savarkundala

જૂનાગઢ પંથકમાં 5 દિવસથી વરસાદ, અતિવૃષ્ટિના લીધે પાકને વ્યાપક નુકસાન

જૂનાગઢ શહેર તેમજ જીલ્લા અનેક તાલુકા માં છેલ્લા ચાર પાંચ દીવસ થી વરસાદ પડતા ખેડૂતોના તૈયાર થયેલ પાક ને નુકશાન થવા પામ્યું છે. ઝાંઝરડા સીમ વીસ્તારના ખેતરોમાં મગફળી પાક તયાર થઇ ગયો હતો.

Oct 12, 2021, 04:57 PM IST

અમરેલી : તૌકતે વાવાઝોડામાં સહાયના નામે નેતાએ મહિલા સાથે આચર્યુ દુષ્કર્મ

અમરેલી વાવાઝોડામાં સહાયના અપાવાના નામે મહિલા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. સાવરકુંડલાના થોરડી ગામની મહિલાએ સ્થાનિક આગેવાન અને તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. 

Aug 4, 2021, 03:39 PM IST

Savarkundala: ભાજપના પૂર્વ પ્રમુખ વિરૂદ્ધ વિધવાની છેતરીનો આરોપ, પક્ષમાંથી કરાયા સસ્પેંડ

સાવરકુંડલા (Savarkundala) ના વોર્ડ નંબર 8ના ભાજપના કાઉન્સિલર ડી.કે. પટેલ પર ગંભીર આરોપો લાગ્યા છે. તેમના વિરૂદ્ધ એક વિધવાની છેડતી કરી હોવાની ફરિયાદ સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે. 

Mar 22, 2021, 04:46 PM IST
Sabarkundala Near Accident, 1 Death PT3M17S

સાવરકુંડલા: ટ્રેકટર પલટી ખાઇ જતાં 1 મહિલાનું મોત, 5થી વધુને ઇજા

ચીખલીથી ઘાડલા ટ્રેકટરમાં જાન જતી વખતે સર્જાયેલા ભમ્મર ગામ નજીક સર્જાયેલા અકસ્માતમાં 8 જાનૈયાઓ ઇજાગ્રસ્ત થયા હતા. જ્યારે 45 વર્ષીય મહિલાનું ઘટના સ્થળે જ મોત થયું હતું. 108 વડે ઇજાગ્રસ્તોને સારવાર માટે રાજુલા ખસેડવામાં આવ્યા હતા.

Feb 9, 2020, 03:15 PM IST
Two Car And Bike Between Accident In Savarkundala PT3M19S

હિટ એન્ડ રન: સાવરકુંડલામાં બે કાર અને બાઇક વચ્ચે અકસ્માત

અમરેલીના સાવરકુંડલાના બાઢડા પાસે હિટ એન્ડ રનની ઘટના બની હતી. બે કાર અને એક બાઇક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ત્રીપલ અકસ્માતથી બેના મોત નિપજ્યા છે. બાઇકમાં સવાર એક પુરુષ અને એક મહિલાનું ઘટના સ્થળે મોત થયું હતું. બન્ને કાર ચાલકો કાર મૂકીને નાસી છૂટ્યા છે. 108 અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. અજાણ્યા બન્ને મૃતકો અંગે પોલીસે તપાસ શરૂ કરી હતી.

Feb 3, 2020, 07:40 PM IST

સાવરકુંડલાના જીંજુડા ગામ નજીક કેમેરામાં કેદ થયો જંગલનો રાજા સિંહ

રાજ્યમાં ગત બે દિવસથી વાતાવરણમાં આવેલા બદલાવને કારણે અમરેલી પંથકના સાવરકુંડલા ગ્રામ્ય વિસ્તારોમાં સિંહ દ્વારા દેખાડો દીધો હતો. વરસાદ પડવાને કારણે જંગલોમાં વસવાટ કરી રહેલા જંગલી જીવોને પણ ગરમીથી રાહત મળી હતી. અને સૌરાષ્ટ્રના અમરેલી પંથકમાં જંગલનો રાજા પણ વરસાદ બાદ પ્રસરેલી ઠંડકની મઝા માણી હતી. 

May 5, 2019, 10:25 PM IST

પરેશ ધાનાણી સામે સંકટ, સાવરકુંડલામાં કોંગ્રેસના 150 કાર્યકર્તાના સાગમટે રાજીનામા

ગુજરાતમાં કોંગ્રેસ પર સંકટોના વાદળો વધુ ઘેરાઈ રહ્યા દેખાય છે. કોંગ્રેસમાંથી રાજીનામાની મોસમ હજી અટકી નથી. માર્ચ મહિનામાં અનેક દિગ્ગજ નેતાઓ કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપને અપનાવી ચૂક્યા છે. જેમાંના કેટલાકને તો ભાજપમાં મંત્રીપદ મળ્યું છે. આવામાં પરેશ ધાનાણી અને અમિત ચાવડા માટે આ પક્ષપલટો રોકવો મુશ્કેલ બની રહ્યો છે. તાજેતરમાં જ વિપક્ષના નેતા પરેશ ધાનાણી સામે તેમના જ મત વિસ્તારમા વિરોધનો સૂર ઉભો થયો હતો. જ્યારે હવે તેમના ગઢમાં મોટું ગાબડું પડ્યું છે. સાવરકુંડલા તાલુકાના 150 કોંગી કાર્યકરોએ કોંગ્રેસમાંથી રાજીનામાં આપ્યા છે. 

Mar 18, 2019, 03:04 PM IST

પરેશ ધાનાણીના ગઢમાં કોંગ્રેસને આંચકો, ત્રણ નગરપાલિકામાં ભગવો લહેરાયો

કોંગ્રેસના જ એક બળવાખોર જુથે પાર્ટીના આદેશનો અનાદર કરી બળવાખોર જૂથના જયંતી રાણવા અને શકીલ સૈયદને પ્રમુખ ઉપપ્રમુખ પદ પર બેસાડતા કોંગ્રેસમાં સોપો પડી ગયો છે. 

Jun 15, 2018, 09:31 AM IST