૌંભાડો સામે આવે તેવી શક્યતા જોવામાં આવી રહી છે. ડો. આર્યએ કહ્યું હતું કે, તેની નિમણુંક રદ થાય તો સવાલ એ છે કે, 42માંથી 17 બોર્ડ એવા છે કે, જેમાં ચાર થી ઓછા પ્રોફેસર છે. આવી સંખ્યા પૂરી ન થતી હોય તેવા બોર્ડને એડહોક બોર્ડ કહેવાય છે. જ્યારે એડહોક બોર્ડમાં વિષય નિષ્ણાંત મુકવા તેવી કોઇ જોગવાઇ નથી. 

ક્યાં ક્યાં કૌંભાડોમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સપડાઇ

  • - કરાર આધારિત અધ્યાપકોની ભરતીમાં થયેલું વોટ્સએપ કાંડ, તપાસનાં નામે મિંડું, પોલીસ ફરીયા ન થઇ
  • - શારિરીક શિક્ષણ વિભાગમાં માટી કૌંભાડ થયું. તપાસમાં કારમાં માટીનાં ફેરા, પોલીસ તપાસનાં નામે મિંડું. ફરીયાદ ન થઇ
  • - બી. કોમ અને બીબીએનાં પેપર લિકકાંડ. વિદ્યાર્થીઓનાં ભવિષ્ય સામે સવાલો, પોલીસ ફરીયાદ ન થઇ, તપાસનાં નામે નાટક, પેપર લિક ક્યાં થી થયું તે ન આવ્યું સામે...
  • - બાબરા વર્ણિરાજ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ કૌંભાંડ, તપાસનાં નામે સમિતી બની, કોઇ પોલીસ ફરીયાદ નહિં

ડો. કલાધર આર્યની સિન્ડિકેટ પદે થી આ પ્રકારે કરવામાં આવેલી હકાલપટી થી શિક્ષણ જગતમાં ગરમાવો આવ્યો છે. ખાનગી કોલેજોની મંજૂરી થી લઇને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં સિન્ડિકેટ સભ્યોની કોલેજોમાં પાર્ટનરશીપ સુધીનાં મુદ્દાઓ આગામી દિવસોમાં સામે આવે તો નવાઇ નહિં.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news