ફક્ત એકવાર ચાર્જ કરવાથી આખો દિવસ ચાલશે લેપટોપ, આ કંપની લોન્ચ કરી શાનદાર પ્રોડક્ટ

કોરોના વાયરસ સંક્રમણ વચ્ચે એપ્પલ (Apple)એ પોતાનું નવું મેકબુક એર લોન્ચ કર્યું છે. જોકે એપ્પલે પોતાના બધા જ સ્ટોર્સ બંધ કરી દીધા છે. પરંતુ આ દરમિયાન પણ કંપનીએ એક આ નવી પ્રોડક્ટ લોન્ચ કરી છે. નવા મેકબુક એરમાં મેજિક કી-બોર્ડને સપોર્ટ આપવામાં આવ્યું છે.

ફક્ત એકવાર ચાર્જ કરવાથી આખો દિવસ ચાલશે લેપટોપ, આ કંપની લોન્ચ કરી શાનદાર પ્રોડક્ટ

નવી દિલ્હી: કોરોના વાયરસ સંક્રમણ વચ્ચે એપ્પલ (Apple)એ પોતાનું નવું મેકબુક એર લોન્ચ કર્યું છે. જોકે એપ્પલે પોતાના બધા જ સ્ટોર્સ બંધ કરી દીધા છે. પરંતુ આ દરમિયાન પણ કંપનીએ એક આ નવી પ્રોડક્ટ લોન્ચ કરી છે. નવા મેકબુક એરમાં મેજિક કી-બોર્ડને સપોર્ટ આપવામાં આવ્યું છે. બમણા સ્ટોરેજ સાથે રજૂ કરવામાં આવેલા આ મેકબુક એરની કિંમત 92,900 રૂપિયા રાખવામાં આવી છે. કંપનીનો દાવો છે કે નવા મેકબુક એરમાં બેમણું સીપીયૂ પરફોર્મન્સ અને 80 ટકા તેજ ગ્રાફિક્સ મળશે. 

શાનદાર સ્ટોરેજ સાથે મળશે મેકબુક
મેકબુક એરને 256 જીબી સ્ટોરેજમાં રજૂ કરવામાં આવ્યું છે. તેમાં 13 ઇંચની રેટિના ડિસ્પ્લે છે અને લોગિન માટે ટચ આઇડી આપવામાં આવી છે, જો કે ઓનલાઇન શોપિંગમાં પણ કામ કરશે. આ ઉપરાંત મેકબુકમાં ટ્રેકપેડ પણ આપવામાં આવ્યું છે. 

બેટરી એકવાર ચાર્જ કરતાં દિવસભર ચાલશે
કંપનીએ દાવો કર્યો છે કે આ નવા લેપટોપમાં પાવરફૂલ બેટરી લગાવવામાં આવી છે. ફક્ત એકવાર ચાર્જ કરવાથી આખો દિવસ ચાલશે. વારંવાર બેટરી ખતમ થવાની ફરિયાદ મળશે નહી. મેકબુક એરમાં મેક ઓએસ કેટેલિના મળશે. તેમાં વીદિયો એડિંટિંગ સોફ્ટવેર પણ મળશે. આ ઉપરાંત નવા મેકબુક એરમાં 10મી જનરેશનનું ઇન્ટેલનું આઇ-7 પ્રોસેસર મળશે, જેની મેક્સિમમ સ્પીડ 3.8 ગેગાહર્ટ્ઝ છે. તેમાં ઇન્ટેલ આઇરિસ પ્લસ ગ્રાફિક્સ છે.

નવા મેકબુક એર સાથે નવા મેજિકનું કી-બોર્ડ પણ રજૂ કરવામાં આવ્યું છે, જોકે ફક્ત એક એમએમ પતળું છે. તેની બોડી 100 ટકા ફરીથી ઉપયોગ થનાર યોગ્ય એલ્યૂમિનિયમથી બનેલી છે. નવા મેકબુક એર ગોલ્ડ, સિલ્વર અને સ્પેસ ગ્રે કલર વેરિએન્ટમાં મળશે. તેમાં 256 જીબીની ઇનબિલ્ટ સ્ટોરેજ અને બે ટીબી એસએસડી સપોર્ટ છે. તેમાં ત્રણ માઇક, ત્રણ થંડરબોલ્ટ પોર્ટ અને વાઇડ સ્ટીરિયો સાઉન્ડનો સપોર્ટ આપવામાં આવ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news