tik tok

Holly h Video : આકર્ષક હોઠ, ભૂરી આંખોવાળી આ યુવતી આવે કેમેરા સામે તો કરોડો યુવાઓ થઈ જાય છે પાગલ...

Holly H Video: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ કોઈ વ્યક્તિની જિંદગી એટલી હદે બદલી દે છે કે, તેનું સૌથી મોટું ઉદાહરણ આ 23 વર્ષની યુવતી બની છે. આ યુવતીની પાસે સોશિયલ મીડિયા વીડિયો એપ ટિકટોક (TikTok) પર કુલ 1.6 કરોડ ફોલોઅર્સ છે. જેને કારણે તે એટલી પોપ્યુલર અને આર્થિક સંપન્ન થઈ ચૂકી છે કે, તેને પોતાની સુરક્ષા માટે એક સિક્યોરિટી ગાર્ડ પણ રાખે છે. આ કારણે તેની માતાએ નોકરી પણ છોડી દીધી છે. સોશિયલ મીડિયા પર છવાયેલી આ યુવતીનું નામ હોલી હોર્ન (holly h) છે, જે બ્રિટનની સૌથી મોટી સુપરસ્ટાર બની ચૂકી છે. આકર્ષક હોઠ, પહોળી ભૂરી આંખો અને મેનિક્યોર કરાયેલ નખની સાથે તે પોતાના માથાને કેમેરા તરફ ફેરવીને નીચે વળીને જ્યારે સિટી વગાડે છે, તો તેના લાખો-કરોડો ચાહકો પાગલ થઈ જાય છે.

Dec 2, 2019, 10:48 AM IST

ટિકટોકને પહેલાં ખરીદવાનો પ્રયત્ન કર્યો, હવે તોડવા માટે જુકરબર્ગે બનાવ્યું ગુપ્ત એકાઉન્ટ

ટિકટોક (TikTok) મોડલને તોડવા માટે કદાચ ફેસબુકના સહ સંસ્થાપક અને સીઇઓ માર્ક જુકરબર્ગનો ચીની શોર્ટ વીડીયો શેયરિંગ એપ ટિકટોક પર એક ગુપ્ત એકાઉન્ટ છે, જેના લીધે અમેરિકાથી માંડીને ભારત સુધી સોશિયલ નેટવર્કિંગની દિગ્ગજ કંપની ફેસબુક માટે આ માથાનો દુખાવો બની ગયું છે.

Nov 15, 2019, 11:15 AM IST

TikTok એ લોન્ચ કર્યો નવો સ્માર્ટફોન, 12GB રેમ સાથે આ છે ખાસ

Tik Tok એપ ખૂબ પોપ્યુલર થઇ છે અને હવે ફેસબુકની પણ રાઇવલ બની ચૂકી છે. આ એપ ચીની ઇન્ટરનેટ કંપની ByteDance ની છે. આ કંપનીએ એક નવો સ્માર્ટફોન લોન્ચ કરી દીધો છે. આ હાઇ એન્ડ સ્માર્ટફોન છે અને તેને કંપનીએ Smartisan બ્રાંડ હેઠળ લોન્ચ કર્યો છે. આ નવા સ્માર્ટફોનનું નામ Smartisan Jianguo Pro 3 રાખવામાં આવ્યું છે. 

Nov 4, 2019, 03:21 PM IST

TikTokએ ડાઉનલોડની બાબતે ફેસબૂક અને ઈન્સ્ટાગ્રામને પણ પાછળ રાખી દીધી...!

ધ સેન્સર ટાવર રિપોર્ટ 2019(The Sensor Tower Report 2019) દ્વારા સપ્ટેમ્બર, 2019માં સમગ્ર વિશ્વમાં સૌથી વધુ ડાઉનલોડ(Download) કરવામાં આવેલી સોશિયલ મીડિયા એપ્લિકેશન જાહેર કરી છે. રિપોર્ટ અનુસાર સપ્ટેમ્બર, 2019માં સમગ્ર વિશ્વમાં 6 કરોડ લોકોએ ટિકટોક એપ ડાઉનલોડ કરી હતી અને સમગ્ર વિશ્વના કુલ ડાઉનલોડ કરનારામાં 44 ટકા ભારતીય છે.

Oct 23, 2019, 09:52 PM IST

Tik Tokને ટક્કર આપવા માટે Google કરી તૈયારી, લઇ શકે છે મોટો નિર્ણય

Google : વોલ સ્ટ્રીટ જર્નલના સમાચાર અનુસાર, ચાઇનીઝ માઇક્રો-બ્લૉગિંગ પ્લેટફોર્મ વીબ્રોએ પણ ફાયર વર્કને ખરીદવામાં રસ દેખાડ્યો હતો. પરંતુ Google સાથે આગળની વાત પર ચર્ચા ચાલી રહી છે. કેર્લિફોનિયામાં રેડવુડ સીટી ખાતે આવેલા ફાયરવર્કે ગત મહિને જ ભારતમાં એન્ટ્રી કરી છે. 
 

