Savarkundala: ભાજપના પૂર્વ પ્રમુખ વિરૂદ્ધ વિધવાની છેતરીનો આરોપ, પક્ષમાંથી કરાયા સસ્પેંડ

સાવરકુંડલા (Savarkundala) ના વોર્ડ નંબર 8ના ભાજપના કાઉન્સિલર ડી.કે. પટેલ પર ગંભીર આરોપો લાગ્યા છે. તેમના વિરૂદ્ધ એક વિધવાની છેડતી કરી હોવાની ફરિયાદ સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે. 

Savarkundala: ભાજપના પૂર્વ પ્રમુખ વિરૂદ્ધ વિધવાની છેતરીનો આરોપ, પક્ષમાંથી કરાયા સસ્પેંડ

કેતન બગડા, અમરેલી: સાવરકુંડલા (Savarkundala) ના નગર પાલિકાના ભાજપ (BJP) ના ચાલુ સભ્ય અને પૂર્વ પ્રમુખ ડી.કે પટેલ (DK Patel) ફરી વિવાદોમાં આવ્યા છે. ડી.કે પટેલ (DK Patel) વિરુદ્ધ સાવરકુંડલા (Savarkundala)પોલીસ સ્ટેશનમાં વિધવા મહિલાએ છેડતીની ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી છે. તો ભાજપના કાઉન્સિલરની ગેરશિસ્ત બદલ તેમને પક્ષમાંથી સસ્પેન્ડ (Suspend) કરવામાં આવ્યા છે.

સાવરકુંડલા (Savarkundala) ના વોર્ડ નંબર 8ના ભાજપના કાઉન્સિલર ડી.કે. પટેલ પર ગંભીર આરોપો લાગ્યા છે. તેમના વિરૂદ્ધ એક વિધવાની છેડતી કરી હોવાની ફરિયાદ સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે. 

પોલીસ (Police) ફરિયાદમાં જણાવ્યા અનુસાર  ડી.કે પટેલ દ્વારા ત્રણ દીકરીઓ સાથે વિધવા જીવન જીવતી મહિલાના રહેણાક મકાનમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી મહિલાની સાથે છેડતી કરી તેની પાસે બિભસ્ત માંગણી કરી હતી. આ મહિલા સાડીના ધંધા અર્થે ઘણા સમયથી સુરત રહેતી હતી. જો કે લોકડાઉન દરમિયાન ધંધો બંધ થતાં મહિલા 8 માસથી સાવરકુંડલા રહેતી હતી. 

આ પહેલા મહિલાએ ડી.કે પટેલને એક પોતાની દીકરીને શાળાના દાખલાના કામ માટે ડી.કે પટેલ સાથે મુલાકાત થઈ હતી. જેથી આ મહિલા ડી.કે પટેલને ઓળખતો હતો. જેથી તા.17/03/2021 ના રોજ તું અહીં રહે છે તેમ મહિલાના ઘરમાં પ્રવેશ કર્યો હતો અને મહિલા સાથે વાતચીત કરી મહિલા સાથે ચેનચાળા કર્યા હતા. જો કે મહિલાની દીકરી જોઈ જતા બૂમો પાડતા ડી.કે પટેલ ભાગ્યો હતો.

જોકે આ ઘટનાને લઈને મહિલાએ તેમના સમાજના આગેવાનો અને સાગા સંબંધીઓને જાણ કરતા ગત રાત્રીના સમયે તેઓએ સાવરકુંડલા પોલીસ મથકે ડી.કે પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી જવા પામી છે.

તો બીજી તરફ સોશિયલ મીડિયા પર ડી.કે પટેલ અને આ મહિલા વચ્ચે વાતચીતની ઓડિયો કલીપ પણ વાયરલ થઈ રહી છે અને તેમાં પણ ડી.કે પટેલ પોતાના કરેલા કૃત્યની કબુલાત કરી રહ્યો છે. તો અને બિભસ્ત વાતો પણ આ ઓડિયો ક્લિપમાં કરવામાં આવો રહી છે આ ઘટનાને લઈને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે તેમજ તેવામા ભાજપના નેતાની ઓડિયો કલીપ વાયરલ થતા તેમજ ફરિયાદ નોંધાતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી જવા પામી છે.

આ મહિલાના સગર સમાજની મહિલાએ ફરિયાદ નોંધાવતા આગેવાનોમાં રોષ જોવા મળી રહ્યો છે અને ડી.કે પટેલ સામે કડક કાર્યવાહી થાય તેવી માંગણી પણ કરવામાં આવી રહી છે.અમરેલી જીલ્લાના સાવરકુંડલા ભાજપના નગરસેવક ડી.કે પટેલ વિરુદ્ધમાં સાવરકુંડલા પોલીસ સ્ટેશન ખાતે ગત તારીખ 20 માર્ચના રાત્રીના 11:30 વાગ્યા આસપાસ વિધવા મહિલા દ્વારા છેડતીની ફરિયાદ નોંધાઈ છે. તેમજ તેમને ભાજપ પક્ષમાંથી સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે.

ડી.કે પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાતા પોલીસે આજે સાવરકુંડલા ડીવાયએસપી કચેરી ખાતે પ્રેસ કોન્ફ્રાન્સ યોજવામાં આવી હતી. પોલીસ દ્વારા ડી.કે પટેલ દ્વારા કરવામાં આવેલ છેડતીને લઈને માહિતી આપવામાં આવી હતી. સાવરકુંડલના સ્મશાન પાછળ રહેતા મહિલાએ ગત 17 મી માર્ચના રોજ કાઉન્સિલ ડી.કે પટેલે મહિલાના ઘરે આવી લાલચામણી ફોસલાવતી વાતો કરી હતી. 

મહિલાને સરકારી યોજનાના લાભ મળે તે મુદ્દે વાતચીત કરી બહેન કાગળ લેવા માટે જતા મહિલા સાથે છેડતી કરી હતી અને તેમની દીકરીએ બૂમો પાડતા ડી.કે પટેલ ત્યાંથી ભાગી ગયા હતા. ત્યારબાદ ફરી ડી.કે પટેલે ફોન કરી મહિલા સાથે ન શોભે તેવી વાતચીત કરી હતી જેની કલીપ પણ સામે આવી હતી. આ અંગે બહેને તેમના સગા સંબંધીઓને વાત કરી હતી અને ફરિયાદ નોંધાઈ હતી.  

આ મુદ્દે મહિલા પીએસઆઇ સેગલીયા તપાસ ચલાવી રહ્યા છે. તપાસના અનુસંધાને પોલીસ અવાર-નવાર ડીકે પટેલના ઘરે ગઇ હતી અને મોબાઈલ પણ બંધ આવી રહ્યો છે. તેમની ધરપકડ કરવા સાવરકુંડલા તાલુકા પોલીસ સ્ટેશન ના અન્ડરમાં અલગ-અલગ ટીમો બનાવી છાપે મારી પણ કરવામાં આવી છે. સાવરકુંડલા ટાઉન પોલીસમાં છેડતીની ફરિયાદ નોંધાતા ડી કે પટેલ ફરાર થઇ ગયો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news