Whatsapp પર પ્રાઇવેટ ચેટ કરતાં હોય તો આ ફીચર છે ખુબ જ કામનું, કોઇ નહીં વાંચી શકે મેસેજ

How to Check someone is reading your WhatsApp Messages: તમારી વોટ્સએપ ચેટ્સ પર નજર રાખવું તમારા ઓળખીતા વ્યક્તિઓ માટે ખુબ સરળ કામ છે. કોઈ એવું વ્યક્તિ જે તમારા મિત્ર અથવા રિલેટિવ હોય તો સરળતાથી તમારી વોટ્સએપ ચેટ્સ પર નજર રાખી શકે છે.

Whatsapp પર પ્રાઇવેટ ચેટ કરતાં હોય તો આ ફીચર છે ખુબ જ કામનું, કોઇ નહીં વાંચી શકે મેસેજ

નવી દિલ્હી: સોશિયલ મીડિયા એપ વોટ્સએપ આજકાલ દુનિયાભરમાં જાણીતી છે. ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ ઘણી બધી છે, પરંતુ વિશ્વભરમાં WhatsAppનો સૌથી વધુ ઉપયોગ થાય છે. ઓફિસની ચર્ચા હોય કે અંગત વાતચીત હોય, વ્હોટ્સએપનો ઉપયોગ દરેક જગ્યાએ થાય છે. આવી સ્થિતિમાં જો કોઈ તમારા પર નજર રાખી રહ્યું હોય અથવા તમારા સંદેશા વાંચી રહ્યું હોય તો શું? આવું ઘણા લોકો સાથે બન્યું છે અને તમે પણ તેનો શિકાર બની શકો છો.

તમારી વોટ્સએપ ચેટ્સ પર નજર રાખવું તમારા ઓળખીતા વ્યક્તિઓ માટે ખુબ સરળ કામ છે. કોઈ એવું વ્યક્તિ જે તમારા મિત્ર અથવા રિલેટિવ હોય તો સરળતાથી તમારી વોટ્સએપ ચેટ્સ પર નજર રાખી શકે છે. તેના માટે જે તે વ્યક્તિને માત્ર થોડાક જ સમય માટે તમારા ફોનની જરૂર પડશે.

શું કોઈ બીજો વાંચી રહ્યા છે તમારા મેસેજ?
જો તમને લાગે છે કે તમારા વોટ્સએપ મેસેજ કોઈ બીજો વાંચી રહ્યો છે તો સરળતાથી તેની જાણ થઈ શકે છે. સૌથી પહેલા વાત કરીએ કે કેવી રીતે કોઈ વ્યક્તિ તમારી વોટ્સએપ મેસેજ વાંચી શકે છે.

અહીં અમે કોઈ હેકિંગ કે વાયરસની વાત નથી કરતો, પરંતુ તે સામાન્ય વાત પર ચર્ચા કરીશું, જેના પર લોકોનું ધ્યાન ઓછું જાય છે. વોટ્સએપ  વેબ અને મલ્ટી ડિવાઈસ સપોર્ટ જેવા વોટ્સએપ ફીચર્સનું નામ તમે સાંભળ્યું હશે. બની શકે કે તમે તેનો ઉપયોગ પણ કરતા હોય. આ ફીચર્સની મદદથી તમે એક સાથે બેથી વધારે ડિવાઈસેસ પર એક જ વોટ્સએપ એકાઉન્ટનો ઉપયોગ કરી શકો છો. મલ્ટી ડિવાઈસ સપોર્ટ આવ્યા બાદ યૂઝર્સના પ્રાઈમરી ડિવાઈસનું ઈન્ટરનેટ સાથે જોડાયેલું રહેવું જરૂરી નથી.

એવામાં જો કોઈ વ્યક્તિ એક વાર તમારો ફોન હાંસિલ કરીને કોઈ બીજા ડિવાઈસ પર એકાઉન્ટ લોગિન કરી લે, તો તે તમારા મેસેજ સરળતાથી વાંચી શકે છે. તેનાથી બચવા માટે તમારે પોતાના વોટ્સએપ પર એડિશનલ સિક્યોરિટી ફીચરનો ઉપયોગ કરવો જોઈએ.

તમારે ચેક કરવું જોઈએ આ સેટિંગ?
હવે વાત કરીએ કે કેવી રીતે તમે ચેક કરી શકો છો કે કોઈએ તમારું એકાઉન્ટને લોગિન તો નથી કર્યું ને? તેના માટે તમારે વોટ્સએપ ઓપન કરવું પડશે. અહીં તમને Linked Device નો ઓપ્શન મળશે.

આ ઓપ્શન પર ક્લિક કરતાં જ તમને તે તમામ ડિવાઈસેસની જાણકારી મળી જશે, જેના પર તમારું એકાઉન્ટ લોગઈન છે. જો તમને કોઈ અનનોન ડિવાઈસ નજરે પડે છે, તો તમે ત્યાંથી રિમૂવ કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news