Russia-Ukraine War: યુક્રેનના રાષ્ટ્રપતિનો અત્યંત ભાવુક Video, કહ્યું- હું અને મારા પત્ની-બાળકો દુશ્મનનો નંબર વન ટાર્ગેટ, અમે ગદ્દાર નથી
યુક્રેન પર ગુરુવારે થયેલા રશિયાના હુમલા બાદ દેશમાં ઠેર ઠેર તબાહી જોવા મળી રહી છે. રશિયા યુક્રેનની રાજધાની કિવને ઘેરવાની કોશિશમાં છે. આ બધા વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર જેલેન્સ્કીનો એક વીડિયો સંદેશ સામે આવ્યો છે.
Trending Photos
નવી દિલ્હી: યુક્રેન પર ગુરુવારે થયેલા રશિયાના હુમલા બાદ દેશમાં ઠેર ઠેર તબાહી જોવા મળી રહી છે. રશિયા યુક્રેનની રાજધાની કિવને ઘેરવાની કોશિશમાં છે. આ બધા વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર જેલેન્સ્કીનો એક વીડિયો સંદેશ સામે આવ્યો છે. જેમાં તેઓ તેમની પત્ની અને બાળકોની વાત કરતા ભાવુક થયેલા જોવા મળી રહ્યા છે. જેલેન્સ્કી કહી રહ્યા છે કે રશિયાના નિશાના પર સૌથી પહેલા હું છું અને બીજા નંબરે મારો પરિવાર છે. જેલેન્સ્કીએ યુક્રેની અધિકારીઓને પણ ચેતવણી આપી છે કે રશિયા રાજધાની કિવમાં ઘૂસી ગયું છે. જેલેન્સ્કીનું કહેવું છે કે તેઓ અને તેમનો પરિવાર ગદ્દાર નથી અને યુક્રેન છોડીને ભાગી જશે નહીં.
વીડિયોમાં ભાવુક અવસ્થામાં જેલેન્સ્કી કહી રહ્યા છે કે હું યુક્રેનમાં છું, મારો પરિવાર યુક્રેનમાં છે, મારા બાળકો યુક્રેનમાં છે, તેઓ ગદ્દાર નથી...તેઓ યુક્રેનના નાગરિક છે. અમને જાણકારી મળી છે કે દુશ્મને પહેલો ટાર્ગેટ મને બનાવ્યો છે. મારો પરિવાર તેમનો બીજો ટાર્ગેટ છે.
રશિયા મને ખતમ કરવા માંગે છે
જેલેન્સ્કીએ પોતાના ભાવુક સંદેશમાં કહ્યું કે રશિયાની સરકાર તેમને ખતમ કરી દેવા માંગે છે. યુક્રેની રાષ્ટ્રપતિએ કહ્યું કે તેઓ (રશિયા) દેશના પ્રમુખને ખતમ કરીને યુક્રેનને રાજનીતિક નુકસાન પહોંચાડવા માંગે છે.
“I have asked 27 European leaders whether Ukraine will be in NATO. Everyone is afraid, no one answers.”
Ukraine’s President Zelenskyy says his country has been left alone to fend off Russia’s military incursion pic.twitter.com/0wWsKPJahw
— TRT World (@trtworld) February 25, 2022
જેલેન્સ્કીએ કહ્યું કે તેમણે નાટોના 27 યુરોપીયન દેશોને સીધો સવાલ કર્યો કે શું યુક્રેન નાટોમાં સામેલ થશે. કોઈએ જવાબ આપ્યો નહીં. બધા ડરેલા છે. પરંતુ અમે ડરેલા નથી. અમને કોઈ ચીજનો ડર નથી. તેમણે વધુમાં કહ્યું કે અમે અમારા દેશને બચાવવા માટે ડરતા નથી...અમને રશિયાનો ડર નથી...અમે રશિયા સાથે વાતચીતથી પણ ડરતા નથી.
યુક્રેન નાટોમાં સામેલ થવા ઈચ્છે છે પરંતુ રશિયા તેની વિરુદ્ધમાં છે. વર્ષ 2014માં યુક્રેનમાં રશિયા સમર્થિત સરકાર પડી ત્યારથી યુક્રેનની સરકારે નાટોમાં સામેલ થવા માટે અનેકવાર કોશિશ કરી છે. પરંતુ રશિયા નાટોને રશિયાની સુરક્ષા માટે જોખમ માને છે. આથી કોઈ પણ કિંમતે તે યુક્રેનને નાટોનો સભ્ય બનવા દેવા માંગતુ નથી.
એક દિવસમાં યુક્રેનમાં 137 લોકોના મોત
જેલેન્સ્કીએ પોતાના વીડિયો સંદેશમાં દાવો કર્યો કે હુમલાના પહેલા દિવસે યુક્રેનના 137 લોકોના મોત થયા છે જ્યારે 316 લોકો ઘાયલ થયા છે. તેમણે કહ્યું કે મારે દુખ સાથે કહેવું પડી રહ્યું છે કે આજે (ગુરુવારે) અમે અમારા 137 હીરોને ગુમાવી દીધા. જેમાંથી 10 ઓફિસર્સ હતા. 316 લોકો ઘાયલ થયા છે. અમારા સૈનિકોએ આત્મસમર્પણ કર્યું નહીં. તમામ મૃતક સૈનિકોને યુક્રેનના હીરો ટાઈટલથી પુરસ્કૃત કરવામાં આવશે. જે આ યુદ્ધમાં માર્યા ગયા, તેમને અમે અમારી યાદોમાં રાખીશું.
નાટો દેશ યુક્રેન સંકટ પર કરી રહ્યા છે મીટિંગ
નાટો દેશ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડનના નેતૃત્વમાં આજે શુક્રવારે વર્ચ્યુઅલ મીટિંગ કરીશે. જેમાં યુક્રેનના મુદ્દા પર કેટલાક નિર્ણય લેવાઈ શકે છે. જો કે બાઈડન પહેલેથી જ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે તેઓ પોતાની સેનાને યુક્રેન મોકલશે નહીં. યુક્રેને પોતાની લડાઈ પોતે જ લડવી પડશે. યુક્રેનની તાજા સ્થિતિની વાત કરીએ તો દેશના ગૃહમંત્રી Anton Gerashchenko એ જણાવ્યું કે કિવમાં સવારે 6 ધડાકા થઈ ચૂક્યા છે. તેમણે કહ્યું કે ધડાકા બેલિસ્ટિક મિસાઈલ અને ક્રૂઝથી કરવામાં આવ્યા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે