Stays overnight News

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાટે PM નું રાત્રીરોકાણ, સવારે જમ્મુ કાશ્મીર& ગુજરાત પોલીસની પરેડ
પીએમ મોદી આજથી બે દિવસીય ગુજરાત પ્રવાસે છે. સવારે 11.30 વાગ્યે તેઓ ગાંધીનગરથી સીધા જ કેવડિયા જવા માટે રવાના થયા હતા. બપોર બાદ તેઓ તેઓએ સફારી પાર્કનું લોકાર્પણ કર્યું હતું. હાલ તેઓ જંગલ સફારી પાર્કની મુલાકાત લઇ રહ્યા છે. આ ઉપરાંત તેમણે માખણ પણ વલોવ્યું હતું. ચિલ્ડ્રન ન્યૂટ્રિશિયન પાર્કમાં આવેલી ટોય ટ્રેનની મુસાફરી પણ કરી હતી. 5D ફિલ્મ પણ જોઇ હતી. આ અગાઉ મોદીએ આરોગ્ય વનનું લોકાર્પણ કર્યું અને ત્યાર બાદ 17 એકરમાં ફેલાયેલા આરોગ્ય વનની મુલાકાત લઇને તેના અંગે માહિતી મેળવી હતી. ત્યાર બાદ પીએમ એકતા મોલ અને ચિલ્ડ્રન ન્યૂટ્રિશિયન પાર્કનું લોકાર્પણ કર્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી અને રાજ્યપાલ સતત તેઓની સાથે છે. 
Oct 30,2020, 17:51 PM IST

Trending news