સરકારે 925 બોન્ડેડ ડોક્ટર્સને 2 દિવસમાં હાજર થવા માટેનો આદેશ, નહી તો થશે કડક કાર્યવાહી

શહેરમાં કોરોનાની સ્થિતી ખુબ જ વિસ્ફોટ થઇ ચુકી છે. તહેવારોમાં લોકોએ મોજ કરી જેની કિંમત હવે શહેરને ચુકવવી પડી શકે છે. સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક જેવી તમામ બાબતોને ધ્યાને લીધા વગર ભીડભાડમાં જવાથી માંડીને તમામ નિયમોનો ભંગ દિવાળીના તહેવારો દરમિયાન જોવા મળ્યો હતો. જો કે લોકડાઉનથી કંટાળેલા લોકોને વ્હારવાને બદલે સરકારે પણ ઢીલી નીતિ રાખી હતી. 
સરકારે 925 બોન્ડેડ ડોક્ટર્સને 2 દિવસમાં હાજર થવા માટેનો આદેશ, નહી તો થશે કડક કાર્યવાહી

અમદાવાદ : શહેરમાં કોરોનાની સ્થિતી ખુબ જ વિસ્ફોટ થઇ ચુકી છે. તહેવારોમાં લોકોએ મોજ કરી જેની કિંમત હવે શહેરને ચુકવવી પડી શકે છે. સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક જેવી તમામ બાબતોને ધ્યાને લીધા વગર ભીડભાડમાં જવાથી માંડીને તમામ નિયમોનો ભંગ દિવાળીના તહેવારો દરમિયાન જોવા મળ્યો હતો. જો કે લોકડાઉનથી કંટાળેલા લોકોને વ્હારવાને બદલે સરકારે પણ ઢીલી નીતિ રાખી હતી. 

જો કે અમદાવાદમાં હવે સ્થિતી ખુબ જ સ્ફોટક થઇ ચુકી છે. ત્યારે ડોક્ટર્સ પોતાની ફરજમાંથી પાછા હટી રહ્યા છે. રાજ્યમાં કોરોનાની બીજી લહેર જેવી સ્થિતી જોવા મળી રહી છે ત્યારે અમદાવાદમાં 57 કલાકનો કર્ફ્યુ બાદ રાત્રી કર્ફ્યું લાગુ કરવામાં આવ્યો છે. ત્યારે કોરોનાની સ્થિતીને પહોંચી વળવા માટે રાજ્ય સરકારે 925 બોન્ડેડ MBBS ડોક્ટરોને હાજર કરવા માટેનો આદેશ આપ્યો છે. 

હાજર નહી થનારા ડોક્ટરો સામે એપેડેમિક એક્ટ હેઠળ કાર્યવાહી કરવા માટેની ચિમકી ઉચ્ચારવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, બોન્ડેડ ડોક્ટર્સને સરકાર દ્વારા વારંવાર હાજર થવા માટે આદેશ આપવામાં આવ્યા હતા. તેમ છતા પણ ડોક્ટર્સ હાજર નહી થતા આખરે સરકાર દ્વારા કડક પગલાનુ શસ્ત્ર ઉગામવા માટેની તૈયારીઓ કરવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news