Water taps in every house News

હર ઘર નલ યોજના અંગે મુખ્યમંત્રીની બેઠક, 2022 સુધીમાં ગુજરાતનાં ઘરે ઘરે હશે પાણીના નળ
હર ઘર જલ યોજનાની સર્વગ્રાહી સમીક્ષા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી હતી. પાણી પુરવઠા મંત્રી – રાજ્યમંત્રી અને ઉચ્ચ અધિકારીઓ સાથે ગાંધીનગરમાં યોજાઇ બેઠક યોજાઇ હતી. ગુજરાતના ૬ જિલ્લાઓ-૬૮ તાલુકાઓ તથા ૧ર૯૧૦ ગામોમાં ૧૦૦ ટકા નળ જોડાણ પૂર્ણ થઇ ચુક્યું છે. બાકી રહેલા ઘર જોડાણો સપ્ટેમ્બર-ર૦રર સુધીમાં પૂર્ણ કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દિશાનિર્દેશો આપ્યા હતા. દરેક વ્યક્તિને પ્રતિદિન ૧૦૦ લીટર પાણી મળી રહે તેવા આયોજન માટે મુખ્યમંત્રીનું સૂચન કર્યું હતું. રાજ્યમાં ગ્રામીણ ઘરોમાં ૮૯ ટકા જળ જોડાણ અપાઇ ગયા છે. પીવાના પાણીની યોજનાના આયોજનમાં અર્બન આઉટગ્રોથ એરિયા અને આદિજાતિ વિસ્તારના સમગ્ર ફળિયાઓ આવરી લેવાયાં હતા. 
Dec 7,2021, 16:35 PM IST

Trending news