જૂનાગઢ પંથકમાં 5 દિવસથી વરસાદ, અતિવૃષ્ટિના લીધે પાકને વ્યાપક નુકસાન
જૂનાગઢ શહેર તેમજ જીલ્લા અનેક તાલુકા માં છેલ્લા ચાર પાંચ દીવસ થી વરસાદ પડતા ખેડૂતોના તૈયાર થયેલ પાક ને નુકશાન થવા પામ્યું છે. ઝાંઝરડા સીમ વીસ્તારના ખેતરોમાં મગફળી પાક તયાર થઇ ગયો હતો.
Trending Photos
ભાવિન ત્રિવેદી, જુનાગઢ: જૂનાગઢ શહેર તેમજ જીલ્લા અનેક તાલુકા માં છેલ્લા ચાર પાંચ દીવસ થી વરસાદ પડતા ખેડૂતોના તૈયાર થયેલ પાક ને નુકશાન થવા પામ્યું છે. ઝાંઝરડા સીમ વીસ્તારના ખેતરોમાં મગફળી પાક તયાર થઇ ગયો હતો. જમીનમાંથી મગફળી કાઢી લીધી હતી. ત્યારે એવા સમયે સતત ચાર પાંચ દિવસથી મગફળીના પાથરા ઉપર વરસાદ પડતા મગફળી સડવા લાગી છે અને પશુનો ચારો પણ નાશ પામ્યો છે. મગફળીના પાથરા પલળી જતા ખેડૂતને લાખો રૂપીયાનું નુકશાની થવા પામી છે.
આજે ઝાંડરડાં ગામ ખેડૂતનું કહેવું છે આ પરિસ્થિતી આખા ગામ માં જોવા મળે છે તૈયાર થયેલ મગફળી જો જમીનમાંથી કાઢીયે નહિ તો મગફળી જમીન માં ઉગી જાય એટલે થોડો વરાપ નીકળતા મગફળી બહાર કાઢીને પાથરા કર્યા હતા. હવે તેની ઉપર છેલ્લા ચાર પાંચ દિવસથી વરસાદ પડતા મેહનત પાણીમાં ગઈ છે. 30 વીઘામાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યું હતું અને એક વીઘામાં 10 થી 12 હજારનો ખર્ચ કરી નાખ્યો છે. ત્યારે હજુ મજૂરી ખર્ચ તો બાકી છે એટલે ખેડૂતોના મોઢે આવેલ કોળીયો ઝૂંટવાઈ ગયો છે.
જૂનાગઢ જીલ્લામાં ચોમસું વિદાઈનું નામ લેતું નથી. સતત જોરદાર વરસાદી ઝાપટા ખેતરો માં પાણી ભરાઈ જાય છે. તેના લીધે કપાસ , સોયાબીન , અડદ , મગ અને મગફળી સહીતના પાકને નુકશાન થયું છે. ત્યારે અન્ય ખેડૂતનું કહેવું છે કે વરસાદની અનીયમીતતાના લીધે ખેતી પાકને ભારે નુકશાન થયું છે. જૂન મહીનામાં સારા વરસાદની આશા એ મગફળીની વાવણી કરી હતી. વરસાદ ખેંચાતા 25 હજાર નું બીયારણ બળી ગયું ફરીથી વાવણી કરવી પડી આજે મગફળી પાક તૈયાર થઇ ગયો તો પાથરા ઉપર વરસાદ પડતા મગફળી પાક ફેલ થયો છે. ત્યારે હવે સરકાર ખેડૂતો માટે કંઈક કરે અને વેહલી તકે સહાય આપે તેવી માંગ કરી રહ્યા છે.
જૂનાગઢ જીલ્લા પેહલા તોકતે વાવાઝોડું બીજી તરફ જૂનમાં વરસાદ ખેંચાયો તેની સાથે અતી ભારે વરસાદથી અતિવૃષ્ટિના લીધે ખેતી પાકને વ્યાપક નુકશાન છે. જેની સીધી અસર ઉત્પાદન ઉપર પડશે ખેડૂતોને જે આશા હતી તેટલું ઉત્પાદન થશે નહિ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે