વારાણસીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- 'હું ગુજરાતી છું, પણ ગુજરાતીથી વધુ પ્રેમ હિન્દીને કરું છું'
અમિત શાહે બે દિવસીય સંમેલનનો હસ્તકલા સંકુલમાં રંગેચગે શુભારંભ કરાવ્યો. આ કાર્યક્રમમાં સીએમ યોગી આદિત્યનાથ સહિત ગૃહરાજયમંત્રી અજય કુમાર મિશ્રા ટેની, નિત્યાનંદ રાય, નિશિત પ્રમાણિક અને રાજ્ય સભા સાંસદ સુભાષ ચંદ્રાએ હાજરી આપી હતી.
Trending Photos
વારાણસી: ઉત્તર પ્રદેશના વારાણસીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અખિલ ભારતીય રાજભાષા સંમેલનની શરૂઆત કરાવી છે. અમિત શાહે બે દિવસીય સંમેલનનો હસ્તકલા સંકુલમાં રંગેચગે શુભારંભ કરાવ્યો. આ કાર્યક્રમમાં સીએમ યોગી આદિત્યનાથ સહિત ગૃહરાજયમંત્રી અજય કુમાર મિશ્રા ટેની, નિત્યાનંદ રાય, નિશિત પ્રમાણિક અને રાજ્ય સભા સાંસદ સુભાષ ચંદ્રાએ હાજરી આપી હતી.
અમિત શાહે જણાવ્યું કે, હું હિન્દીને ગુજરાતીથી વધારે પ્રેમ કરું છું. સ્વભાષા, સ્વદેશીને આગળ વધારી રહ્યો છે. વારાણસી ભાષાઓનું ગોમુખ છે. અખિલ ભારતીય રાજભાષા સંમેલનને રાજધાની દિલ્હીની બહાર કરવાનો નિર્ણય અમે વર્ષ 2019માં જ લઈ લીધો હતો. પીએમ મોદીએ કહ્યું છે કે અમૃત મહોત્સવ એ દેશને આઝાદી અપાવનાર લોકોની સ્મૃતિને જીવંત કરીને યુવા પેઢીને પ્રેરણા આપવાનો જ નથી, તે આપણા માટે સંકલ્પનું વર્ષ પણ છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વધુમાં જણાવ્યું હતું કે, બે વર્ષ કોરોના મહામારીના કારણે અમે આયોજન કરી શક્યા નહીં, પરંતુ આજે મને આનંદ છે કે આ નવી શુભ શરૂઆત આઝાદીના અમૃત મહોત્સવમાં થવા જઈ રહ્યું છે. આઝાદીનો અમૃત મહોત્સવ આપણા માટે સંકલ્પનું વર્ષ છે. ભારતની જનતાને નક્કી કરવાનું રહેશે કે ભારત ક્યાં ઉભું રહેશે અને તે નક્કી કરીને સંકલ્પ કરવાનો રહેશે કે આવનારા 25 વર્ષ આ સંકલ્પ સિદ્ધિની કાલ હોય.
અમિત શાહે વધુમાં જણાવ્યું કે આ કામ આઝાદી પછી તાત્કાલિક થવું જોઈતું હતું. પીએમ મોદીએ પહેલીવાર મેક ઈન ઈન્ડિયા અને હવે સ્વદેશીની વાત કરીને સ્વદેશીને લક્ષ્ય બનાવ્યું, પછી સ્વભાષાને લક્ષ્ય બનાવીને ચાલવું જોઈએ. હું ગુજરાતી છું, પણ ગુજરાતીથી વધુ પ્રેમ હિન્દીને કરું છું. રાજભાષાનો વિકાસ ત્યારે થઈ શકે જ્યારે સ્થાનિક ભાષા મજબૂત હોય. આ બન્ને પૂરક છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે