Airtelવાળા બિંદાસ વાપરે ઇન્ટરનેટ, Jio ને ટક્કર આપવા સસ્તા કર્યા પ્લાન

ભારતીય ટેલીકોમ માર્કેટમાં રિલાયન્સ જિયો (Reliance Jio) આવ્યા પછી કંપનીઓ વચ્ચે પ્રાઇસવોર શરૂ થઇ ગઇ છે. કંપનીઓ વચ્ચે ચાલી રહેલી જંગમાં ગ્રાહકોને સીધો ફાયદો મળી રહ્યો છે. 

Airtelવાળા બિંદાસ વાપરે ઇન્ટરનેટ, Jio ને ટક્કર આપવા સસ્તા કર્યા પ્લાન

નવી દિલ્હી: ભારતીય ટેલીકોમ માર્કેટમાં રિલાયન્સ જિયો (Reliance Jio) આવ્યા પછી કંપનીઓ વચ્ચે પ્રાઇસવોર શરૂ થઇ ગઇ છે. કંપનીઓ વચ્ચે ચાલી રહેલી જંગમાં ગ્રાહકોને સીધો ફાયદો મળી રહ્યો છે. કંપનીઓ પોતાના યૂઝર બેસને બચાવવા અને જિયો (Jio) ને ટક્કર આપવા માટે સતત પ્રયત્ન કરી રહી છે. આ પ્રયત્નમાં થોડા દિવસો અગાઉ એરટેલ, વોડાફોન અને બીએસએનએલે ઘણા ફેરફાર કર્યા છે. ત્યારબાદ જિયોએ વર્ષના શરૂઆતમાં પોતાના પ્લાનની કિંમતોમાં ફેરફાર કર્યા હતા. ત્યારબાદ જિયોએ પોતાના 4 પ્લાનની કિંમતોમાં ઘટાડો કર્યો હતો.  

70 દિવસવાળો પ્લાન હવે 84 દિવસ માટે 
તો બીજી તરફ જિયોએ કેટલાક પ્લાનમાં પહેલા6થી 50 ટક ઇન્ટરનેટ ડેટાની પણ ઓફર કરી હતી. જિયો દ્વારા કરવામાં આવેલા ફેરફાર હવે એરટેલે (Airtel) પોતાના 399 રૂપિયાના પ્લાનમાં ફેરફાર કર્યો છે. હવે એરટેલના 399 રૂપિયાના પ્લાનમાં 84 દિવસની વેલિડિટી મળી રહી છે. હવે એરટેલના 399 રૂપિયાના ટેરિફમાં દરરોજ 1 GB ડેટા, 100 એસએમએસ અને અનલિમિટેડ વોઇસ કોલિંગની સુવિધા 84 દિવસ માટે મળી રહી છે. તેમાં રોમિંગની પણ સુવિધા છે.   

આ ફેરફાર થયો
પહેલાં એરટેલ દ્વારા 399 રૂપિયાવાળા પ્લાનમાં યૂજર્સને 1 GB ડેટા, 100 એસએમએસ અને અનલિમિટેદ વોઇસ કોલિંગની સુવિધા 70 દિવસ માટે મળતી હતી. પરંતુ હવે 399 રૂપિયામાં આ સુવિધાને વધારીને 84 દિવસ માટે કરી દેવામાં આવી છે. જો કે એરટેલે આ ફેરફાર કેટલાક સર્કલમાં જ કર્યો છે અને આ ઓફરનો ફાયદો કેટલાક સીમિત ઉપભોક્તા જ ઉઠાવી શકશે.

airtel, reliance jio, jio, airtel 399 plan, airtel latest plan, एयरटेल@399

આ સર્કલમાં નહી મળે સુવિધા
ઝી ન્યૂઝે જ્યારે એરટેલની વેબસાઇટ પર જઇને ડિટેલ ચેક કરી તો તેમાં સ્પષ્ટ લખ્યું છે કે આ ઓફર નોન કોમર્શિયલ યૂજર્સ માટે છે. પહેલાં 84 દિવસના આ પ્લાન માટ એરટેલ યૂજર્સે 450 રૂપિયાનું ટેરિફ રિચાર્જ કરાવવું પડતું હતું. આ પ્લાન હાલ આંધ્રપ્રદેશ, તેલંગાણા અને કર્ણાટક સર્કલ યૂજર્સ માટે નથી. જો તમે દિલ્હીમાં છો તો આ પ્લાનનો ફાયદો ઉઠાવી શકો છો. જોકે આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે એરટેલ અન્ય ગ્રાહકો માટે પણ આ ફેરફાર ટૂંક સમયમાં જાહેર કરશે. 

આ છે જિયોનો પ્લાન
તમને જણાવી દઇએ કે રિલાયન્સ જિયો દ્વારા અન્ય ટેલીકોમ કંપનીઓને જોરદાર ટક્કર આપવામાં આવી રહી છે. એવામાં કંપનીઓ માટે પોતાના યૂજર્સ બેસને બચાવવો મોટો પડકાર બનતો જાય છે. એવામાં હવે એરટેલે જિયોને સરળતાથી ટક્કર આપવા માટે જિયોના 399 રૂપિયાવાળા પ્લાન જેવી જ ઓફર લોન્ચ કરી છે. રિલાયન્સ જિયોના 399 રૂપિયાવાળા પ્લાનમાં 1 GB ડેટા અને 100 એસએમએસ દરરોજ મળશે. સાથે જ યૂજર્સને જિયો એપનું સબ્સક્રિપ્શન પણ ફ્રી મળશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news