સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાટે PM નું રાત્રીરોકાણ, સવારે જમ્મુ કાશ્મીર& ગુજરાત પોલીસ કરશે પરેડ

પીએમ મોદી આજથી બે દિવસીય ગુજરાત પ્રવાસે છે. સવારે 11.30 વાગ્યે તેઓ ગાંધીનગરથી સીધા જ કેવડિયા જવા માટે રવાના થયા હતા. બપોર બાદ તેઓ તેઓએ સફારી પાર્કનું લોકાર્પણ કર્યું હતું. હાલ તેઓ જંગલ સફારી પાર્કની મુલાકાત લઇ રહ્યા છે. આ ઉપરાંત તેમણે માખણ પણ વલોવ્યું હતું. ચિલ્ડ્રન ન્યૂટ્રિશિયન પાર્કમાં આવેલી ટોય ટ્રેનની મુસાફરી પણ કરી હતી. 5D ફિલ્મ પણ જોઇ હતી. આ અગાઉ મોદીએ આરોગ્ય વનનું લોકાર્પણ કર્યું અને ત્યાર બાદ 17 એકરમાં ફેલાયેલા આરોગ્ય વનની મુલાકાત લઇને તેના અંગે માહિતી મેળવી હતી. ત્યાર બાદ પીએમ એકતા મોલ અને ચિલ્ડ્રન ન્યૂટ્રિશિયન પાર્કનું લોકાર્પણ કર્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી અને રાજ્યપાલ સતત તેઓની સાથે છે. 
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાટે PM નું રાત્રીરોકાણ, સવારે જમ્મુ કાશ્મીર& ગુજરાત પોલીસ કરશે પરેડ

અમદાવાદ : પીએમ મોદી આજથી બે દિવસીય ગુજરાત પ્રવાસે છે. સવારે 11.30 વાગ્યે તેઓ ગાંધીનગરથી સીધા જ કેવડિયા જવા માટે રવાના થયા હતા. બપોર બાદ તેઓ તેઓએ સફારી પાર્કનું લોકાર્પણ કર્યું હતું. હાલ તેઓ જંગલ સફારી પાર્કની મુલાકાત લઇ રહ્યા છે. આ ઉપરાંત તેમણે માખણ પણ વલોવ્યું હતું. ચિલ્ડ્રન ન્યૂટ્રિશિયન પાર્કમાં આવેલી ટોય ટ્રેનની મુસાફરી પણ કરી હતી. 5D ફિલ્મ પણ જોઇ હતી. આ અગાઉ મોદીએ આરોગ્ય વનનું લોકાર્પણ કર્યું અને ત્યાર બાદ 17 એકરમાં ફેલાયેલા આરોગ્ય વનની મુલાકાત લઇને તેના અંગે માહિતી મેળવી હતી. ત્યાર બાદ પીએમ એકતા મોલ અને ચિલ્ડ્રન ન્યૂટ્રિશિયન પાર્કનું લોકાર્પણ કર્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી અને રાજ્યપાલ સતત તેઓની સાથે છે. 

વડાપ્રધાન મોદી કેવડિયામાં જ રાત્રી રોકાણ કરશે
વડાપ્રધન મોદી આવતીકાલ 31 ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે અને 2 દિવસ દરમિયાન 17 પ્રોજેક્ટનું પણ લોકાર્પણ કરશે. જેના પગલે કેવડિયા હાલ પ્રવાસીઓ માટે બંધ કરી દેવાયું છે. ઉપરાંત મોટો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે. વડાપ્રધાન મોદીનું રાત્રીરોકાણ હોવાનાં કારણે ગુપ્તચર તંત્ર, એસપીજી અને વિવિધ કેન્દ્રીય એજન્સીઓ જેવી કે CRPF, CISF, NDRF, NSG અને ગુજરાત પોલીસના જવાનો મોટી સંખ્યામાં હાજર છે. અત્રે ઉલ્લેખનીય છે કે વહેલી સવારે અહીં ગુજરાત પોલીસ અને કાશ્મીર પોલીસના જવાનો એકતા પરેડ કરશે. 

જંગલ સફારી અને ફેરીબોટનું ઉદ્ધાટન
375 એકરમાં ફેલાયેલા જંગલ સફારીમાં 1500 વિદેશી પ્રાણીઓ છે. વ્યક્તિ દીઠ 200 રૂપિયાની ટિકિટ નિર્ધારિત કરાઇ છે. પેટ્સ ઝોનનો આ ટિકિટમાં સમાવેશ થાય છે. ફેરી બોટ પ્રોજેક્ટ 100 ટકા પુર્ણ થઇ ચુક્યો છે. બોટમાં એક સાથે 202 મુસાફરો પ્રવાસનો આનંદ માણી શકે છે. પ્રતિ પ્રવાસી 430 રૂપિયા ક્રુઝનું ભાડુ રાખવામાં આવ્યું છે. જેથી સામાન્ય માણસ પણ તેમાં બેસી શકે અને મુસાફરી કરી શકે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news