યુક્રેનથી આવ્યો અત્યંત હચમચાવી નાખતો હુમલાનો લાઈવ Video, ગલીએ ગલીએ ઘૂમે છે મોત!

રશિયાની તોપો યુક્રેન વિરુદ્ધ આગ ઓકી રહી છે. મોસ્કો દ્વારા મચાવવામાં આવી રહેલી તબાહીનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો જોઈને અંદાજો લગાવી શકાય છે કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનના સનકી મગજનું પરિણામ કઈ રીતે યુક્રેનના નાગરિકોને ભોગવવું પડી રહ્યું છે.

યુક્રેનથી આવ્યો અત્યંત હચમચાવી નાખતો હુમલાનો લાઈવ Video, ગલીએ ગલીએ ઘૂમે છે મોત!

કિવ: રશિયાની તોપો યુક્રેન વિરુદ્ધ આગ ઓકી રહી છે. મોસ્કો દ્વારા મચાવવામાં આવી રહેલી તબાહીનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો જોઈને અંદાજો લગાવી શકાય છે કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનના સનકી મગજનું પરિણામ કઈ રીતે યુક્રેનના નાગરિકોને ભોગવવું પડી રહ્યું છે. વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે યુક્રેનના રસ્તા પર એક સાઈકલિસ્ટ જઈ રહ્યો છે. ત્યારે જ અચાનક હવાઈ હુમલો થાય છે અને જોરદાર ધડાકા સાથે ચારેબાજુ આગના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે. 

માર્યા જાય છે નિર્દોષ નાગરિકો
રશિયાએ ગુરુવારે યુક્રેન પર હુમલો કરી દીધો હતો. જે હજુ પણ ચાલુ છે. યુક્રેનના અનેક શહેરોમાં ધડાકા સંભળાઈ રહ્યા છે. કહેવાય છે કે રશિયન સેના યુક્રેનના 137 નાગરિકોને મોતને ઘાટ ઉતારી ચૂકી છે. જ્યારે સેકડો ઘાયલ થયા છે. રશિયા સતત યુક્રેન પર બોમ્બવર્ષા કરી રહ્યું છે. જેમાં નિર્દોષ નાગરિકો પણ મોતને ભેટી રહ્યા છે. હવાઈ હુમલાનો શિકાર બનેલો સાઈકલિસ્ટ પણ તેમાંથી જ એક છે. 

આશરો શોધી રહ્યા છે લોકો
આ અગાઉ એક વીડિયો સામે આવ્યો હતો જેમાં લોકો પોતાના જીવ બચાવવા માટે ભાગતા જોવા મળી રહ્યા છે. બેહાલ થયેલા લોકો આશરો શોધી રહ્યા છે જેથી કરીને બચી શકે. આ બધા વચ્ચે યુક્રેનના અધિકૃત સૂત્રોએ એ વાતની આશંકા વ્યક્ત કરી છે કે શુક્રવારનો દિવસ યુક્રેન માટે બ્લેક ફ્રાઈડે સાબિત થઈ શકે છે. કારણ કે રશિયાએ પોતાના હુમલા અનેકગણા વધારી દીધા છે. 

— REALIST (@realistqx1) February 24, 2022

રશિયામાં પણ પુતિન વિરુદ્ધ પ્રદર્શન
જો કા આ રીતે યુક્રેન પર આક્રમણ કરવા બદલ હવે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન પોતાના જ ઘરમાં ઘેરાયા છે. રશિયાની રાજધાની મોસ્કો સહિત 51 શહેરોમાં યુદ્ધ વિરુદ્ધ મોટા પાયે પ્રદર્શન થઈ રહ્યા છે. આ બાજુ આક્રોશિત લોકોની ભીડને નિયંત્રિત કરવા માટે મોટા પાયે પ્રદર્શન થઈ રહ્યા છે. લગભગ 1400 લોકોને અત્યાર સુધીમાં અટકાયતમાં લેવાયા છે. 

મોસ્કોથી 700 પકડાયા
સહયોગી વેબસાઈટ WION માં છપાયેલા એક ખબર મુજબ મોટી સંખ્યામાં લોકો રશિયાના રસ્તાઓ પર પ્રદર્શન કરી રહ્યા છે. 51 શહેરોમાં લગભગ 1400 લોકોની અટકાયત થઈ છે. પોલીસે એકલા મોસ્કોમાંથી લગભગ 700 અને સેન્ટ પીટર્સબર્ગમાંથી 340થી વધુ પ્રદર્શનકારીઓને પકડ્યા છે. પ્રદર્શન કરી રહેલા લોકોમાંથી અનેક લોકો એવા છે જેમના પોતાના યુક્રેનમાં ફસાયેલા છે. લોકો યુદ્ધનો વિરોધ કરીને વાતચીતના માધ્યમથી મુદ્દો ઉકેલવાની માગણી કરી રહ્યા છે. 

સંસદની બહાર  ભેગા થયા પ્રદર્શનકારીઓ
યુદ્ધના વિરોધમાં ગુરુવારે સોશિયલ મીડિયા પર લોકોને પ્રદર્શનમાં સામેલ થવાની અપીલ કરાઈ. જેને જોતા ભારે ભીડ ભેગી થઈ ગઈ. મોસ્કોના પુશ્કિન ચાર રસ્તે લગભગ 2000 અને 1000 રશિયાના બીજા મોટા શહેર સેન્ટ પીટર્સબર્ગમાં ભેગા થયા. આ દરમિયાન તેમના હાથમાં યુદ્ધ નથી જોઈતું ના નારાવાળા બેનર હતા. કહેવાય છે કે રશિયાની સંસદની બહાર પણ મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા. 

યુક્રેન પર રશિયાએ એવા સમયે હુમલો કર્યો છે કે જ્યારે મોટાભાગના વિપક્ષી નેતાઓની કા તો હત્યા કરી દેવાઈ છે અથવા તો તેમને જેલમાં નાખી દેવાયા છે. પુતિન વિરુદ્ધ સૌથી મોટા પ્રદર્શનનું નેતૃત્વ કરી ચૂકેલા એલેક્સી નવલ્ની પણ હાલ જેલમાં છે. તેઓ અઢી વર્ષની સજા કાપી રહ્યા છે. નેવલ્નીએ પણ રશિયા-યુક્રેન યુદ્ધ વિરુદ્ધ એક વીડિયો બહાર પાડ્યો છે. તેમણે એક લોકલ ટીવી ચેનલને કહ્યું છે કે રશિયામાં ફેલાયેલા ભ્રષ્ટાચારને છૂપાવવા માટે યુક્રેન વિરુદ્ધ યુદ્ધ છેડવામાં આવ્યું છે. પુતિન આ યુદ્ધ દ્વારા રશિયાના લોકોને બેવકૂફ બનાવવાની કોશિશ કરી રહ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news