અનાજ કૌભાંડ News

રાજકોટમાં સસ્તા અનાજની દુકાનોમાં કાળા કારોબારનું કૌભાંડમાં વધુ સનસનીખેજ આક્ષેપો
રાજકોટમાં સસ્તા અનાજની દુકાનોમાં કાળા કારોબારનું કૌભાંડ સામે આવ્યા બાદ એક સામાજિક કાર્યકરે સનસનીખેજ આરોપ મૂક્યો છે. સામાજિક કાર્યકર મહેશ બુધવાણીએ આરોપ મૂકતા જણાવ્યું કે, પૂરવઠા વિભાગમાં મોટા પ્રમાણમાં ભષ્ટાચાર ચાલે છે. સસ્તા અનાજના દુકાનધારકો પાસેથી લાયસન્સ કાઢી આપવા માટે રૂપિયા પડાવવામાં આવતા હોવાનો મોટો આક્ષેપ કરાયો છે. એટલું જ નહિ આવા અધિકારીઓ ભ્રષ્ટાચારી દુકાનધારકોને છાવરતા હોવાનું પણ મહેશ બુધવાણીએ જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે રાજકોટની વધુ ચાર સસ્તા અનાજની દુકાનોમાં કલેક્ટરે દરોડા પાડતા ફિંગરપ્રિંટ લીધા વગર બારોબર અનાજ વેચાયાનો કૌભાંડનો પર્દાફાશ થયો છે. જેને પગલે કલેક્ટરે ચારેય દુકાનોના લાયસન્સ 90 દિવસ માટે સસ્પેન્ડ કરી દીધા છે. હજુ પણ રાજકોટમાં મોટું કૌભાંડ બહાર આવી શકે તેમ છે.. બીજી તરફ મુખ્ય પુરવઠા અધિકારી પૂજા બાવડાએ મીડિયા સાથે ઉદ્ધતાઈભર્યુ વર્તન કરતા તેમની સામે ભ્રષ્ટાચારીઓને છાવરવાનો આરોપ લાગ્યો છે.. આ કૌભાંડ સામે આવ્યા બાદ જ્યારે મીડિયાકર્મીઓ ઘટનાની વિગતો પૂછવા ગયા તો પૂરવઠા અધિકારીએ તેમની સાથે ઉગ્ર બોલાચાલી કરી સવાલ પૂછવા હોય તો ચેમ્બરની બહાર નીકળી જવાનું જણાવી ગેરવર્તણૂંક કરી હતી.. હજુ આવી અનેક દુકાનો સામે કાર્યવાહી ન થઈ હોવા અંગેના સવાલના જવાબમાં પૂરવઠા અધિકારીએ જણાવ્યું હતું કે આ સાઈબર ક્રાઈમ છે અને તેની તપાસ ચાલી રહી છે.
Mar 11,2020, 14:35 PM IST

Trending news