રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 59 તાલુકામાં વરસાદ, સૌથી વધુ નવસારીના જલાલપોરમાં નોંધાયો

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 59 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ નવસારીના જલાલપોરમાં સવા પાંચ ઇંચ જેટલો વરસાદ પડ્યો. નવસારી શહેરમાં સાડાત્રણ ઇંચ જેટલો વરસાદ થયો. 

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 59 તાલુકામાં વરસાદ, સૌથી વધુ નવસારીના જલાલપોરમાં નોંધાયો

હિતલ પારેખ, ગાંધીનગર: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 59 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ નવસારીના જલાલપોરમાં સવા પાંચ ઇંચ જેટલો વરસાદ પડ્યો. નવસારી શહેરમાં સાડાત્રણ ઇંચ જેટલો વરસાદ થયો. 

જ્યારે વલસાડના વાપીમાં દોઢ ઇંચ જેટલો વરસાદ વરસ્યો. રાજકોટના લોધીકા, ગોંડલ અને ભાવનગર સીટીમાં એક ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો. રાજ્યના આઠ તાલુકામાં એક ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે. 

જો કે  આજે સવારથી રાજ્યમાં નહિવત વરસાદ જોવા મળી રહ્યો છે. સવારે ૮ વાગ્યા સુધીમાં નવ તાલુકામાં સામાન્ય વરસાદ પડ્યો. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news