Oct 6, 2019, 09:50 PM IST
Shakti: Tik Tok Queen Alpita Talks About Her Dream Of Becoming An Actor PT25M1S

ટીકટોક ક્વીન અલ્પિતાની કહાની, અલ્પિતાની જુબાની! જુઓ 'શક્તિ'

ટીકટોકને કારણે વિવાદમાં આવેલી સસ્પેન્ડ કોન્સ્ટેબલ અલ્પિતા ચૌધરીનો વીડિયો વાયરલ થયો હતો. ટીકટોક ક્વીન અલ્પિતાએ કહ્યું પહેલાથી બનવા માંગતી હતી એક્ટર.

Aug 11, 2019, 03:55 PM IST

'ટોક ઓફ ધ ટાઉન' બન્યા ગુજરાત પોલીસના Tik Tok વીડિયો, ગૃહ વિભાગમાં હલચલ

છેલ્લા બે-ત્રણ દિવસથી ગુજરાત પોલિસના Tik Tok વીડિયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યા છે, શુક્રવારે તેમાં ઉમેરો થતાં ડીસીપી મંજીતા વણઝારા, વડોદરાના PSI અરૂણ મિશ્રાનો બીજો વીડિયો અને રાજકોટ પોલીસનો પીસીઆર વાનનો વીડિયો બહાર આવ્યો હતો

Jul 26, 2019, 10:25 PM IST

ગુજરાત પોલીસને લાગ્યું Tik Tokનું ઘેલું, હવે વડોદરાના PSIનો વીડિયો થયો વાયરલ

વડાદરા ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઈ અરૂણ મિશ્રાએ ગુરૂવારે રાત્રે 8 કલાકે જ વીડિયો બનાવીને ટીકટોક પર કર્યો પોસ્ટ
 

Jul 25, 2019, 10:03 PM IST
Tik Tok Causes Road Accident of Youth PT5M23S

ટીકટોક પર અભિનેતા બનવાની મજા કેવી રીતે બની યુવાનો માટે સજા, જુઓ વીડિયો

ટીકટોકનો ક્રેઝ જીવ પણ લઈ શકે છે આવો જ એક એવો કિસ્સો સામે આવ્યો છે કે, જ્યાં હીરોગીરી કરવા ગયેલા યુવાનોના ટીકટોક કરવાના ચક્કરમાં હાડકા તૂટી ગયા હતાં. ટિકટોક કરવાના રવાને ચઢેલા યુવાનોને એ પણ ખ્યાલ નથી રહેતો કે, હીરોગીરી દેખાડવાના ચક્કરમાં તેનું ખરાબ પરિણામ પણ ભોગવવું પડી શકે છે. ટીકટોકના આ અભિનેતાઓ પોતાની કળા દેખાડતા જતાં ઉંધા મોંએ પડ્યા હતાં. ચાલુ બાઈક પર ટીકટોક બનાવવા જતાં પહેલાં યુવાનોએ આ વીડિયો જોવો જરૂરી છે આજની યુવા પેઢીએ આવી ભૂલ ક્યારેય ન કરવી જોઈએ. એક તો બાઈકચાલક હેલ્મેટવગર અને વળી પાછા ત્રણ સવારી હતાં. ઝડપી બાઈક ચલાવી આ ત્રણેય હીરો ટીકટોક કરવા ગયા હશે અને સામેથી પૂરપાટ ઝડપે આવતાં વાહન સાથે અથડાયા હોવાનું લાગી રહ્યું છે કારણ કે. આ વીડિયો પછીના અન્ય એક વીડિયોમાં ત્રણેય યુવાનો લોહીલુહાણ હાલતમાં રસ્તાની બીજી બાજુ પડેલા જણાય છે. આ યુવાનોનું પછી શું થયું એતો ખબર નથી પણ એટલું ચોક્કસથી સમજવું જોઈએ કે, ચાલુ વાહને કે જોખમી જગ્યાએ ટીકટોક બનાવી હીરો બનવાનો પ્રયાસ ન કરવો જોઈએ.

Jul 21, 2019, 08:50 PM IST

Viral Video: પતિને ગરમી ન લાગે એટલે પત્નીએ બનાવ્યા નવરત્ન તેલમાં ભજીયા

દેશમાં અત્યારે પશ્ચિમ અને ઉત્તર ભારત કાળઝાળ ગરમી પડી રહી છે અને લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, લોકો પ્રવાહીનું ભરપૂર સેવન કરી રહ્યા છે 
 

Jun 11, 2019, 02:51 PM IST