રાજ્યમાં વરસાદ News

આફતનો વરસાદ: પાટણના રાધનપુર અને માણસામાં 4-4 ઇંચ વરસાદ, સિઝનનો 93% વરસાદ
 રાજ્યમાં મેઘ કહેર યથાવત્ત છે.સૌથી વધારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ તથા ઉત્તર ગુજરાતમાં વરસાદ વરસ્યો છે. વહેલી સવારથી અમદાવાદ, ગાંધીનગર, સુરત, રાજકોટ, વડોદરા, આણંદ, મહેસાણા, સાબરકાંઠા, દ્વારકા, અરવલ્લી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. સવારે 6થી 12 વાગ્યા સુધીમાં રાજ્યમાં 234 તાલુકામાં મેઘ મહેર જોવા મળી છે. જેમાં સૌથી વધારે મહેસાણાના બેચરાજી તાલુકામાં 7 ઇંચ વરસાદ નોંધાયો છે. ત્યાર બાદ પાટણ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, ગીર સોમનાથમાં 3થી 6 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં સિઝનનો 93 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. 57 તાલુકામાં 40 ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે. 
Aug 23,2020, 16:32 PM IST

Trending news