આ Tiktok Video પર ફિદા થયા બોલિવુડના અડધોઅડધ સુપરસ્ટાર્સ

સોશિયલ મીડિયાના જમાનામાં કોઈ પણ ટેલેન્ટ એવું બચ્યુ નહિ હોય જે ગુમનામ હોય. વાયરલ વીડિયોની દુનિયામાં TikTok Video એ અલગ જ પ્રકારનું પ્લેટફોર્મ આપ્યું છે. ટિકટોક વીડિયોને પોપ્યુલારિટી એટલી વધી ગઈ છે કે, હવે તે ચર્ચાના વિષયો બનવા લાગ્યા છે. ટિકટોકના ડાન્સના વીડિયો પર હવે સેલિબ્રિટીઝ પણ રિસ્પોન્સ આપવા લાગ્યા છે. માઈકલ જેક્સન(Michael Jackson) ની જેમ ડાન્સ કરતા એક યુવકનો વીડિયો હાલ ચર્ચાનો વિષય બન્યો છે. બી-ટાઉનના ઉત્કૃષ્ઠ ડાન્સર ઋતિક રોશન (Hrithik Roshan) ની જ્યારે આ ટિકટોડ ડાન્સ વીડિયો (TikTok Video) પર નજર પડી તો તેના પણ હોંશ ઉડી ગયા અને તેણે પોતાના અધિકારીક ટ્વિટર હેન્ડલથી આ વીડિયોને ટ્વિટ કરતા કહ્યું કે, ‘આનાથી વધુ સારો અને બેસ્ટ એરવોકર મેં મારી જિંદગીમાં નથી જોયો. કોણ છે આ માણસ...’ 

Updated By: Jan 15, 2020, 03:47 PM IST
આ Tiktok Video પર ફિદા થયા બોલિવુડના અડધોઅડધ સુપરસ્ટાર્સ

અમદાવાદ :સોશિયલ મીડિયાના જમાનામાં કોઈ પણ ટેલેન્ટ એવું બચ્યુ નહિ હોય જે ગુમનામ હોય. વાયરલ વીડિયોની દુનિયામાં TikTok Video એ અલગ જ પ્રકારનું પ્લેટફોર્મ આપ્યું છે. ટિકટોક વીડિયોને પોપ્યુલારિટી એટલી વધી ગઈ છે કે, હવે તે ચર્ચાના વિષયો બનવા લાગ્યા છે. ટિકટોકના ડાન્સના વીડિયો પર હવે સેલિબ્રિટીઝ પણ રિસ્પોન્સ આપવા લાગ્યા છે. માઈકલ જેક્સન(Michael Jackson) ની જેમ ડાન્સ કરતા એક યુવકનો વીડિયો હાલ ચર્ચાનો વિષય બન્યો છે. બી-ટાઉનના ઉત્કૃષ્ઠ ડાન્સર ઋતિક રોશન (Hrithik Roshan) ની જ્યારે આ ટિકટોડ ડાન્સ વીડિયો (TikTok Video) પર નજર પડી તો તેના પણ હોંશ ઉડી ગયા અને તેણે પોતાના અધિકારીક ટ્વિટર હેન્ડલથી આ વીડિયોને ટ્વિટ કરતા કહ્યું કે, ‘આનાથી વધુ સારો અને બેસ્ટ એરવોકર મેં મારી જિંદગીમાં નથી જોયો. કોણ છે આ માણસ...’ 

હકીકતમાં ડાન્સ કરતો આ યુવક યુવરાજ સિંહ (Yuvraj Singh) છે, જેને ટિકટોક પર લોકો બાબા જેક્સન (Baba Jackson) ના નામથી ઓળખે છે. યુવરાજના ડાન્સ મુવ્સે પહેલે જ સોશિયલ મીડિયા પર જબરદસ્ત ઓળખ બનાવી લીધી છે. યુવરાજના ડાન્સ મુવ્સ પહેલા જ તેને સોશિયલ મીડિયા પર મોટી ઓળખ આપી ચૂક્યા છે, પરંતુ તેના ડાન્સ પર હવે ફિલ્મી સ્ટાર્સ પણ વાત કરતા થયા છે. માત્ર રિતીક રોશન જ નહિ, મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) , સુનીલ શેટ્ટી, રેમો ડિસૂજા, અનુપમ ખેર, રવીના ટંડન જેવી અનેક મોટી હસ્તીઓ પણ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર આ વીડિયો શેર કરી ચૂક્યા છે. તમામ તેના ડાન્સના ભરપેટ વખાણ કર્યાં છે. 

તમને જણાવી દઈએ કે, આ વીડિયો ગત રવિવારે પોસ્ટ કરવામાં આવ્યો હતો, જેના બાદ ઈન્ટરનેટ પર આ વીડિયો આગની જેમ ફેલાઈ ગયો છે. ટિકટોક પર યુવરાજના ડાન્સ મુવ્સના અનેક લોકો દિવાના બની ગયા છે. જોકે, આ વીડિયોને સૌથી પહેલા યુવરાજના કોઈ ફેન દ્વારા ટિવટર પર શેર કરવામાં આવ્યો હતો, જેમાં તેના યુવરાજના ડાન્સ મુવ્સના અલગ અલગ વીડિયોને એકસાથે કમ્પાઈલ કરીને રજૂ કરવામાં આવ્યો છે.

આ યુઝરે વીડિયોને ટ્વિટ કરતા સમયે રિતીક રોશન અને રેમો ડિસૂઝાને પણ ટેગ કર્યો હતો અને લખ્યું હતું કે, ‘પ્લીઝ તમે આને ફેમસ કરી દો....’

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક