આ કંપનીની દમદાર ઓફર, માત્ર 599 રૂપિયામાં દરરોજ 5GB ડેટા, 84 દિવસની વેલિડિટી
આજે અમે તમને BSNL ના 599 રૂપિયાવાળા પ્લાનની તુલના વોડાફોન-આઈડિયા (Vi) અને એરટેલની સાથે કરી રહ્યાં છીએ.
Trending Photos
નવી દિલ્હીઃ હાલમાં ત્રણ પ્રાઇવેટ કંપનીઓ - Reliance Jio, Airtel, Vodafone idea એ પોતાના પ્રીપેડ પ્લાનની કિંમત વધારી દીધી છે. પરંતુ બીએસએનએલના પ્લાન હજુ જુના ભાવ પર ઉપલબ્ધ છે. બીએસએનએલના ઘણા પ્લાન એવા છે જે બાકી ખાનગી કંપનીઓથી ઘણા સારા છે. આજે અમે તમને BSNL ના 599 રૂપિયાવાળા પ્લાનની તુલના વોડાફોન-આઈડિયા (Vi) અને એરટેલની સાથે કરી રહ્યાં છીએ.
વોડાફોન-આઈડિયાનો 599 રૂપિયાનો પ્લાન
વોડાફોન-આઈડિયાનો 599 રૂપિયાનો પ્લાન 70 દિવસની વેલિડિટી સાથે આવે છે. તેમાં ગ્રાહકોને દરરોજ 1.5 જીબી ડેટા આપવામાં આવે છે. આ રીતે કુલ 105 જીબી ડેટા મળે છે. તેમાં ગ્રાહકોને અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 100 એસએમએસનો લાભ આપવામાં આવી રહ્યો છે. આ સિવાય બિંઝ ઓલ નાઇટ, વીકેન્ડ ડેટા રોલઓવર અને Vi Movies & TV Classic નું ફ્રી એક્સેસ મળે છે.
એરટેલનો 599 રૂપિયાનો પ્લાન
એરટેલનો પ્લાન VI કરતા સારી સુવિધા આપે છે, પરંતુ તેમાં વેલિડિટી ઓછી મળે છે. એરટેલના પ્લાનમાં 28 દિવસ માટે દરરોજ 3જીબી ડેટા આપવામાં આવે છે. ખાસ વાત છે કે એરટેલનો પ્લાન Disney + Hotstar સબ્સક્રિપ્શન સાથે આવે છે. તેમાં ગ્રાહકોને દરેક નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 100 SMS આપવામાં આવે છે. આ સિવાય એમેઝોન પ્રાઇમ મોબાઇલ એડિશન ફ્રી ટ્રાયલ, વિંક મ્યૂઝિક, અને ફ્રી હેલોટ્યૂન્સનું સબ્સક્રિપ્શન મળે છે.
BSNL નો 599 રૂપિયાનો પ્લાન
બીએસએનએલનો 599 રૂપિયાનો પ્લાન આ બંને કરતા આગળ છે. કંપની આ પ્લાનમાં 84 દિવસની વેલિડિટી ઓફર કરે છે. ખાસ વાત છે કે તેમાં દરરોજ 5જીબી ડેટા ઓફર કરવામાં આવે છે, જે અન્ય તમામ પ્લાન કરતા વધારે છે. તેમાં યૂઝર્સને અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 100 એસએમએસનો ફાયદો પણ મળે છે. આ સિવાય ગીત, ફિલ્મ તથા મનોરંજન માટે Zing એપનું સબ્સક્રિપ્શન મળે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે