આઇએએસ News

UPSC ટ્રેનિંગ સેન્ટરની શરૂઆત, મુખ્યમંત્રીએ કહ્યું ગુજરાત વહીવટી ક્ષેત્રે ઝળકશે
  મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વડાપ્રધાનની ‘નયાભારત-આત્મનિર્ભર ભારત’ની નેમ સાકાર કરવા અને રામ રાજ્યની સંકલ્પના પાર પાડવા વહિવટી ક્ષેત્રે ઉચ્ચ કૌશલ્યવાન માનવબળ-લોકોની જરૂરિયાત પૂરી પાડવામાં ગુજરાત વિશેષ યોગદાન આપશે તેવો સ્પષ્ટ મત વ્યક્ત કર્યો છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, ગુજરાત દરેક ક્ષેત્રે પ્રગતિમાં અગ્રેસર છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિકાસની રાજનિતીથી સુશાસન-ગુડગર્વનન્સ દ્વારા દેશમાં વિકાસના નવા સિમાચિન્હો અંકિત કર્યા છે. આ હેતુસર સારા વહિવટ કર્તાઓના નિર્માણ માટે ગુજરાત યુનિવર્સિટી અને જૈન ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશનનું UPSC ટ્રેનિંગ સેન્ટર યુવાઓને મોટી તક આપશે.
Sep 19,2020, 21:15 PM IST
પ્રેમ કે દગો? IAS ગૌરવ દહીયા સામે થયા છે ચોંકાવનારા આક્ષેપ...
રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ગુજરાતના IAS અધિકારી ગૌરવ દહિયા વિરૂધ્ધ લગ્નની બાબતમાં છેતરપીંડી, વિશ્વાસઘાત તથા ધમકીઓ આપવા અંગેની ફરિયાદોની તલસ્પર્શી તપાસ માટે ત્રણ મહિલા IAS અધિકારીઓ સહિત પાંચ સભ્યોની તપાસ સમિતીની રચના કરવામાં આવી છે. વહેલી તકે તપાસ પૂર્ણ કરીને પોતાનો અહેવાલ સત્વરે રજૂ કરવા પણ સૂચના આપવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, દિલ્હીની લિનુ સિંહ નામની એક મહિલાએ IAS ગૌરવ દહિયા સામે લગ્ન કરવાની લાલચ આપી છેતરપિંડી આચરવાની અને શારિરીક શોષણ કર્યું હોવાના આક્ષેપો કર્યા છે. મહિલાએ આ અંગેના પુરાવા પણ રજૂ કર્યા છે. મહિલાએ આક્ષેપો કર્યા છે કે, અધિકારી દહિયાએ તેની સાથે તિરૂપતિ મંદિરમાં લગ્ન કર્યા હતા અને તેની સાથે હનિમૂન પણ મનાવ્યું હતું. પ્રથમ પત્નીને છોડીને અધિકારી તેની સાથે રહેતો હતો. મહિલાએ વધુ આક્ષેપ કરતા જણાવ્યું છે કે, હવે આઈએએસ અધિકારી તેને છોડીને ત્રીજી મહિલા સાથે લગ્ન કરીને જીવન ગુજારી રહ્યો છે.
Jul 25,2019, 22:50 PM IST

Trending news