Tolerate News

લોકડાઉનનાં અંતિમ 7 દિવસ પોલીસ સંપુર્ણ શક્તિ સાથે કામ કરશે, ગેરવર્તણુંક સંખાશે નહી
આજે રાજ્યનાં પોલીસ વડાએ રાજ્યનાં કાયદો અને વ્યવસ્થા અંગે માહિતી આપતી પત્રકાર પરિષદ સંબોધી હતી. કોરોનાની ગંભીર થતી સ્થિતીને ડામવા માટે રાજ્યની પોલીસ હવે કડકમાં કડક પગલા ભરશે તેવી પણ તેમણે ચિમકી ઉચ્ચારી હતી. તેમણે જણાવ્યું કે, અનેક વિસ્તારોમાં નાગરિકો દ્વારા પોલીસને સહકાર નથી આપવામાં આવી રહ્યો. લોકો બહાર નિકળી રહ્યા છે કેટલાક સ્થળો પર ક્વોરોન્ટાઇન કરવા ગયેલા પોલીસ જવાનો સાથે ઘર્ષણ જેવા કિસ્સા જાણમાં આવ્યા છે. પરંતુ હવે પોલીસ કોઇ પણ પ્રકારનુ ગેરવર્તણુંક સાંખી નહી લે અને કડક કાર્યવાહી કરશે. હવે લોકડાઉનને 7 દિવસ બાકી છે કડક અમલ થાય તે માટે પુરતા પ્રયત્નો કરીશું. જે વિસ્તારમાં કોરોનાના કેસ વધારે છે ત્યાં પોલીસ ફોર્સ વધારે મોકલવામાં આવશે. આ ઉપરાંત એસઆરપી ટુકડીઓની પણ મદદ લેવામાં આવશે. પોલીસ હવે કડક કાર્યવાહી કરતા જરા પણ અચકાશે નહી. જરૂર પડ્યે બળપ્રયોગ પણ કરવામાં આવશે.
Apr 7,2020, 17:08 PM IST

Trending news