માત્ર 149 રૂપિયામાં મળશે 900 રૂપિયાનો ફાયદો, Airtel નો સૌથી સસ્તો પ્લાન છે એકદમ પૈસા વસૂલ

Airtel Xstream નો રૂ. 149 નો પ્લાનઃ આ પ્લાનમાં યુઝર્સને એક જ જગ્યાએ 10,000 થી વધુ મૂવી અને વેબ સિરીઝ ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેની કિંમત 149 રૂપિયા છે અને તેમાં ઘણા ધમાકેદાર ફાયદાઓ મળી રહ્યા છે.

 માત્ર 149 રૂપિયામાં મળશે 900 રૂપિયાનો ફાયદો, Airtel નો સૌથી સસ્તો પ્લાન છે એકદમ પૈસા વસૂલ

નવી દિલ્હી: શું તમે જાણો છો કે તમે ઓછા ખર્ચે પણ OTT પ્લેટફોર્મનો આનંદ માણી શકો છો. જી હા, અમે સાચું કહી રહ્યા છીએ પરંતુ તમે કદાચ આ વિશે જાણતા ન હોવ. પરંતુ અમે તમારા માટે આવો જ એક પ્લાન વિશે માહિતી લાવ્યા છીએ જે તમને ખૂબ જ ગમશે. અમે વાત કરી રહ્યા છીએ Airtel Xstream Premium પેકની... જે માત્ર રૂ. 149માં એક જ પ્લાનમાં રૂ. 900ના OTT પ્લેટફોર્મની સામગ્રી પ્રદાન કરે છે. જો તમે મૂવી જોવાના અથવા સીરિઝ જોવાના શોખીન છો, તો તમને આ પ્લાન ખૂબ ગમશે. આમાં તમને SonyLIV, Eros Now, Ultra જેવા ઘણા પ્લેટફોર્મની ઍક્સેસ આપવામાં આવશે. તો ચાલો જાણીએ આ પ્લાન વિશે.

Airtel Xstream નો રૂ. 149 નો પ્લાનઃ આ પ્લાનમાં યુઝર્સને એક જ જગ્યાએ 10,000 થી વધુ મૂવી અને વેબ સિરીઝ ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેની કિંમત 149 રૂપિયા છે અને તેમાં ઘણા ધમાકેદાર ફાયદાઓ મળી રહ્યા છે. તેમાં યૂઝર્સને SonyLIV, Lionsgate Play, Eros Now, ManoramaMax, Hoichoi, ShemarooMe, Ultra, Epic On, ShortsTV, KLIKK, Divo, Dollywood Play અને Namma Flix પ્લેટફોર્મની ઍક્સેસ આપવામાં આવશે. આ પ્લાનમાં 149 રૂપિયામાં 900 રૂપિયાનો ફાયદો મળશે.

તમને જણાવી દઈએ કે Android અને iOS ડિવાઈસ માટે Airtel Xstream Box અથવા Xstream એપ્લિકેશન દ્વારા સામગ્રીને ઍક્સેસ કરવી સરળ છે. યૂઝર્સ આ કન્ટેંટને પોતાના Android TV યા Fire TV પર Airtel Xstream એપ્લિકેશન અથવા સાઇટ દ્વારા ઍક્સેસ કરી શકશે.

શું છે Airtel Xstream:
આ નવા જમાનાનું DTH ટીવી બોક્સ છે. આના દ્વારા તમે કોઈપણ ટીવીને સ્માર્ટ ટીવીમાં કન્વર્ટ કરી શકો છો. આમાં એન્ડ્રોઈડ પાઈ 9.0ને સપોર્ટ આપવામાં આવ્યો છે. આ સાથે ગૂગલ પ્લે-સ્ટોરનું એક્સેસ પણ આપવામાં આવ્યું છે. જો તમે આ બોક્સ ખરીદશો તો તમારું ડબ્બા ટીવી જે સ્માર્ટ નથી તે પણ સ્માર્ટ બની જશે. આના દ્વારા તમે ગૂગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ 5000 થી વધુ એપ્સ ડાઉનલોડ કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news