જામનગરના અસુરક્ષિત દરિયાની રાઉન્ડ ધ ક્લોક પહેરેદારી કરશે જવાનો

 જામનગર જિલ્લામાં ઘણો મોટો દરિયાઇ વિસ્તાર આવેલો છે. તેમજ આ દરિયાઈ વિસ્તારમાં સંખ્યાબંધ પ્રતિબંધિત ટાપુઓ પણ આવેલા છે. તેથી આ ટાપુઓની સલામતી માટે જામનગર સહિતના દરિયાકાંઠા પર આવેલા ગુજરાત મેરીટાઇમ બોર્ડ સંચાલિત બંદરો પર હથિયારધારી એસઆરપી જવાનોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જેથી પ્રતિબંધિત ટાપુ પર કોઈ ગેરકાયદે થતી અવરજવર અટકાવી શકાય. તેમજ બંદરો પર કોઈ પ્રકારની ચોરીના બનાવો કે ગેરકાયદે પ્રવૃત્તિ ન થઈ શકે તે માટે એસઆરપીના જવાનો દ્વારા રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. 
જામનગરના અસુરક્ષિત દરિયાની રાઉન્ડ ધ ક્લોક પહેરેદારી કરશે જવાનો

મુસ્તાક દલ/જામનગર : જામનગર જિલ્લામાં ઘણો મોટો દરિયાઇ વિસ્તાર આવેલો છે. તેમજ આ દરિયાઈ વિસ્તારમાં સંખ્યાબંધ પ્રતિબંધિત ટાપુઓ પણ આવેલા છે. તેથી આ ટાપુઓની સલામતી માટે જામનગર સહિતના દરિયાકાંઠા પર આવેલા ગુજરાત મેરીટાઇમ બોર્ડ સંચાલિત બંદરો પર હથિયારધારી એસઆરપી જવાનોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જેથી પ્રતિબંધિત ટાપુ પર કોઈ ગેરકાયદે થતી અવરજવર અટકાવી શકાય. તેમજ બંદરો પર કોઈ પ્રકારની ચોરીના બનાવો કે ગેરકાયદે પ્રવૃત્તિ ન થઈ શકે તે માટે એસઆરપીના જવાનો દ્વારા રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. 

જામનગર જિલ્લામાં દરિયાકાંઠા વિસ્તારમાં અસંખ્ય પ્રતિબંધ ટાપુ આવેલા છે. તાજેતરમાં જ પ્રતિબંધ ટાપુ પર વગર મંજુરીએ લોકોની અવર જવરના બનાવો વધી ગયા હતા. જામનગરમાં ઘણા બંદરો આવેલા છે, જેના પર કોઈ પણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિ કે મંજુરી વિના અવરજવર ન થઇ શકે તે માટે હવે વહીવટી તંત્ર જાગૃત થયું છે અને જામનગરના જુદા જુદા પોર્ટ અને બંદરો પર ખાસ હથિયારધારી એસઆરપીના જવાનોનો બંદોબસ્ત બંદરોનાં પ્રવેશ સ્થળોએ ગોઠવી દેવામાં આવ્યા છે. એસઆરપીના જવાનો દ્વારા બંદરો પર પ્રવેશતા તમામ વાહન ચાલકો અને લોકોને તેમજ માછીમારોને ખૂબ બારીકાઇથી ચકાસવામાં આવી રહ્યા છે. જેના કારણે બંદર અને પોર્ટ પર ગેરકાયદે પ્રવેશ કરતા લોકોને રોકી શકાશે. તેમજ દરિયાઈ વિસ્તારમાં જો ગેરકાયદે કોઈ પણ પ્રવૃત્તિ થતી હોય તો તેને પણ અટકાવી શકાશે. 

LakhotaLake.jpg

ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા SRP જવાનોના બંદોબસ્તના લેવામાં આવેલા નિર્ણય મુજબ 21-એસઆરપીની એક આખી બટાલિયન જીએમબી હસ્તકના તમામ બંદરો પર મૂકી દેવામાં આવી છે. બંદરોના જુદા જુદા વિસ્તારો તેમજ પ્રવેશદ્વાર પર ચોવીસ કલાક રાઉન્ડ ધ કલોક હથિયારધારી એસઆરપી જવાનો દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. બંદરો પર કોઈ પણ પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિ કે ચોરી ન થાય તેમજ બંદરોના માધ્યમથી દરિયામાં ગેરકાયદે પ્રવેશતા લોકો ઉપર પણ બાજ નજર રાખી શકાય તે માટે એસઆરપીનાં જવાનો ખડેપગે પોતાની ફરજ નિભાવી રહ્યા છે. 

હાલ તો જામનગર સહિત દેવભુમિદ્વારકા અને અન્ય વિસ્તારોમાં પ્રતિબંધિત ટાપુ પર લોકોની વધતી જતી અવર જવર અટકાવા તેમજ દરિયાઇ વિસ્તારો કે બંદરોમાં થતી ગેરકાયદે પ્રવૃત્તિ અટકાવવા માટે તંત્રએ કમર તો કસી છે, પ0ણ શું સાચા અર્થમાં બંદરો ઉપર લગાવવામાં આવેલ એસઆરપી જવાનોના બંદોબસ્તને લઈને બંદરો પરની આ પ્રકારની ગતિવિધિ અટકશે કે નહિ તે તો આવનારો સમય જ બતાવશે...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news