એરટેલે લોન્ચ કર્યો 48 અને 98 રૂપિયાનો પ્લાન, જાણો શું છે સુવિધાઓ
આ પ્લાન તે ગ્રાહકો માટે બનાવવામાં આવ્યો છે જે માસિક બજેટ ડેટા પ્લાન જોઈ રહ્યાં છે, તેને વધુ ડેટાની જરૂર નથી. હાલમાં આ પ્લાન કંપનીની વેબસાઇટ પર અપડેટ થયો નથી.
Trending Photos
નવી દિલ્હીઃ એરટેલ (Airtel)એ પોતાના પ્રીપેડ ગ્રાહકો માટે બે પ્લાન લોન્ચ કર્યાં છે. એક પ્લાન 48 રૂપિયાનો તો બીજો 98 રૂપિયાનો છે. બંન્ને ડેટા પ્લાન છે. તેમાં કોલિંગની સુવિધા આપવામાં આવી નથી. 48 રૂપિયાના પ્લાનમાં 3જીબી 3G/4G ડેટા મળશે. તેની વેલિડિટી 28 દિવસની હશે. 98 રૂપિયાના પ્લાનની વેલિડિટી 28 દિવસની હશે પરંતુ તેમાં ગ્રાહકોને 6GB 3G/4G ડેટા મળશે. આ પ્લાનમાં ગ્રાહકોને અલગથી 10 ફ્રી નેશનલ મેસેજની સુવિધા મળશે. આ પ્લાન તે ગ્રાહકો માટે બનાવવામાં આવ્યો છે જે માસિક બજેટ ડેટા પ્લાન જોઈ રહ્યાં છે, અથવા જેને વધુ ડેટાની જરૂર છે. હાલમાં આ પ્લાન કંપનીની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ નથી, પરંતુ રિચાર્જ કરાવી શકાય છે.
ગત દિવસોમાં કંપનીએ પોતાના ગ્રાહકો માટે 248 રૂપિયાનો ખાસ પ્લાન લોન્ચ કર્યો હતો. આ પ્લાન માત્ર પ્રથમ અને બીજી વખત રિચાર્જ કરાવનાર માટે ઉપલબ્ધ છે. તે મુજબ ગ્રાહકને દરરોજ 1.4જીબી હાઈ સ્પીડ ટેલા ઓફર કરવામાં આવે છે. પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. આ દરમિયાન લોકલ, એસટીડી અને રોમિંગ અનલિમિટેડ કોલિંગ ફ્રી છે. સાથે દરરોજ 100 એસએમએસની સુવિધા મળે છે.
એરટેલનો આ પ્રકારનો પ્લાન પહેલાથી ઉપલબ્ધ છે. 29 રૂપિયાના પ્લાનમાં 520MB 3G/4G ડેટા મળે છે, જેની વેલિડિટી 28 દિવસની છે. આજ રીતે 92 રૂપિયાના પ્લાન મુજબ 6જીબી 3G/4G ડેટા મળે છે. પરંતુ તેની વેલિડિટી 7 દિવસની છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે