Taken News

કેબિનેટ બેઠકમાં લેવાયા એવા મહત્વના નિર્ણય કે ગુજરાતમાં કોઇ બાબતનું દુ:ખ નહી રહે
રાજ્યના મંત્રી મંડળની બેઠકમાં લેવાયેલ મહત્વના નિર્ણયો લીધા હતા. ખેડૂતો પાસેથી ચણા, તુવેરની ટેકાના ભાવે ખરીદી નેવુ દિવસ સુધી કરવામાં આવશે તેવી જાહેરાત પણ કરાઇ હતી. રાજ્યમાં ૧૪,૫૦૦ કિ.મી.લંબાઇના માર્ગોના રિસરફેસ-નવીનીકરણની કામગીરી ડિસેમ્બર-૨૦૨૨ સુધી પૂર્ણ કરવામાં આવશે. તારાપુર-બગોદરા હાઇવેના ફેઝ-૨ના રૂા.૬૫૦ કરોડના કામો મંજૂર કરવામાં આવ્યા છે. જળ સંચય માટે સુજલામ સુફલામ જળ અભિયાન આગામી સમયમાં હાથ ધરવામાં આવશે. રમતવવીરોને પ્રોત્સાહિત કરવા ખેલ મહાકુંભનું આયોજન પણ કરવામાં આવશે. જેમાં આશરે ૪૫ લાખથી વધુ રમતવીરો ભાગ લેશે. વિધાનસભા ખાતે પસાર કરાયેલા કાયદાઓના નિયમો સત્વરે બનાવવા સૂચના પણ આપી દેવાઇ હોવાનું સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ જણાવ્યું હતું. 
Feb 16,2022, 19:50 PM IST

Trending news